(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના હરીપુરા ગામમાં ચાલતા જુગાર પર પોલીસે છાપો મારી મુદ્દામાલ સાથે જુગારીઓ ને ઝડપી લીધા હતા.
મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા પોલીસે ચેકીંગ દરમિયાન હરીપુરા ગામથી (૧) અક્ષયભાઇ ગુલાબભાઇ વસાવા (૨) સતિષભાઇ ભીમસિંગભાઇ મોવાસી (૩) અમરસિંગભાઇ ઢોળીદાસભાઇ મોવાસી (૪) રાજુભાઇ વનકરભાઇ મોવાસી(૫) નિલેશભાઇ ગુલાબભાઈ મોવાસી(૬) સુરેશભાઇ ધનજીભાઈ મોવાસી (૭) રાજુભાઇ છત્રસિંગભાઇ મોવાસી(૮) જલમસિંગભાઇ ફુલસિંગભાઈ મોવાસી(૯) કિરીટભાઇ દીલીપભાઇ વસાવા લ (૧૦) અજયભાઇ અર્જુનભાઇ વસાવા, તમામ રહે. હરીપુરા ને હારજીતનો જુગાર રમી રમાડતા દાવ પરના રોકડા રૂ.૨૦૦/- તેમની અંગ ઝડતીના રોકડા રૂ.૧૩૩૦/- મળી કુલ કિ.રૂ.૧૫૩૦/-ના જુગાર રમવાના સાહીત્ય સાથે પકડાઇ જઇ ગુનો કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.