કોલકત્તા : ભારતની સૌથી ઝડપથી વિકસતી બેંકો પૈકીની એક બંધન બેંકે ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ બેંકિંગ અનુભવ ઇચ્છતા સમૃદ્ધ ગ્રાહકો માટે ડિઝાઇન કરાયેલી તેના પ્રીમિયમ પ્રોડક્ટ લેગસી સેવિંગ્સ એકાઉન્ટના લોંચની જાહેરાત કરી છે. બેંકે તેની કામગીરી અને બેંકિંગ ઉત્કૃષ્ટતાના 10 વર્ષ પૂર્ણ કર્યાં છે ત્યારે આ લોંચ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.
C લેગસી સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોને સમર્પિત રિલેશનશિપ મેનેજર્સ, લોકરના ભાડા ઉપર આજીવન ડિસ્કાઉન્ટ તેમજ ટ્રાવેલ, મેડિકલ, એજ્યુકેશનલ, લેગસી અને એસ્ટેટ પ્લાનિંગની જરૂરિયાતોને ટેકો આપવા માટે નિષ્ણાત કન્સલ્ટિંગ સેવાઓ જેવા એક્સપર્ટ કન્સલ્ટિંગનો પણ લાભ મળશે. આ પ્રોડક્ટ લાઇફસ્ટાઇલ, ટ્રાવેલ અને નાણાકીય લાભોની વિશાળ શ્રેણી પણ પ્રદાન કરે છે.
આ ઉપરાંત ગ્રાહકો કેશ ડિપોઝિટ, આરટીજીએસ, એનઇએફટી અને આઇએમપીએસ સહિત અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શનનો પણ લાભ લઈ શકે છે. લેગસી ગ્રાહકોને રૂ. 1 કરોડ સુધીનો હવાઇ અકસ્માત વીમો, રૂ. 20 લાખ સુધીનો વ્યક્તિગત અકસ્માત વીમો અને રૂ. 5 લાખ સુધી પર્ચેઝ પ્રોટેક્શન સહિત ઉત્તમ વીમા કવરેજ પણ ઓફર કરે છે.
આ પ્રસંગે બંધન બેંકના એમડી અને સીઇઓ પાર્થ પ્રિતમ સેનગુપ્તાએ કહ્યું હતું કે, “બંધન બેંકે 10 વર્ષ પૂર્ણ કર્યાં છે ત્યારે આ અમારા માટે ગૌરવ અને કૃતજ્ઞતાની ક્ષણ છે. લેગસી સેવિંગ્સ એકાઉન્ટના લોંચ સાથે અમે ઇનોવેટિવ સોલ્યુશન્સ અને વિશ્વ-સ્તરીય અનુભવ ડિલિવર કરવા નવી ઉર્જા સાથે આગામી દાયકામાં પ્રવેશી રહ્યાં છીએ. અમે સમાવેશક અને ટકાઉ વૃદ્ધિના અમારા ઉદ્દેશ્ય સાથે પણ જોડાયેલા છીએ. અમે અમારા ગ્રાહકોનો વિશ્વાસ, અમારા કર્મચારીઓના સમર્પણ તથા આગામી સફર માટે તમામ હીતધારકોના સપોર્ટ ઇચ્છીએ છીએ.”
બંધન બેંક એક મજબૂત સમગ્ર ભારતમાં ઉપસ્થિતિ ધરાવતી સંસ્થા તરીકે ઉભરી આવી છે, જે 30 જૂન, 2025 સુધીમાં રૂ. 1.55 લાખ કરોડની ડિપોઝિટ અને રૂ. 1.34 લાખ કરોડના ધિરાણ સાથે 31 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપે છે. સમાવેશીતા અને ગ્રાહક-કેન્દ્રિતતાના તેના સ્થાપક ફિલસૂફી દ્વારા સંચાલિત બેંક વૃદ્ધિ, ઇનોવેશન અને વિશ્વાસના નવી દ્રષ્ટિકોણ સાથે આગામી દાયકા તરફ આગળ જુએ છે.
બંધન બેંકે 10મી વર્ષગાંઠ ઉપર ‘લેગસી એકાઉન્ટ’ લોંચ કર્યું
લેગસી સેવિંગ્સ એકાઉન્ટ વર્લ્ડ એલીટ માસ્ટરકાર્ડ ડેબિટ કાર્ડ સાથે આવે છે, જે ડોમેસ્ટિક (કમ્પેનિયન એક્સેસ સહિત) અને ઇન્ટરનેશનલ એરપોર્ટ લાઉન્જ, તાજ એપીક્યુર મેમ્બરશિપ, વિનામૂલ્યે મૂવી અને ઇવેન્ટ ટિકિટ તથા પસંદગીના ક્લબમાં ગોલ્ફ સેશનની એક્સેસ પ્રદાન કરે છે.
સંબંધિત સમાચાર
જેપી એસોસિએટ્સ બિડ વિવાદ: અનિલ અગ્રવાલે ઉઠાવ્યા સવાલ, પણ અદાણીના 'ફાસ્ટ રિકવરી પ્લાન' ને એનાલિસ્ટ્સનું સમર્થન
પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડીઝલનો પર્યાપ્ત જથ્થો; સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ૧૦ રૂપિયાનો કર્યો ઘટાડો
અદાણી ડિફેન્સનો કમાલ: ભારતીય સેનાને સમય કરતા ૧૧ મહિના વહેલી સોંપી ૨,૦૦૦ 'પ્રહાર' LMG 2026


