મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

એક્સિસ બેંકે દેશભરમાં “Raise the Bar” થીમ સાથે સ્પર્શ વીક 2025નો પ્રારંભ કર્યો

ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકો પૈકીની એક એક્સિસ બેંકે સ્પર્શ વીક 2025ના લોન્ચની આજે જાહેરાત કરી હતી. આ એક અભૂતપૂર્વ પહેલ છે જે ગ્રાહકોને યાદગાર અનુભવો પૂરા પાડવા અને સંબંધો મજબૂત બનાવવા માટે દેશભરની 5,868 બ્રાન્ચના તેના નેટવર્કમાં રહેલા 1 લાખથી વધુ કર્મચારીઓને સાથે લાવશે. 

એક્સિસ બેંકે દેશભરમાં “Raise the Bar” થીમ સાથે સ્પર્શ વીક 2025નો પ્રારંભ કર્યો

ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકો પૈકીની એક એક્સિસ બેંકે સ્પર્શ વીક 2025ના લોન્ચની આજે જાહેરાત કરી હતી. આ એક અભૂતપૂર્વ પહેલ છે જે ગ્રાહકોને યાદગાર અનુભવો પૂરા પાડવા અને સંબંધો મજબૂત બનાવવા માટે દેશભરની 5,868 બ્રાન્ચના તેના નેટવર્કમાં રહેલા 1 લાખથી વધુ કર્મચારીઓને સાથે લાવશે. 1થી 5 સપ્ટેમ્બર સુધી યોજાનારી આ ફ્લેગશિપ ઇવેન્ટમાં દેશભરના લીડર્સ અને કર્મચારીઓ ગ્રાહકો સાથે સક્રિયપણે જોડાશે અને બેંકની વ્યાખ્યા કરે છે તે સર્વિસની ભાવનાની ઉજવણી કરશે. “Raise the Bar” થીમ સાથે આ વર્ષની એડિશન ગ્રાહક અનુભવ, કર્મચારીઓનું જોડાણ અને બેંકના વિશાળ નેટવર્કમાં લીડરશિપની વિઝિબિલિટીને  પુનઃવ્યાખ્યાયિત કરવા માટે સજ્જ છે.

આ ત્રીજા વર્ષમાં પ્રવેશેલું સ્પર્શ વીક ચાર મુખ્ય સૂત્રો ધરાવે છે જે એક્સિસ બેંકના કલ્ચરની વ્યાખ્યા કરે છેઃ બ્રાન્ડની માલિકી મેળવો, ગ્રાહકની માલિકી મેળવો, ઝડપથી કામ કરો અને કોઈ જ કામ પડતું ન રાખો. એક્સિસ બેંકના એમડી અને સીઈઓ અમિતાભ ચૌધરી, એક્સિસ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મુનીશ શારદા, એક્સિસ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુબ્રત મોહંતી અને એક્સિસ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નીરજ ગંભીર સહિત 40થી વધુ સિનિયર લીડર્સ 40થી વધુ શહેરોનો પ્રવાસ કરશે અને સીધા જ ગ્રાહકો સાથે સંવાદ કરશે, ફ્રન્ટલાઇન ટીમોને માર્ગદર્શન આપશે અને બેંકના મૂલ્યોને પુનઃસ્થાપિત કરવા માટે વિશેષ સત્રોનું આયોજન કરશે.

આ લોન્ચ અંગે એક્સિસ બેંકના એમડી અને સીઈઓ અમિતાભ ચૌધરીએ જણાવ્યુ હતું કે સ્પર્શ એ અમારા પ્રયાસોના કેન્દ્રમાં છે ત્યારે અમે ગ્રાહક પ્રત્યેની વફાદારી પ્રત્યે ખૂબ જ સભાન રહીએ છીએ અને દરેક દિવસે અમારા ગ્રાહકને આનંદ પૂરો પાડવા માટે પ્રતિબદ્ધ રહીએ છીએ. આ કેવળ એક અઠવાડિયું ચાલનારી ઉજવણી જ નથી પરંતુ અમે જે સંસ્કૃતિ ઊભી કરી રહ્યા છીએ તેનું રિમાઇન્ડર છે, જ્યાં દરેક વાતચીત એ મૂલ્ય ઊભું કરવા તથા એક અનોખો અનુભવ પૂરો પાડવાની તક બને છે. અમારું વિઝન એક્સિસ બેંકને કરૂણા, નવીનતા તથા ઉત્કૃષ્ટ સેવા દ્વારા ગ્રાહકની દરેક નાણાંકીય સફરમાં સૌથી વિશ્વસનીય ભાગીદાર બનાવવાનું છે.

