ગુરુગ્રામ : એર ઈન્ડિયાના એવોર્ડ-વિનિંગ ફ્રિક્વન્ટ ફ્લાયર પ્રોગ્રામ મહારાજા ક્લબે આજે પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઈન્ડિયા (PGTI) સાથે ભાગીદારી કરવાની જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ મહારાજા ક્લબ ઓગસ્ટ 2026થી એપ્રિલ 2027 દરમિયાન સમગ્ર ભારતમાં યોજાનારી DP World PGTI ટૂર્નામેન્ટ્સ માટે ઓફિશિયલ ટ્રાવેલ પાર્ટનર બનશે.
આ ભાગીદારી સર્વશ્રેષ્ઠતા માટે કટિબદ્ધ એવી બે બ્રાન્ડ્સને એકજૂટ રજૂ કરે છે અને ટ્રાવેલથી પણ આગળ જઈને ખાસ લાઇફસ્ટાઇલને લગતા અનુભવો પૂરા પાડવા પર મહારાજા ક્લબ સતત ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. આ જોડાણ મારફતે મહારાજા ક્લબ ભારતમાં પ્રોફેશનલ ગોલ્ફના સતત થઈ રહેલા વિકાસને ટેકો આપશે તથા તે સાથે જ પોતાના મેમ્બર્સને આ રમત સાથે જોડાવાની ખાસ તકો પૂરી પાડશે.
ઓફિશિયલ ટ્રાવેલ પાર્ટનર તરીકે મહારાજા ક્લબ ટૂર્નામેન્ટ કેલેન્ડર દરમિયાન સમગ્ર ભારતમાં યોજાનારી DP World PGTI ઈવેન્ટ્સમાં ભાગ લેનારા ખેલાડીઓ અને અધિકારીઓ માટે સાનુકૂળ મુસાફરીની વ્યવસ્નેથા સુનિશ્ચિત કરશે, જેથી તેઓ તેમના પર્ફોમન્સ અને સ્પર્ધા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે.
આ ભાગીદારી પસંદગીની ટૂર્નામેન્ટ્સમાં વિશેષ અનુભવોની સંભાવના પણ ખોલશે,જેમાં મહારાજા ક્લબના સભ્યો માટે પ્રિવિલેજ્ડ એક્સેસ,હોસ્પિટાલિટી અને મેમ્બર એન્ગેજમેન્ટની તકોનો સમાવેશ થાય છે.આ પહેલ ભારતના અગ્રણી ટ્રાવેલ અને લાઈફસ્ટાઇલ લોયલ્ટી પ્રોગ્રામ્સ તરીકે મહારાજા ક્લબના સ્થાનને વધુ મજબૂત બનાવે છે.
DP World PGTIના પ્રેસિડેન્ટ શ્રી કપિલ દેવએ આ જોડાણ અંગે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે:"DP World પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયાના ઓફિશિયલ ટ્રાવેલ પાર્ટનર તરીકે એર ઇન્ડિયાનું સ્વાગત કરતા અમને ખૂબ આનંદ થાય છે. જેમ-જેમ આ ટૂર પોતાનો વ્યાપ વધારી રહી છે અને ભારતમાં પ્રોફેશનલ ગોલ્ફના સ્તરને વધુ ઊંચું લઈ જઈ રહી છે ત્યારે એર ઇન્ડિયા મહારાજા ક્લબ જેવી વિશ્વસનીય અને પ્રતિષ્ઠિત બ્રાન્ડને અમારી સાથે જોડાવાથી વ્યાપક પ્રમાણમાં મૂલ્યમાં ઉમેરો થાય છે.આ ભાગીદારી અમારા ખેલાડીઓ, અધિકારીઓ અને વિવિધ હિતધારકો માટે સીમલેસ ટ્રાવેલની બાબતને સુનિશ્ચિત કરશે,જેથી તેઓ સંપૂર્ણપણે પોતાના પ્રદર્શન અને શ્રેષ્ઠતા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે."
એર ઈન્ડિયાના ચીફ કોમર્શિયલ ઓફિસર શ્રી નિપુણ અગ્રવાલે જણાવ્યું હતું કે,"DP World પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયા સાથે ભાગીદારી કરવા બદલ અને દેશમાં ગોલ્ફના વિકાસમાં યોગદાન આપવા માટે અમે અત્યંત ખુશી અનુભવી છીએ.એર ઇન્ડિયા ખાતે અમે સીમલેસ ટ્રાવેલ એક્સપિરીયન્સ પૂરા પાડી રમતગમત ક્ષેત્રમાં સર્વ શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે દ્રઢપણે કટિબદ્ધ છીએ.આ ભાગીદારી દ્વારા અમારો ઉદ્દેશ્ય દેશભરમાં રમી રહેલા ખેલાડીઓને મદદ કરવાનો છે અને તે સાથે જ અમારા મહારાજા ક્લબના સભ્યો માટે ખાસ અને યાદગાર અનુભવોનું સર્જન કરવાનો છે."
આ ભાગીદારી સમગ્ર સિઝન દરમિયાન યોજાનારી DP World PGTI ટૂર્નામેન્ટ્સમાં પ્રશંસકો માટે તૈયાર કરાયેલી વિશેષ પ્રવૃત્તિઓ દ્વારા સક્રિય કરવામાં આવશે.પોતાના વ્યાપક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ઉપયોગ કરીને એર ઇન્ડિયા ભારતીય ગોલ્ફના વ્યાપ તથા તેની ઓળખને દેશમાં તેમજ સમગ્ર વૈશ્વિક લેવલ પર વિસ્તરણ 'DP Word PGTI'ના લક્ષ્યાંકને પણ ટેકો આપશે.