મુખ્ય સામગ્રી પર જાઓ

ચૂંટણીમાં ગડબડના આરોપો પર AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ઉઠાવ્યા ચૂંટણીપંચ સમક્ષ સવાલ

ગુજરાત રાજ્યના મુખ્ય મથક અમદાવાદ ખાતેથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ વીડિયો સંદેશના માધ્યમથી દેશની ચૂંટણી પ્રક્રિયા, ચૂંટણી પંચના વહીવટ અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ સામે અત્યંત ગંભીર સવાલો ઉઠાવ્યા છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

ચૂંટણીમાં ગડબડના આરોપો પર AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ઉઠાવ્યા ચૂંટણીપંચ સમક્ષ સવાલ

અમદાવાદ / ગુજરાત | આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી પંચમાં ત્રણ કમિશનર હોય અને એમાંથી એક મુખ્ય કમિશનર હોય બાકી બે અન્ય કમિશનરો હોય છે. આ ત્રણેયની સત્તા સમાન હોય છે. બે ચૂંટણી કમિશનરે મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખ્યા હતા અને એમણે ફોર્મ 16 થી લઈને અન્ય ગંભીર સવાલો ઉઠાવ્યા હતા, જેમ કે એમને ખબર નથી એવા નિયમો બનાવવામાં આવ્યા છે. 13 કરોડ મતદારોના નામ ડીલીટ કરવામાં આવ્યા અને બીજા ઉમેરાઈ ગયા, ભાજપની જીત પાછળ આ પણ મોટું કારણ છે. આપણા સ્વતંત્રતા સેનાનીઓએ ખુબ બલિદાનો આપ્યા અને દેશને આઝાદી અપાવી. તો આ દેશમાં કોઈ પાર્ટી રહે કે ના રહે પરંતુ દેશ બચવો જોઈએ, લોકતંત્ર બચવું જોઈએ. હવે આપણે આપણા દેશને ફરીથી ગુલામ બનાવવા નથી માંગતા. જો મતદાનમાં ગડબડ કરીને એક જ પાર્ટી સત્તામાં આવતી રહે અને પછી રાજ્યસભામાં બહુમતી મેળવીને કોઈ કાનૂન ફેરવી નાખશે તો આપણી પાસે કશું નહીં બચે.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગપતિ અદાણી પોતાની મહેનતથી આગળ વધે એમાં અમને વાંધો નથી પરંતુ સરકાર એમને એટલી બધી સવલતો આપે છે, નવા નવા એરપોર્ટો આપી દે છે, કોલસાની ખાણો આપી દે છે, પછી એ લોકો જ આ લોકોને ચૂંટણી ફંડ આપે છે. પછી ગુંડાઓ લુખ્ખાઓ ચૂંટણી જીતી જશે, તો એ બતાવે છે કે આપણે લોકતંત્ર નહીં બચાવી શકીએ. તો GenZ ને મારી વિનંતી છે, યુવાનોને વિનંતી છે, વડીલોને વિનંતી છે કે આ તમામ બાબતો જાણો. વડીલોને ખાસ વિનંતી છે કે GenZ ચેટ જીપીટી અને google સર્ચ કરીને હકીકત જાણે છે એમ તમે પણ જાણો કે ખરેખર શું થઈ રહ્યું છે, મોંઘવારી કેટલી વધી રહી છે, દેવું કેટલું વધી રહ્યું છે, પાડોશી દેશો સાથે આપણા કેવા સંબંધો રહ્યા. વિશ્વગુરુની વાતો દૂર રહી આપણે હવે પાડોશી દેશો સાથે પણ સારા સંબંધ નથી. આપણને જાતિ જ્ઞાતિ ધર્મના આધારે વહેંચી દેવામાં આવ્યા છે, પોલીસથી ડરાવવામાં આવે છે, પોલીસનો દુરુપયોગ કરવામાં આવે છે, તો આ બધી બાબતો મુદ્દે તમે જાગજો અને જો નહીં જાગો તો બહુ જ મોડું થઈ જશે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી ઈસુદાન ગઢવી ચૂંટણી

સંબંધિત સમાચાર