મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

ધાબા ગ્રાઉન્ડ ધ્રૂજી ઉઠ્યું! નર્મદામાં પહેલીવાર રબર મેટ પર કબડ્ડીનો ધમાકો

રાજપીપલાના ધાબા ગ્રાઉન્ડ પર નર્મદા જિલ્લામાં પ્રથમ વખત રબર મેટ કબડ્ડી! 500+ ખેલાડીઓએ રોમાંચક મેચો રમી, યુવાનોમાં નવો જુસ્સો જગાવ્યો.

ધાબા ગ્રાઉન્ડ ધ્રૂજી ઉઠ્યું! નર્મદામાં પહેલીવાર રબર મેટ પર કબડ્ડીનો ધમાકો

રાજપીપલા: રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમતગમત
અધિકારીની કચેરી દ્વારા ધાબા ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં ભાઈઓ-બહેનો સહિત કુલ ૫૦૦થી વધુ ખેલાડીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. નોંધનીય છે કે, જિલ્લામાં સૌપ્રથમ વખત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણની રબર મેટ પર આ સ્પર્ધા યોજાઈ હતી, જેની દરેક ખેલાડીએ ખૂબ પ્રશંસા કરી હતી.

જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી દિનેશભાઈ ભીલના માર્ગદર્શન અને અથાગ પરિશ્રમથી સ્પર્ધા આયોજનબદ્ધ રીતે યોજાઈ હતી. ગુરુવારની પૂર્વ સંધ્યાએ રમાયેલી રોમાંચક ફાઈનલ મેચની સાથએ સ્પર્ધાની પૂર્ણાહુતિ થઈ હતી. આવા આયોજનથી નર્મદા જિલ્લાના રમતવીરોમાં પણ જુસ્સાવર્ધન થશે, અને ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવાની પ્રેરણા મળશે.

fashion

સંબંધિત સમાચાર

travel