મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

ડાબર હજમોલા દ્વારા ઇન્ડિયાઝ નં.1 ચટકારેબાઝનું સફળતાપૂર્વક આયોજન

પરંપરાગત ઈન્ફ્લુએન્સર્સને પાછળ છોડતા ડાબર હજમોલાએ તેનું ક્રાંતિકારી ડિજિટલ IP, "ઇન્ડિયાઝ નં.1 ચટકારેબાઝ"નું સફળતાપૂર્વક આયોજન પૂર્ણ કર્યું હતું. આ ભારતનો પહેલો એવો સોશિયલ મીડિયા રિયાલિટી શો હતો, જે માત્ર ઇન્સ્ટાગ્રામ પર જ આયોજિત અને પ્રસારિત કરાયો હતો. આ શોના ગ્રાન્ડ ફિનાલેમાં વિજેતાઓને કુલ રુપિયા 3 લાખની પુરસ્કાર રકમ આપવામાં આવી હતી.

ડાબર હજમોલા દ્વારા ઇન્ડિયાઝ નં.1 ચટકારેબાઝનું સફળતાપૂર્વક આયોજન

અમદાવાદ, નવેમ્બર 2025, પરંપરાગત ઈન્ફ્લુએન્સર્સને પાછળ છોડતા ડાબર હજમોલાએ તેનું ક્રાંતિકારી ડિજિટલ IP, "ઇન્ડિયાઝ નં.1 ચટકારેબાઝ"નું સફળતાપૂર્વક આયોજન પૂર્ણ કર્યું હતું. આ ભારતનો પહેલો એવો સોશિયલ મીડિયા રિયાલિટી શો હતો, જે માત્ર ઇન્સ્ટાગ્રામ પર જ આયોજિત અને પ્રસારિત કરાયો હતો. આ શોના ગ્રાન્ડ ફિનાલેમાં વિજેતાઓને કુલ રુપિયા 3 લાખની પુરસ્કાર રકમ આપવામાં આવી હતી. સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય દિવસની ન્યૂઝને મજેદાર, તીખી અને હાસ્યમય ટિપ્પણીમાં ફેરવવાનું હતું - ને હજમોલાની ભાષામાં "ચટપટા કમેન્ટરી" કહેવાઇ. 

આ શોમાં શિવમ પાલ વિજેતા તરીકે સામે આવ્યા. સ્પર્ધાની પરિકલ્પના અને અમલીકરણ Schbang Delhi દ્વારા કરવામાં આવ્યું હતું. શિવમ બાદ આર્યન વૈશ્વ પ્રથમ રનર-અપ અને દિવ્યા બીજા રનર-અપ તરીકે જાહેર થયા હતા. 

ડાબરના માર્કેટિંગ VP શ્રી અજય પરિહારે જણાવ્યું કે, ઇન્ડિયાઝ નં-1 ચટકારેબાઝ દ્વારા અમે એવા લોકોને સન્માન આપવા માંગતા હતા, જે હેડલાઈન્સમાં પણ હાસ્ય શોધી શકે છે અને સામાન્ય સમાચારને લોકોના ચહેરા પર સ્મિત લાવતી ટિપ્પણીઓમાં ફેરવી દે. દેશભરના યુવા પ્રેક્ષકો દ્વારા મળેલો પ્રતિસાગ અદ્દભુત રહ્યો હતો. આ ભારતના આજના યુવાનોની નિર્ભીક બુદ્ધિક્ષમતા અને નેચરલ એબિલિટીને દર્શાવે છે. 

આ પ્રોજેક્ટે ન્યૂઝ કમેન્ટરી અને કોમેડીની દુનિયાને એકસાથે લાવીને ડિજિટલ મનોરંજનને એક નવા સ્તરે પહોંચાડ્યું છે. સમગ્ર સ્પર્ધા ઇન્સ્ટાગ્રામ પર જ ચલાવાયેલી જે ખરેખર ડિજિટલ ફર્સ્ટ રિયાલિટી શો બની ગયો હતો. 

 ડાબરના ડિજિટલ માર્કેટિંગ લીડ હેલ્થકેર એન્ડ ફૂડ્સના શ્રી અભિષેક મહેતાએ કહ્યું કે, આ માત્ર એક કોમ્પિટિશન નહતી, પણ એક સંવાદ બની ગયો હતો. દેશના ખૂણેખૂણેથી ક્રિએટર્સે સ્ક્રોલ કરતા-કરતા હેડલાઈન્સને વાર્તામાં ફેરવી દીધી હતી અને તે રમૂજી વાર્તાઓ લોકો દ્વારા શેર કરાયેલી. 

ગ્રાન્ડ ફિનાલેના શ્રેષ્ઠ ટોચની એન્ટ્રીનું મૂલ્યાંકન જાણીતા જજ પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં RJ રૌનક, શુભમ ગૌર અને આદિત્ય કુલશ્રેષ્ઠ (કુલ્લુ) સામેલ હતા. તેમણે વિજેતાઓને તેમની હાસ્યસભર બુદ્ધિ, મૂળ વિચાર અને "ચટાકા"ને આધારે ગુણાંક આપ્યા હતા. 

Schbang Delhi ના ક્રિએટિવ લીડ યશસ્વી ટિક્કુએ જણાવ્યું કે, અમારું વિઝન કન્ટેન્ટ અને કન્મેન્ટરી વચ્ચેની રેખાને ઓળખવાનું હતું. શરુઆતમાં અમે માત્ર હાસ્ય માટેનું પ્લેટફોર્મ બનાવી રહ્યા હતા. પણ અંતે આ સાંસ્કૃતિક અભિવ્યક્તિનું મંચ બની ગયું. આ સુંદર પ્રવૃત્તિએ સાબિત કર્યું કે, કોમેડી સમયસર, પ્રાસંગિક અને અસરકારક હોઇ શકે છે. આ સમગ્ર અભિયાન મીમ પેજ, માઇક્રો અને નેનો ઇન્ફ્લુએન્સર્સ દ્વારા મોટાપાયે ઓર્ગેનિક પહોંચ મેળવી, જેનાથી ભારતના "ચટપટા" રમૂજને પ્રોત્સાહન આપતી બ્રાન્ડ તરીકે હજમોલાનું સ્થાન મજબૂત બન્યું. 

fashion

સંબંધિત સમાચાર

travel