અવાડા ઇલેક્ટ્રો લિમિટેડ, જે 31 જુલાઈ, 2026ના રોજની ઓપરેશનલ સોલર સેલ અને મોડ્યુલ ઉત્પાદન ક્ષમતાના આધારે ભારતની અગ્રણી વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ સોલર ફોટોવોલ્ટેઇક ઉત્પાદક કંપનીઓમાંની એક છે, તેણે રૂ. 7,600 કરોડના આઈપીઓ માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ તેનું અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (યુડીઆરએચપી) ફાઇલ કર્યું છે.
કંપનીના પ્રસ્તાવિત આઈપીઓમાં કુલ રૂ. 1,600 કરોડ સુધીના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 6,000 કરોડ સુધીની ઓફર ફોર સેલ (ઓએફએસ)નો સમાવેશ થાય છે. આ રીતે કુલ ઓફરનું કદ રૂ. 7,600 કરોડ સુધીનું રહેશે. ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ પ્રતિ શેર રૂ. 5 છે. રૂ. 6,000 કરોડ સુધીની ઓફર ફોર સેલ (ઓએફએસ) અવાડા વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવશે, જે કંપનીની પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર છે.
ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી ચોખ્ખી આવકનો મુખ્યત્વે ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલી કેટલીક લોન તેમજ લેટર્સ ઓફ ક્રેડિટ હેઠળની સ્વીકૃતિઓને લગતી ધિરાણદાતાઓ પ્રત્યેની બાકી જવાબદારીઓની પૂર્વચુકવણી, પરત ચુકવણી અને/અથવા ચુકવણી માટે કરવામાં આવશે. આ માટે રૂ. 1,200 કરોડ સુધીની રકમનો ઉપયોગ કરવામાં આવશે. બાકીની ચોખ્ખી આવકનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
તેની પેરેન્ટ કંપની અવાડા ગ્રુપના મજબૂત સમર્થન સાથે અને તેના ચેરપર્સન વિનિત મિત્તલના નેતૃત્વ હેઠળ તથા પ્રોફેશનલ મેનેજમેન્ટ ટીમનો સહયોગ ધરાવતી અવાડા ઇલેક્ટ્રોની સ્થાપના 2021માં થઈ હતી અને તે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં કાર્યરત છે. કંપની સોલર સેલ અને મોડ્યુલના ઉત્પાદન ક્ષેત્રે વિશેષતા ધરાવે છે. તેના સોલર મોડ્યુલનું માર્કેટિંગ એનલ્યુમ અને ઇન્ટેગ્લો બ્રાન્ડ નામ હેઠળ 14 ડિસ્ટ્રીબ્યુટર મારફતે 13 રાજ્યોમાં કરવામાં આવે છે.
અવાડા ગ્રુપની વિશ્વસનીયતાને બ્રુકફિલ્ડ ગ્લોબલ ટ્રાન્ઝિશન ફંડ-1, ગ્લોબલ પાવર સિર્જી કંપની (જીપીએસસી, થાઇલેન્ડના પીટીટી ગ્રુપનો હિસ્સો), એશિયન ડેવલપમેન્ટ બેન્ક (એડીબી), DEG (Deutsche Investitions- und Entwicklungsgesellschaft), Nederlandse Financierings-Maatschappij voor Ontwikkelingslanden N.V. and Proparco જેવા વૈશ્વિક રોકાણકારોના લાંબા સમયથી મળતા સમર્થનથી વધુ મજબૂતી મળી છે.
એઈએલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં વિનિત મિત્તલ, ચેરમેન અને હૉલટાઇમ ડિરેક્ટર, સિંદૂર મિત્તલ, વાઇસ ચેરમેન અને નોન-એક્ઝિક્યુટિવ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર, વિનૂ જ્યોર્જ, હૉલટાઇમ ડિરેક્ટર, રજનીશ કુમાર, એસબીઆઈના ભૂતપૂર્વ ચેરમેન અને ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર, ડાયના મિલર, ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર અને સુભાષ કામથ, ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરનો સમાવેશ થાય છે.
