મુખ્ય સામગ્રી પર જાઓ

સરકારી વિનયન કૉલેજ તિલકવાડામાં “Budget Talk @ Campus”નું આયોજન

સરકારી વિનયન કૉલેજ તિલકવાડામાં “Budget Talk @ Campus” કાર્યક્રમ યોજાયો! નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે કેન્દ્રીય બજેટ-2026ની વિગતો સમજાવી – સરકારી નીતિઓ કેવી રીતે સામાન્ય નાગરિક સુધી પહોંચે છે તેનું માર્ગદર્શન. આચાર્ય ડૉ. પદ્માબેન તડવીએ પણ વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ માહિતી આપી. વિગતો જુઓ.

સરકારી વિનયન કૉલેજ તિલકવાડામાં “Budget Talk @ Campus”નું આયોજન

રાજપીપલા:  સરકારી વિનયન કૉલેજ તિલકવાડા ખાતે તાજેતરમાં જ “Budget Talk @ Campus” વિષય પર નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમનું
આયોજન કરવામાં આવ્યું હતું. નાંદોદ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખે કેન્દ્રીય બજેટ-2026 અંગેની વિગતવાર માહિતી સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે સરકારની નીતિઓ પાયાના સ્તર સુધી કેવી રીતે પહોંચે છે. બજેટની સકારાત્મક અસરો સામાન્ય નાગરિક સુધી કેવી રીતે પહોંચે છે, તે બાબતે અસરકારક માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમમાં સરકારી વિનયન કૉલેજ- કવાંટનાં આચાર્યશ્રી ડૉ. અર્ચનાબેન ત્રિવેદીએ પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને બજેટ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપી હતી.
મુખ્ય વક્તા તરીકે સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ-ગરુડેશ્વરના આચાર્યશ્રી ડૉ.પદ્માબેન તડવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વ્યાખ્યાનમાં ‘બજેટ શું છે?’, ‘બજેટ કેવી રીતે તૈયાર થાય છે?’ તેમજ ‘બજેટની સકારાત્મક અસરો લોકો સુધી કેવી રીતે પહોંચે છે?’ જેવા મુદ્દાઓ પર સરળ અને પાયાની માહિતી આપી હતી. તેમણે આર્થિક વિકાસમાં બજેટની ભૂમિકા વિષે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન કૉલેજના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકશ્રીઓ તથા સ્ટાફ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રી ડૉ. કૌશીબેન ચાવડાની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

સંબંધિત સમાચાર