મુખ્ય સામગ્રી પર જાઓ

વીમા સલાહકાર બનવું હવે સરળ: ટાટા AIA- CNBC-TV18ની મોટી પહેલ, GST મુક્તિનો પણ લાભ

ટાટા AIA અને CNBC-TV18એ વીમા સલાહકારોને રાષ્ટ્રીય સન્માન આપવા મોટી પહેલ શરૂ કરી. ટાટા AIA ઔરા દ્વારા સફળ એજન્ટ્સની વાતો TV પર દેખાશે!

વીમા સલાહકાર બનવું હવે સરળ: ટાટા AIA- CNBC-TV18ની મોટી પહેલ, GST મુક્તિનો પણ લાભ

અમદાવાદ :ઝડપી આર્થિક પ્રગતિ, વધતી નવીનતા અને વિસ્તરતા વૈશ્વિક પ્રભાવને પગલે ભારત વૈશ્વિક વૃદ્ધિમાં હાલ મોખરે ઊભું છે. જેના લીધે ભારતીયો માટે તેમના સપનાં સાકાર કરવા અને સફળતા હાંસલ કરવા માટે જબરજસ્ત તકો ઊભી થઈ છે. સમૃદ્ધિમાં થતાં વધારાની સાથે નાણાકીય આયોજન અને નાગરિકોની સુરક્ષાની જરૂરિયાત પણ ઉભી થાય છે.

આ મુદ્દે દેશભરના ગ્રાહકોને નવીન સુરક્ષા ઉકેલો ઉપલબ્ધ બનાવી ટાટા એઆઈએ વર્ષોથી તેમને સહાય પૂરી પાડી રહી છે. ભારતના જીવન વીમા ક્ષેત્રમાં તે એક અગ્રણી સુરક્ષા ઉપલબ્ધ બનાવનાર તરીકે ઉભરી આવ્યું છે.

જીવન વીમો – હવે એક આવશ્યક શ્રેણી બન્યો છે

ભારત સરકારના GSTને મુક્તિ આપવાના નોંધપાત્ર પગલાંથી, જીવન વીમો હવે વધુ કિફાયતી બન્યો છે, અને ભારતીય પરિવારો માટે ‘આવશ્યક શ્રેણી’ની યાદીમાં તેનો યોગ્ય રીતે સમાવેશ કરાયો છે.

વીમા સલાહકારોની ઉદ્યમી તરીકેની ચાવીરૂપ ભૂમિકા

ભારતીય પરિવારો માટે જ્યારે નાણાકીય સલાહની વાત આવે,  ત્યારે જીવન વીમા સલાહકારો સૌ પ્રથમ અને મહત્વના સંપર્ક બિંદુ છે. 1.5 લાખથી વધુ સલાહકારો ધરાવતી Tata AIA તેમને વિવિધ પ્રસ્તાવો અને સાધનોથી સજ્જ કરવા માટે પ્રતિબદ્ધ છે, જે તેમને ગ્રાહકોને લાંબા ગાળા માટે સેવા આપવા સક્ષમ બનાવે છે.
 

આ સલાહકાર-ઉદ્યોગસાહસિકોની કામગીરીને બિરદાવવા કરવા માટે, ટાટા એઆઈએ એક વિશિષ્ટ માન્યતા પ્લેટફોર્મ ટાટા ઔરા રજૂ કર્યું છે. ટાટા એઆઈએ ઔરા વિશ્વાસ, સુસંગતતા અને ગ્રાહક-પ્રથમ અભિગમનું ઉદાહરણ રજૂ કરતાં એવા સલાહકારોને દર્શાવી ગ્રાહકોને લાંબા ગાળાનું મૂલ્ય પહોંચાડવામાં તેમની ભૂમિકાને માન્યતા આપે છે.

