અમદાવાદ : ભારતમાં તહેવારોની મોસમ આનંદ, ઉત્સવ અને નવી શરૂઆતનો સમય છે. આ એક એવો સમય છે, જે દરમિયાન નાના મોટાં દરેક પરિવારો, નવું ઘર, કાર કે કારોબારના વિસ્તરણ સહિતની ખરીદીની મોટી યોજનાઓ બનાવે છે. ગ્રાહકોની તહેવારોની ઉજવણીને વધુ વિશેષ અને લાભદાયી બનાવવા માટે, બેંક ઑફ બરોડા (BOB) એ તેનું વાર્ષિક ઉત્સવ અભિયાન, “BOB કે સંગ ત્યોહાર કી ઉમંગ – શુભ ભી. લાભ ભી.” શરૂ કર્યું છે.
રિટેલ ઓફરિંગ્સ
આ વર્ષનું અભિયાન અનેક ઓફર્સથી ભરપૂર છે, જે લાંબા ગાળાની મહત્વકાંક્ષાઓ તેમજ રોજિંદી જરૂરિયાતો એમ બંનેને સહાય થાય તેવી રીતે તૈયાર કરાઈ છે.ઘરની ખરીદી કરવા ઈચ્છતા લોકો માટે હોમ લોન હવે શૂન્ય પ્રોસેસિંગ ફી સાથે વાર્ષિક 7.45 ટકાથી શરૂ થાય છે. નવી કાર ખરીદવા ઈચ્છતા લોકો માટે કાર લોનના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, આ સાથે જ વાહનની ઓન-રોડ કિંમતના 90% સુધીના ધિરાણ સાથે જ, ઈલેક્ટ્રિક વાહનો માટે આઠ વર્ષ સુધી સહિત રિપેમેન્ટની મુદ્દતમાં વધારાની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે. વાસ્તવમાં, બેંક ઓફ બરોડા ઇલેક્ટ્રિક વાહનો માટેના પ્રોસેસિંગ ચાર્જમાં 50% રાહત સાથે ઇવી ખરીદદારોને વધુ પ્રોત્સાહન આપી રહી છે.
વધુ વ્યવહારુ અને બહેતર નાણાકીય પસંદગીઓ કરવા માટે, બેંક ઑફ બરોડાએ bob માસ્ટરસ્ટ્રોક લાઇટ સેવિંગ્સ એકાઉન્ટ રજૂ કર્યું છે, જેમાં માસિક સરેરાશ બેલેન્સની જરૂરિયાત નીચી રખાઈ હોવ છતાં તે ફ્રી ટ્રાવેલ ડેબિટ કાર્ડ અને લાઇફસ્ટાઇલ ઑફર્સથી લઈને લોકર્સ પર ડિસ્કાઉન્ટ અને રિટેલ લોન પર વ્યાજ દરની છૂટ અને પ્રોસેસિંગ ચાર્જ પર માફી જેવા લાભોથી ભરપૂર છે.
તહેવારોની ઉજવણીમાં વધારો કરવા માટે, બેંક ઑફ બરોડા ટ્રાવેલ, ફૂડ, ફેશન અને ગ્રોસરી જેવી વધુ માંગવાળી કેટેગરીમાં અગ્રણી બ્રાન્ડ્સ સાથે જોડાણ કરીને તેના ડેબિટ કાર્ડધારકો માટે આકર્ષક ઉત્સવ ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહી છે, જે ઉત્સવની ખરીદીને વધુ આનંદપ્રદ અને કિફાયતી બનાવશે.
કારોબારોને સક્ષમ બનાવવા
બેંક ઓફ બરોડા વ્યવસાયો માટે પણ સંખ્યાબંધ વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ બનાવી રહી છે. બોબ ડિજિ ઉદ્યમ થકી સૂક્ષ્મ અને લઘુ ઉદ્યમો, આકર્ષક વ્યાજ દરે અને રાહતવાળી પ્રોસેસિંગ ફી સાથે ₹10 લાખથી વધુથી ₹50 લાખ સુધીની કોલેટરલ-ફ્રી વર્કિંગ કેપિટલ લોન સાથે મેળવી શકે છે, જેની પ્રક્રિયા 100% ડિજિટલ અને પેપરલેસ હોય છે.
બીઓબી પ્રોપર્ટી પ્રાઈડ પ્રોપર્ટી સામે ઓવરડ્રાફ્ટ સુવિધા પૂરી પાડે છે, જે ઓછા માર્જિન અને સરળ શરતો સાથે ₹25 કરોડ સુધીનું ધિરાણ ઉપલબ્ધ બનાવે છે. જ્યારે, બીઓબી સ્માર્ટ કરન્ટ એકાઉન્ટ ખાસ કરીને ડિજિટલ-સેવી વ્યવસાયો માટે રચાયેલ છે અને લાગુ પડતી શરતો અને નિયમોને અધિન, મફત ઓનલાઈન NEFT/RTGS/IMPS/UPI વ્યવહારો સાથે કોમ્પ્લિમેન્ટરી POS/MPOS મશીન અને QR સાઉન્ડબોક્સ પૂરાં પાડે છે.
આ પ્રસંગે બેન્ક ઓફ બરોડાના ચીફ જનરલ મેનેજર શ્રી શૈલેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, "બૅન્ક ઑફ બરોડા ખાતે, અમે એ સારી રીતે જાણીએ છીએ કે તહેવારો એ ઉજવણી કરતાં વિશેષ, વ્યક્તિની મહત્વકાંક્ષાઓ તથા મહત્વના સીમાચિહ્નરૂપ લક્ષ્યાંકો પાર પાડવાનો અવસર છે. પછી ભલે તે નવું ઘર ખરીદવાનું હોય, વાહન ખરીદવાનું હોય અથવા વ્યવસાયનો વિસ્તાર હોય, અમે અમારા ગ્રાહકોને તેમના લક્ષ્યોને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. BOB કે સંગ ત્યોહાર કી ઉમંગ દ્વારા, અમારા ગ્રાહકો સ્માર્ટ નાણાકીય પસંદગીઓ કરી શકે છે જે માત્ર તહેવારોની મોસમમાં આનંદનો ઉમેરો કરવાની સાથે સાથે જ પરંતુ દીર્ઘકાલિન મૂલ્યનું સર્જન પણ કરશે."


