મુખ્ય સામગ્રી પર જાઓ

કોમર્શિયલ ગેસના બુકિંગ બંધ! ઇસુદાન ગઢવીની ચેતવણી: "અનેક ફેક્ટરીઓમાં તાળા મારવાની સ્થિતિ"

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ગુજરાતના ઉદ્યોગો પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે ગેસ સપ્લાયમાં 50% કાપ મુકવામાં આવ્યો છે અને કોમર્શિયલ ગેસના ભાવમાં ₹114 નો વધારો થયો છે. રાજકોટ અને મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝ સહિત રાજ્યના અનેક ગેસ આધારિત ઉદ્યોગોમાં ઉત્પાદન બંધ થવાની અને ફેક્ટરીઓને તાળા મારવાની સ્થિતિ ઊભી થઈ છે.

કોમર્શિયલ ગેસના બુકિંગ બંધ! ઇસુદાન ગઢવીની ચેતવણી: "અનેક ફેક્ટરીઓમાં તાળા મારવાની સ્થિતિ"

અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વિડિઓના માધ્યમથી જણાવ્યું હતું કે મિડલ ઈસ્ટમાં ઉભી થયેલી પરિસ્થિતિના કારણે ગેસ સપ્લાયમાં લગભગ 50 ટકા કાપ મૂકવામાં આવ્યો છે. સાથે સાથે કોમર્શિયલ ગેસના સિલિન્ડરમાં 114 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ડિસ્ટ્રિબ્યુશન તરફથી મળતી માહિતી મુજબ હાલ કોમર્શિયલ ગેસના સિલિન્ડરનું બુકિંગ પણ કેટલાક સ્થળોએ બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે રાજકોટ અને મોરબી સહિતના વિસ્તારોમાં આવેલી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. માત્ર રાજકોટ કે મોરબી જ નહીં, પરંતુ રાજ્યના અનેક ગેસ આધારિત ઉદ્યોગો પર તેની પ્રતિકૂળ અસર પડી રહી છે. ગેસના ભાવમાં વધારો અને સપ્લાયમાં અછતને કારણે ઘણા ઉદ્યોગોમાં ઉત્પાદન બંધ થવાની સ્થિતિ ઉભી થઈ રહી છે. તેથી તેમણે સરકારને વિનંતી કરી છે કે નાના અને મધ્યમ ગેસ આધારિત ઉદ્યોગો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, તેમની રજૂઆતો સાંભળીને તાત્કાલિક યોગ્ય નિરાકરણ લાવવામાં આવે, જેથી ગુજરાતના ઉદ્યોગોને આ સંકટનો ઓછામાં ઓછો સામનો કરવો પડે.

આમ આદમી પાર્ટી ગુજરાત
 

સંબંધિત સમાચાર