અવાડા ઇલેક્ટ્રો પાસે બેકવર્ડ ઇન્ટિગ્રેટેડ સોલર મોડ્યુલ અને સેલ ઉત્પાદન સુવિધા છે. હાલમાં કંપની પાસે 8.5 ગિગાવોટની કાર્યરત સોલર મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા અને 3.00 ગિગાવોટની કાર્યરત ટનલ ઓક્સાઇડ પેસિવેટેડ કોન્ટેક્ટ (“TOPCon”) સોલર સેલ ઉત્પાદન ક્ષમતા છે.
કંપની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં પોતાની ક્ષમતા, ખર્ચની દ્રષ્ટિએ સ્પર્ધાત્મકતા અને વ્યૂહાત્મક સ્વાયત્તતા વધારવા માટે સંપૂર્ણ અને વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ સોલાર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઊભી કરવા માગે છે. કંપનીને અપેક્ષા છે કે નાણાંકીય વર્ષ 2028 સુધીમાં તેની સોલર મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા વધીને 13.60 ગિગાવોટ, સોલર સેલ ઉત્પાદન ક્ષમતા 12.00 ગિગાવોટ અને ઇંગોટ તથા વેફર ઉત્પાદન ક્ષમતા 3.00 ગિગાવોટ થશે. પ્રોજેક્ટ્સ સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ કંપની ઇંગોટ, વેફર, સોલાર સેલ અને સોલાર મોડ્યુલ ઉત્પાદન સહિત સમગ્ર વેલ્યૂ ચેઇનમાં વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ બનવાની સ્થિતિમાં હશે.
કંપનીની વૃદ્ધિ અને વિવિધિકરણ યોજનાઓમાં “Avaada Halo” નામનું એનર્જી સ્ટોરેજ સોલ્યુશન રજૂ કરવાનો પણ સમાવેશ થાય છે. કંપની તેને પોતાના સોલર મોડ્યુલના વેચાણ સાથે એકીકૃત કરશે અને થર્ડ પાર્ટી ઈપીસી તથા ઓએન્ડએમ સેગમેન્ટમાં પણ પ્રવેશ કરશે.
જર્મનીની આરસીટી અને આઈએસસી કોન્સ્ટાન્ઝ સાથેની ટેક્નોલોજી ભાગીદારીના સમર્થનથી, તેની સબસિડિયરી સ્તરની કામગીરીમાં કંપનીની પ્રોડક્ટ્સ તેમની કાર્યક્ષમતા અને પાવર આઉટપુટના આધારે અલગ ઓળખ ઊભી કરે છે. મલ્ટીપલ એડવાન્સ્ડ સોલર સેલ ફોર્મેટ સાથે સુસંગત 720 Wp TOPCon સોલાર મોડ્યુલ રજૂ કરનારી ભારતની શરૂઆતની કેટલીક ઉત્પાદક કંપનીઓમાં અવાડા ઇલેક્ટ્રોનો સમાવેશ થાય છે.
કંપનીએ પોતાની હાલની મોડ્યુલ ઉત્પાદન લાઇનોમાં N-type TOPCon ટેક્નોલોજી અપનાવી છે અને તેના મોડ્યુલ્સને 30 વર્ષની ઓપરેટિંગ લાઇફ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. સેલથી મોડ્યુલ સુધી પાવર લોસ આશરે 2 ટકા છે, જ્યારે ઉદ્યોગમાં આ સરેરાશ આશરે 4 ટકા છે. આ ઉપરાંત, કંપનીના કોમર્શિયલી લિસ્ટેડ બાઇફેશિયલ ગ્લાસ-ટુ-ગ્લાસ TOPCon મોડ્યુલોની કાર્યક્ષમતા 23.61 ટકા સુધી છે. N-type TOPCon મોડ્યુલોનો બાઇફેશિયલિટી રેટ આશરે 80–85 ટકા છે, જ્યારે પરંપરાગત PERC મોડ્યુલો માટે તે આશરે 70–75 ટકા છે.
તાજેતરમાં કંપનીના મોડ્યુલોને લાગુ પડતી વિશ્વસનીયતા અને ટકાઉપણાની વિવિધ કસોટીઓમાં કિવા પીવીઈએલ 2026 પીવી મોડ્યુલ રિલાયબિલિટી સ્કોરકાર્ડમાં “ટોપ પર્ફોર્મર” તરીકે માન્યતા આપવામાં આવી હતી.