આ પહેલ અંગે પ્રતિક્રિયા આપતાં ટાટા એઆઈએ લાઇફ ઇન્સ્યોરન્સના એમડી અને સીઇઓ વેંકી ઐયરે જણાવ્યું હતું કે, “સપનાઓનું રક્ષણ કરવાના અને ભવિષ્યને સુરક્ષિત કરવાના ટાટા એઆઈએના અમારા વચનના હાર્દમાં અમારા ગ્રાહકો છે. અમારા સલાહકારો અમારા ગ્રાહકોને તેમના જીવનના વિવિધ તબક્કામાં સેવા પૂરી પાડી મદદ ઉપલબ્ધ કરાવવા માટેના અમારા વિશ્વસનીય ભાગીદારો છે. ટાટા એઆઈએ ઔરાના માધ્યમથી અમે અમારા નાણાકીય સલાહકાર સમુદાયની ઉદ્યોગસાહસિકતાની ભાવના અને સફળતાને ઓળખી તેને બિરદાવવા માંગીએ છીએ. CNBC-TV18 સાથેની અમારી ભાગીદારી દ્વારા સંચાલિત, આ પહેલ પાછળનો અમારો હેતુ સલાહકાર ઉદ્યોગસાહસિકોની આગામી પેઢીને પ્રેરિત કરવાનો છે જેઓ વીમાને પૂર્ણ-સમયના વ્યવસાય તરીકે અપનાવવા વિચાર કરી શકે છે."

ન્યૂઝ 18 સ્ટુડિયોના સીઇઓ શિવકુમાર એસએ આ પહેલ અંગે જણાવ્યું હતું કે "ટાટા એઆઈએ લાઈફ ઈન્સ્યોરન્સ સાથેનો આ સહયોગ સલાહકારોની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે, જે તેઓ જે પરિવારની સેવા કરે છે તેના માટે કાળજી અને સુસંગતતા લાવે છે. તેમની કામગીરીના અનુભવોને લોકો સમક્ષ રજૂ કરી અમે આજના ઝડપથી પરિવર્તનશીલ નાણાકીય માહોલમાં જવાબદાર સલાહકારના મહત્વને મજબૂત બનાવવાનો હેતુ ધરાવીએ છીએ."

CNBC-TV18ના માધ્યમથી સલાહકારોની વાતોને રાષ્ટ્રીયમંચ પર રજૂ કરવી

અમારા સલાહકારોની સફળતાની અનેક વાતોને આગળ વધારવા તથા તેને લોકો સુધી પહોંચાડવા ટાટા એઆઈએ, સીએનબીસી-ટીવી 18 સાથે ભાગીદારીની જાહેરાત કરીને અત્યંત આનંદની લાગણી અનુભવે છે. આગામી સમયમાં વધુને વધુ લોકો જીવન વીમા સલાહકાર બનાવવાના કામને પૂર્ણકાલીન વ્યવસાય તરીકે અપનાવે તે માટે તેમને પ્રોત્સાહિત કરવાનો છે.
 
સફળ સલાહકારોની શક્તિશાળી અને પ્રભાવશાળી વાતો સીએનબીસી-ટીવી 18, સીએનબીસી-આવાઝ, મનીકન્ટ્રોલ.કોમ અને તેમના ડિજિટલ અને સામાજિક પ્લેટફોર્મ પર દર્શાવવામાં આવશે, જેથી આ વાતો પ્રેક્ષકોના વિશાળ વર્ગ સુધી પહોંચે તે બાબત સુનિશ્ચિત થશે.
 
ટાટા એઆઈએ ઔરા અને સીએનબીસી-ટીવી 18 સાથેના તેના સહયોગ દ્વારા ટાટા એઆઈએ, ગ્રાહક કેન્દ્રિત વિઝનની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે, જેમાં ગ્રાહકો માટે જે યોગ્ય છે તે કરનારા સલાહકારોનું સન્માન કરવું, ભારતની વૃદ્ધિની ગતિ અને જીએસટી લાભોનો લાભ લેવો, અને વધુ આત્મવિશ્વાસ અને વધુ સુરક્ષિત ભારત, એક સમયે એક પરિવારનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે.
 

સંબંધિત સમાચાર