વિશિષ્ટ અનુભવો દ્વારા ગ્રાહક સાથે જોડાણ

સ્પર્શ વીક 2025માં ગ્રાહકોને જોડવા, ખાસ ઓફરો આપવા અને લાંબા સમયથી ચાલતા સંબંધોની ઉજવણી કરવા માટે બનાવાયેલી વિવિધ પ્રભાવશાળી પહેલ રજૂ કરવામાં આવશે. મુખ્ય ખાસિયતો નીચે મુજબ છે:

• સિબિલ પ્રોફાઇલ માટે બનાવાયેલી 7.6 ટકા*થી શરૂ થતી એક્સક્લુઝિવ હોમ લોન ઓફર્સ
• ગોલ્ડ લોન, કરન્ટ એકાઉન્ટ્સ, એક્સિસ ડાયરેક્ટ ડિમેટ એકાઉન્ટ્સ, ફોરેક્સ અને લોકર્સ, ફેમિલી બેંકિંગ અને હેલ્થ ઇન્શ્યોરન્સ*માં વિશેષ લાભો
• સીધા ગ્રાહક જોડાણ માટે 5,800થી વધુ બ્રાન્ચમાં Let’s Listen Sessions
• પસંદગીના શહેરોમાં ઓટો ટેસ્ટ ડ્રાઇવ્સ અને લોન ઓફર્સ
• નાના વ્યવસાયોથી મોટા બિઝનેસીસ સુધી હોલસેલ બેંકિંગ ક્લાયન્ટ્સને સેવાઓ
• એક્સિસ બેંકની સંભવિત ગ્રાહક પહોંચ પહેલ Samaroh થકી દેશભરની ટીમો નવા સંબંધોને પ્રોત્સાહન આપવા માટે સમુદાયો સાથે જોડાશે
વિવિધ ગ્રાહક જૂથો માટે વ્યક્તિગત જોડાણ અને લાભો સુનિશ્ચિત કરવા માટે વિવિધ થિમેટિક ડે અને પસંદગીના બ્રાન્ચ-લેવલ એક્ટિવેશન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમ કે:

• વિદ્યાર્થીઓ - પિગી ટુ પ્રોડિજી ડે, જેમાં 9-15 વર્ષની વયના બાળકો માટે બેંક ટુર અને મનોરંજક લર્નિંગ સેશન્સ, અને
650થી વધુ એક્સિસ બેંક યંગ બેંકર્સ (ABYB) ને જોડવામાં આવશે.
• મહિલાઓ - એક્સિસ બેંકનો મહિલાઓ માટે વિશિષ્ટ બેંકિંગ પ્રસ્તાવ, ARISE દ્વારા નાણાંકીય જાગૃતિ સત્રો ડિજિટલ
પ્લેટફોર્મ અને બ્રાન્ચમાં યોજાશે. આ ઉપરાંત, બ્રાન્ચમાં નારી શક્તિ દિવસમાં પેનલ ડિસ્કશન્સ અને વિશિષ્ટ ડિસ્કાઉન્ટનો
સમાવેશ થશે.
• વરિષ્ઠ નાગરિકો – સિલ્વર લાઇનિંગ પ્રસ્તાવ થકી ડિજિટલ બેંકિંગ, છેતરપિંડી નિવારણ અને વિલ ક્રિએશન અંગે જાગૃતિ
સત્રો.
• સ્ટાર્ટઅપ્સ - સાહસો, CX રાઉન્ડટેબલ અને નેટવર્કિંગનું પ્રદર્શન કરવા માટે સ્ટાર્ટઅપ સંગમ.
• એમએસએમઈ - નિષ્ણાંત સત્રો, નેટવર્કિંગ તકો અને લોન સુવિધા.
• કૃષિ-ઉદ્યોગસાહસિકો – સલાહસૂચન માટેના સત્રો, પ્રોડક્ટ અંગેની જાગૃતિ અને સોઇલ-ટેસ્ટિંગ કીટ વિતરણ સાથે કૃષિ
દિવસ. અપના ગાંવ, અપના દેશ મેળા અને ટ્રેક્ટર સે તરક્કી તક જેવી પહેલ દ્વારા ભારત બેંકિંગ મોડેલ હેઠળ ખેડૂત સંપર્ક
કાર્યક્રમ.
• એનઆરઆઈ - જોડાણોને મજબૂત બનાવવા અને સંબંધોની ઉજવણી કરવા માટે ખાસ હોમકમિંગ મીટિંગ્સ સાથે
યુએઈ, સિંગાપોર અને યુએસમાં ગ્રાહકો સાથે જોડાણ પહેલ.
• LGBTQ+ સમુદાય - પિંક ઇકોનોમી ઇવેન્ટ અને વિશિષ્ટ ઇન્ટરેક્શન્સ દ્વારા સમુદાયની ઉજવણી.
સ્પર્શ વીક 2025 તેના 2024ની એડિશનથી નોંધપાત્ર રીતે આગળ વધે છે, જેમાં બેંક 1.5 લાખથી વધુ ગ્રાહકોને
જોડવાનું લક્ષ્ય રાખે છે - ગયા વર્ષના 55,000ના આંકડા કરતા લગભગ ત્રણ ગણા. વર્ષોથી સ્પર્શે સંબંધોને ગાઢ બનાવવા
અને ગ્રાહક જોડાણને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 2025ની એડિશન આ સફર ચાલુ રાખે છે,
જે બેંકના સ્કેલ, ગ્રાહક-કેન્દ્રિતતા અને કાયમી અસર પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
 

fashion

સંબંધિત સમાચાર

travel