મુખ્ય સામગ્રી પર જાઓ

ભાડથર જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરુભાઈના સમર્થનમાં ઈસુદાન ગઢવીની જંગી જનસભા

ભાડથર જિલ્લા પંચાયત બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરુભાઈના પ્રચાર અર્થે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જનસભાને સંબોધન કરતા ઈસુદાન ગઢવીએ શાસક પક્ષ પર તીખા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, દ્વારકા, પોરબંદર, જામનગર, ઉત્તર ગુજરાત કે કચ્છ જેવા તમામ વિસ્તારોના થઈને રાજ્યના લગભગ ૧૦૮ તાલુકાઓ હાલમાં ગંભીર અછતની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.

ભાડથર જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરુભાઈના સમર્થનમાં ઈસુદાન ગઢવીની જંગી જનસભા

અમદાવાદ / જામનગર / પોરબંદર / ગાંધીનગર | ભાડથર જિલ્લા પંચાયત બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરુભાઈના પ્રચાર અર્થે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જનસભાને સંબોધન કરતા ઈસુદાન ગઢવીએ શાસક પક્ષ પર તીખા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, દ્વારકા, પોરબંદર, જામનગર, ઉત્તર ગુજરાત કે કચ્છ જેવા તમામ વિસ્તારોના થઈને રાજ્યના લગભગ ૧૦૮ તાલુકાઓ હાલમાં ગંભીર અછતની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. શાસકો સામે જનતાના અવાજને મજબૂતીથી રજૂ કરવા માટે તેઓએ વિરોધ અને ધરણાં જેવા પગલાં ભર્યા છે. પોતાની રાજકીય સફર અંગે સ્પષ્ટતા કરતા તેમણે ઉમેર્યું હતું કે, તેઓ પદ કે હોદ્દો મેળવવા અથવા તો પ્રસિદ્ધિ ખાતર રાજકારણમાં આવ્યા નથી. ભૂતકાળમાં રાજ્યના મુખ્ય સચિવ (ચીફ સેક્રેટરી) જેવા સર્વોચ્ચ અધિકારી કરતા પણ વધુ વેતન ધરાવતી ઉચ્ચ કોર્પોરેટ નોકરી સ્વેચ્છાએ છોડીને તેઓ માત્રને માત્ર શોષિત ખેડૂતો અને પીડિત જનતાના હક માટે મેદાનમાં ઉતર્યા છે. કોઈપણ જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદભાવ વિના શાસકો સામે નબળા અને ગરીબ ખેડૂતોની સાથે અડીખમ ઊભા રહેવું એ જ તેમનો મૂળ સ્વભાવ અને પ્રાથમિકતા છે.

’આપ' નેતા ઇસુદાન ગઢવીએ રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અને ખેડૂતોની હાલાકી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સામાન્ય વરસાદ છતાં ખેડૂતોનું દેવું માફ કરી દુષ્કાળ રાહત જાહેર કરવામાં આવી છે, જ્યારે ગુજરાતના મંત્રીઓ ખેડૂતો સુખી હોવાના દાવા કરીને ખેડૂતોની મજાક ઉડાવી રહ્યા છે. વધુમાં, ચૂંટણીઓ આવતાં જ શાસક પક્ષના નેતાઓ પોતાની આબરૂ જાળવવા માટે મતદારો પાસે કરગરીને મતો માંગવા નીકળી પડે છે. ખાનગી કંપનીઓને લાભ પહોંચાડવા માટે તંત્ર દ્વારા તુરંત પોલીસ બંદોબસ્ત પૂરો પાડવામાં આવે છે, પરંતુ ખેડૂતોના પડતર પ્રશ્નો પ્રત્યે સંપૂર્ણ ઉપેક્ષા સેવવામાં આવે છે. સ્માર્ટ સ્કૂલ અને વિશ્વકક્ષાની હોસ્પિટલોના મોટા-મોટા દાવા કરતી સરકારે પ્રજા પર બળજબરીથી સ્માર્ટ મીટર લાદી દીધા છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે તમામ ખેડૂતોને મફત વીજળી આપીને વચન પૂરું કર્યું છે, તે જ રીતે ગુજરાતમાં પણ અન્યાયી શાસન સામે જનતાએ એક થઈને સ્થાનિક ચૂંટણીઓમાં યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે. આ ચૂંટણીમાં ઝાડુનું બટન દબાવી વિરુભાઇને વિજયી બનાવો તેવી વિનંતી છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી ઈસુદાન ગઢવી ભાડથર જિલ્લા પંચાયત ભાડથર જિલ્લા પંચાયત બેઠક

સંબંધિત સમાચાર