સાવરકુંડલા : સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના કાર્યાલય, સત્વ અટલધારા ખાતે આયુષ્માન વયવંદના કાર્ડ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, "વડીલોના સ્વાસ્થ્યની સંભાળ રાખવી એ આપણી સામાજિક અને નૈતિક ફરજ છે. આયુષ્માન વયવંદના કાર્ડ દ્વારા તેમને ઉત્તમ આરોગ્ય સેવાઓ સુલભ બનશે અને તેમનું જીવન વધુ સુવિધાયુક્ત બનશે.આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના વયોવૃદ્ધ નાગરિકોને આયુષ્માન વયવંદના કાર્ડનું વિતરણ કરવાનો હતો,જેના દ્વારા તેમને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળી શકશે.
આયોજિત આ કેમ્પમાં શહેર તેમજ ગ્રામ્ય અનેક વડીલ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તેમને આ કેમ્પમાં બે દિવસ માં૧૭૮ આયુષ્માન વયવંદના કાર્ડ કાઢવામાં આવ્યા. આ કાર્ડ થકી, વડીલો હવે આરોગ્યસેવાઓની ઉપલબ્ધતાઓનો લાભ લઈ શકશે, જે તેમના સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
આ કાર્ડ પ્રાપ્ત કરનાર વડીલ નાગરિકોએ ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે, સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય ભાજપ દ્વારા આયોજિત આ કેમ્પ સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને નાગરિકોના કલ્યાણ માટેના પ્રયાસોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.


