મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

જીટીયુ બેસ્ટ ફિઝિક સ્પર્ધામાં એસવીઆઇટી નું સુંદર પ્રદર્શન

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી બેસ્ટ ફિઝિક સ્પર્ધાનું આયોજન નારાયણ લાલા સ્કૂલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર સાયન્સ, નવસારી દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યું હતું.

જેમાં જીટીયુ સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં એસવીઆઈટી ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થી હૈદર દેલવાડા (એસ.વાય એરોનોટિકલ) ગોલ્ડ મેડલ અને તન્મય દેસાઈ ( ટી.વાય. ઈસી.)સિલ્વર મેડલ મેળવી સ્પર્ધામાં સુંદર પ્રદર્શન કરી એસવીઆઈટીનું ગૌરવ વધાર્યું હતું.

એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ, ઉપાધ્યક્ષશ્રી શંભુભાઈ પટેલ, મંત્રી શ્રી ભાવેશભાઈ પટેલ, ખજાનચીશ્રી કિશોરભાઈ પટેલ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દિપકભાઈ પટેલ, આચાર્ય ડૉ. ડી. પી. સોની, ડૉ.વિકાશ અગ્રવાલ (ડાયરેક્ટર ફિઝિકલ એજ્યુકેશન) અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરિવાર તરફથી વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

fashion

સંબંધિત સમાચાર

travel