અવાડા ઇલેક્ટ્રો પાસે હાલમાં બે કાર્યરત ઉત્પાદન સુવિધાઓ છે. તેમાં ઉત્તર પ્રદેશના દાદરી ખાતે આવેલી અદ્યતન અને સંપૂર્ણપણે કાર્યરત સુવિધાનો સમાવેશ થાય છે, જેની વાર્ષિક મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા 1.5 ગિગાવોટ છે. બીજી તેની મહારાષ્ટ્રના નાગપુર ખાતે આવેલી મુખ્ય ઇન્ટિગ્રેટેડ સુવિધા છે, જેમાં 7 ગિગાવોટની કાર્યરત મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા અને 6 ગિગાવોટની સોલર સેલ ઉત્પાદન સુવિધા છે. આ સોલર સેલ સુવિધામાં 3 ગિગાવોટની કાર્યરત ક્ષમતા અને વધુ 3 ગિગાવોટની કમિશનિંગ હેઠળની ક્ષમતાનો સમાવેશ થાય છે, જે 30 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા દરમિયાન કાર્યરત થવાની ધારણા છે.
દાદરી સુવિધાનું બાંધકામ શરૂ થયા બાદ માત્ર ચાર મહિનામાં તેનું કમિશનિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે નાગપુર સુવિધાને ગ્રીનફિલ્ડથી કાર્યરત સ્થિતિ સુધી માત્ર સાત મહિનામાં વિકસાવવામાં આવી હતી. બંને સુવિધાઓ ભારતમાં સમાન કદની સુવિધાઓના સૌથી ઝડપી કમિશનિંગમાંની એક છે.
અવાડા ગ્રુપ તેની ઉત્પાદન સુવિધાઓની નજીક સોલાર ગ્લાસ, એલ્યુમિનિયમ ફ્રેમ્સ અને એન્કેપ્સ્યુલન્ટ્સ જેવા તેના વ્યવસાય માટે જરૂરી મુખ્ય સહાયક ઘટકો અને સામગ્રીની વ્યૂહાત્મક રીતે એક જ સ્થળે સ્થાપના કરવાની પ્રક્રિયામાં છે. આ વ્યવસ્થાથી લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે, ટર્નઅરાઉન્ડ ટાઇમ ઘટશે અને ઇન્વેન્ટરીનું વધુ ઝડપી અને અસરકારક સંચાલન શક્ય બનશે.
એઈએલનો સરેરાશ સાયકલ ટાઇમ, જે ઉત્પાદનની કામગીરીની ઝડપ દર્શાવે છે અને એક મોડ્યુલનું ઉત્પાદન કરવામાં લાગતો સમય માપે છે, તે માત્ર 16 સેકન્ડ છે. આ ઉદ્યોગમાં સૌથી ઝડપી સાયકલ ટાઇમમાંનો એક છે. 31 માર્ચ, 2026ના રોજ કંપનીની ઇન્સ્ટોલ્ડ ક્ષમતા પ્રતિ ગિગાવોટ મૂડી ખર્ચ ભારતમાં સમાન કદની સુવિધાઓ ધરાવતી અન્ય કંપનીઓની સરખામણીએ નોંધપાત્ર રીતે ઓછો હતો.
મોટાભાગની સોલર મોડ્યુલ ઉત્પાદક કંપનીઓ પોતાની નવી ઉત્પાદન લાઇનોની શરૂઆત ગ્લાસ-ટુ-બેકશીટ (“G2B”) કોમ્બિનેશનથી કરે છે અને ત્યારબાદ ગ્લાસ-ટુ-ગ્લાસ (“G2G”) તરફ આગળ વધે છે. જોકે, G2G ટેક્નોલોજીની વધુ જટિલતાને ધ્યાનમાં રાખીને અવાડા ઇલેક્ટ્રો ભારતની એવી કેટલીક સોલર પીવી ઉત્પાદક કંપનીઓમાંની એક છે, જેણે પોતાની બંને સુવિધાઓમાં સીધા G2G સોલાર મોડ્યુલો સાથે કામગીરી શરૂ કરવામાં સફળતા મેળવી છે.
