મુખ્ય સામગ્રી પર જાઓ

’આપ’ નેતા ઇસુદાન ગઢવીએ 'ગુજ્જુ લવ ગુરુ' ને શ્રદ્ધાંજલિ આપી અને પરિવારને સાંત્વના પાઠવી

ગુજરાતમાં સોશિયલ મીડિયા પર ‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે જાણીતા ચંદન રાઠોડનું અકસ્માતમાં નિધન થતાં સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી છે. આ દુઃખની ઘડીમાં ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ પાઠવવા અને તેમના પરિવારને સાંત્વના આપવા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી પહોંચ્યા હતા.

’આપ’ નેતા ઇસુદાન ગઢવીએ 'ગુજ્જુ લવ ગુરુ' ને શ્રદ્ધાંજલિ આપી અને પરિવારને સાંત્વના પાઠવી

અમદાવાદ / બનાસકાંઠા / ગાંધીનગર | ગુજરાતમાં સોશિયલ મીડિયા પર ‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે જાણીતા ચંદન રાઠોડનું અકસ્માતમાં નિધન થતાં સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી છે. આ દુઃખની ઘડીમાં ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ પાઠવવા અને તેમના પરિવારને સાંત્વના આપવા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી પહોંચ્યા હતા. ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, જે વ્યક્તિ આપણને કાયમ હસાવતા હતા, તેઓ આજે આપણને રડાવીને ચાલ્યા ગયા છે. તેમણે કહ્યું કે ચંદનભાઈ તેમના જૂના મિત્ર હતા અને આશરે પાંચ વર્ષ પહેલાં તેમની મુલાકાત થઈ હતી, ત્યાર બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી. ચંદન રાઠોડે પોતાની સંપત્તિથી નહીં, પરંતુ પોતાના હૃદયમાં રહેલી લાગણી અને લોકોના દિલમાં બનાવેલા સ્થાનથી વિશાળ ચાહના મેળવી હતી. તેમના નિધન બાદ લાખો લોકોએ સોશિયલ મીડિયા મારફતે પ્રેમ અને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે.

ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, ચંદન રાઠોડના પરિવાર, ખાસ કરીને તેમના બાળકો પ્રત્યે હવે સમાજની જવાબદારી વધુ વધી છે. તેમણે કહ્યું કે માત્ર દસ દિવસ પૂરતી નહીં, પરંતુ જ્યાં સુધી ચંદનભાઈની દીકરી અને દીકરો મોટા ન થાય ત્યાં સુધી પરિવાર પ્રત્યેની લાગણી અને શક્ય મદદ જાળવી રાખવી જરૂરી છે. તેમણે પરિવારને ખાતરી આપી કે જ્યાં પણ જરૂર પડશે ત્યાં તેઓ તેમના ભાઈ તરીકે પરિવારની પડખે ઊભા રહેશે. ચંદન રાઠોડ જેવા કલાકારો અને સોશિયલ મીડિયા સર્જકો પોતે રડીને પણ લોકોને હસાવતા હોય છે અને લોકોના દિલમાં સ્થાન બનાવતા હોય છે. તેમના નિધનથી સર્જાયેલી ખોટ ક્યારેય પૂરી થઈ શકે નહીં, પરંતુ તેમના પરિવાર સુધી ગુજરાતની જનતાનો પ્રેમ અને લાગણી પહોંચાડવી એ આપણી સૌની ફરજ છે. અંતે તેમણે ચંદન રાઠોડની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: ઇસુદાન ગઢવી ગુજરાત આમ આદમી પાર્ટી ગુજરાત

સંબંધિત સમાચાર