મુખ્ય સામગ્રી પર જાઓ

ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું, AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું “દેશના યુવાનોની જીત થઇ”

કોક્રોચ જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલા આંદોલન બાદ હવે આખરે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે આખરે યુવાનોની જીત થઈ, એકતાની જીત થઈ. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું.

ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું, AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું “દેશના યુવાનોની જીત થઇ”

કોક્રોચ જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલા આંદોલન બાદ હવે આખરે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે આખરે યુવાનોની જીત થઈ, એકતાની જીત થઈ. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું. નીટનું પેપર લીક થાય છે અને આ બાબતે ફક્ત નિવેદનો ચાલતા હતા ત્યારે અભિજીત દીપકેએ કોક્રોચ જનતા પાર્ટી બનાવી અને એમાં કરોડો લોકો જોડાયા. એટલું જ નહીં પરંતુ સોનમ વાંગચૂકજીએ 26 દિવસ સુધી અનશન કર્યું. સાથે સાથે કરોડો યુવાનો જોડાયા એટલા માટે આ શક્ય બન્યું. અલગ અલગ પાર્ટીઓએ પણ પોતાની વિપક્ષની ભૂમિકાઓ ભજવી છે પરંતુ સૌથી પહેલા અભિનંદન યુવાનોની એકતાને જાય છે.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, સત્તા પર કોને બેસાડવા છે અને કોને ઉતારવા છે એ ભારતના યુવાનો નક્કી કરે છે. પોલિટિકલ પાર્ટીઓ જ્યારે વિરોધ કરે તો તેમની ડિટેન કરી દેવામાં આવે છે, તેમને ઘરે બેસાડી દેવામાં આવે છે પરંતુ જ્યારે 20 કરોડ યુવાનો પોતપોતાના વિસ્તારમાં બહાર નીકળે છે પછી ભલે એ જજના દીકરા દીકરી કર્યો હોય, નેતાના દીકરાઓ હોય કે આઈએએસ - આઈપીએસના દીકરા દીકરી હોય, ફિલ્મ સ્ટાર હોય સામાજિક સંગઠનો સહિત કરોડો લોકો રસ્તા પર ઉતર્યા અને સ્વયંભૂ આંદોલન ચલાવ્યું અને આ આંદોલનમાં યુવાનોની જીત થઈ, યુવાનોની એકતાની જીત થઈ અને આખરે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું. યુવાનો પર ઘણા આક્ષેપો કરવામાં આવ્યા કે વિદેશથી ફંડ આવી રહ્યું છે, ચીનના એજન્ટ છે. પરંતુ યુવાનોએ એક જ માંગ રાખી કે અમારે રાજીનામું જોઈએ છે. ભાજપની કોઈ ચાલ ચાલી નહીં, યુવાનો એક રહ્યા અને અંત સુધી યુવાનો અડગ રહ્યા. આ GenZની જીત છે, આ GenZ ધારે એ બધું કરી શકે છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: કોક્રોચ જનતા પાર્ટી ધર્મેન્દ્ર પ્રધાન

સંબંધિત સમાચાર