એએલએમએમની લિસ્ટ 2માં નોંધાયેલી કંપનીની સોલર સેલ કાર્યક્ષમતા 24.5 ટકાથી 26.3 ટકા વચ્ચે છે, જે ભારતમાં સ્થાપિત તમામ સોલર સેલ ઉત્પાદક કંપનીઓમાં સૌથી વધુ છે.
કંપનીની કામગીરીમાંથી થતી આવક નાણાંકીય વર્ષ 2025માં રૂ. 911.62 કરોડથી વધીને નાણાંકીય વર્ષ 2026માં રૂ. 5,303.52 કરોડ થઈ હતી. એબિટા નાણાંકીય વર્ષ 2025માં રૂ. 241.68 કરોડથી વધીને નાણાંકીય વર્ષ 2026માં રૂ. 1,258.86 કરોડ રહી હતી, જ્યારે ચોખ્ખો નફો નાણાંકીય વર્ષ 2025માં રૂ. 173 કરોડથી વધીને નાણાંકીય વર્ષ 2026માં રૂ. 888.74 કરોડ થયો હતો.
તેની ગ્રુપ કંપનીની સબસિડિયરી અવાડા એનર્જીએ એન્કર કસ્ટમર રહી હતી અને નાણાંકીય વર્ષ 2026માં કંપનીની કામગીરીમાંથી થતી આવકમાં 89 ટકા યોગદાન આપ્યું હતું.
માત્ર એક વર્ષમાં કંપનીની મોડ્યુલ ઇન્સ્ટોલ્ડ ક્ષમતા 1.5 ગિગાવોટથી વધીને 8.5 ગિગાવોટ થઈ હતી, જ્યારે અસરકારક ક્ષમતા 0.76 ગિગાવોટથી વધીને 6.05 ગિગાવોટ અને ઉત્પાદન 0.63 ગિગાવોટથી વધીને 3.77 ગિગાવોટ થયું હતું. આ દરમિયાન કંપનીનો ઓર્ડર બુક 2,555 મેગાવોટથી 7 ગણાથી વધુ વધીને 19,106 મેગાવોટ થઇ હતી.
કંપની ખાસ કરીને શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં રૂફટોપ અને રહેણાંક ગ્રાહકોને સેવા આપવા માટે પોતાની સ્થિતિ મજબૂત કરી રહી છે. આ ઉપરાંત, ડીસીઆર સાથે જોડાયેલી માંગ ધરાવતા પીએમ-સૂર્યઘર, પીએમ-કુસમ અને સીપીએસયુ જેવા સરકારી કાર્યક્રમોમાં ભાગ લેવાની પણ કંપનીની યોજના છે. માર્ચ 2023માં કંપનીને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ હેઠળ 3 ગિગાવોટની ઇન્ટિગ્રેટેડ વેફર-ટુ-મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા ફાળવવામાં આવી હતી. લાગુ પડતી શરતો અને કમિશનિંગની સમયમર્યાદાને આધીન કંપની રૂ. 961.62 કરોડ સુધીના પ્રોત્સાહનો મેળવવા માટે પાત્ર છે.
1 જૂન, 2026થી લાગુ પડતા એએલએમએમ માળખા હેઠળ આવતાં નિર્ધારિત પ્રોજેક્ટ્સમાં ઉપયોગમાં લેવાતા સોલર મોડ્યુલો માટે એએલએમએમ લિસ્ટ-2 હેઠળ નોંધાયેલા સ્થાનિક ઉત્પાદકો પાસેથી સોલર સેલ મેળવવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. એમએનઆરઈએ 2028થી દેશમાં ઉત્પાદિત વેફર માટે એએલએમએમ લિસ્ટ-3 રજૂ કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. આ પગલાથી વેફર, સેલ અને મોડ્યુલ એમ ત્રણેય ક્ષેત્રોમાં ક્ષમતા ધરાવતી ઇન્ટિગ્રેટેડ સ્થાનિક ઉત્પાદક કંપનીઓ માટે વૃદ્ધિની મહત્વપૂર્ણ તક ઊભી થઈ શકે છે.
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ ઈન્ડિયા લિમિટેડ, એચએસબીસી સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ અને આઈઆઈએફએલ કેપિટલ સર્વિસિસ લિમિટેડ આ ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.