મુખ્ય સામગ્રી પર જાઓ

DRM શ્રી વેદ પ્રકાશે વડનગર રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું

અમદાવાદ ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) શ્રી વેદ પ્રકાશે ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ વરિષ્ઠ અધિકારીઓ સાથે વડનગર રેલવે સ્ટેશનનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે રેલ સુરક્ષાના પગલાં, મુસાફરો માટેની સુવિધાઓ અને સ્ટેશન પરિસરમાં યોજાનારા આગામી કાર્યક્રમ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.

DRM શ્રી વેદ પ્રકાશે વડનગર રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું

અમદાવાદ | મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ શ્રી વેદ પ્રકાશ એ 16 સપ્ટેમ્બર 2026 ના રોજ સિનિયર અધિકારીઓની સાથે વડનગર રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે સ્ટેશન સંકુલમાં રેલવે સંરક્ષા, યાત્રી સુવિધાઓ તથા આગામી કાર્યક્રમને ધ્યાનમાં રાખતાં કરવામાં આવેલ વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી. 

નિરીક્ષણ દરમિયાન ઊંઝાના ધારાસભ્ય શ્રી કે.કે. પટેલ, મહેસાણા જિલ્લા પ્રભારી અને પૂર્વ મેયર, વડોદરા શ્રી ભરતભાઈ ડાંગર તથા મહેસાણા જિલ્લા મહામંત્રી શ્રી કમલભાઈ પટેલ સહિત જનપ્રતિનિધિ અને રેલવેના સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. 

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી ના 76મા જન્મદિવસ પર વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ 

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી ના 76મા જન્મદિવસના અવસર પર પર્યાવરણ સંરક્ષણ અને હરિત ભવિષ્યના સંદેશાને સામાન્ય જનતા સુધી પહોંચાડવાના ઉદ્દેશથી 17 સપ્ટેમ્બર 2026 ના રોજ વડનગર સ્ટેશન પર વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમ ‘સ્વચ્છતામાં સહભાગ: સ્વચ્છ ભારત, વિકસિત ભારત’ અભિયાન હેઠળ આયોજિત કરવામાં આવી રહ્યો છે. 

આ વિશેષ અવસર પર 76 દિવ્યાંગ ખેલાડીઓ દ્વારા 76 છોડનું છોડરોપણ કરવામાં આવશે. આની સાથે જ દિવ્યાંગ ખેલાડીઓની સહભાગીતાને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી સ્પોર્ટ્સ કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવશે. આ પહેલ પર્યાવરણ સંરક્ષણની સાથે-સાથે દિવ્યાંગ ખેલાડીઓની સક્રિય સહભાગીતા અને સમાવેશી સમાજની ભાવનાને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયત્ન છે. 

‘છોડરોપણથી સંરક્ષણ સુધી’ ની પહેલ 

ઉલ્લેખનીય છે કે 17 સપ્ટેમ્બર 2025 ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી ના 75મા જન્મદિવસના અવસર પર ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વડનગર રેલવે સ્ટેશન પર 75 છોડનું છોડરોપણ કરવામાં આવ્યું હતું.

પાછલા એક વર્ષ દરમિયાન આ છોડની નિયમિત દેખરેખ અને સંરક્ષણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. સતત દેખરેખના પરિણામે વાવવામાં આવેલા છોડ આજે સ્વસ્થ અને વિકસિત થઈને હર્યા-ભર્યા વૃક્ષોનું રૂપ લઈ ચુક્યા છે તથા ફળ-ફૂલથી સમૃદ્ધ થઈ રહ્યા છે. 

આ જ ક્રમમાં આગળ વધતાં આ વર્ષે 76 નવા છોડનું છોડરોપણ કરવામાં આવશે. અમદાવાદ મંડળની આ પહેલ ‘છોડરોપણથી સંરક્ષણ સુધી’ ની ભાવનાને સાકાર કરતાં રેલવે સંકુલોને સ્વચ્છ, હરિત અને પર્યાવરણ-અનુકૂળ બનાવવાની દિશામાં સતત પ્રયત્નનો ભાગ છે. 

ડીઆરએમ એ તૈયારીઓ અને યાત્રી સુવિધાઓની કરી સમીક્ષા 

આગામી કાર્યક્રમની તૈયારીઓને ધ્યાનમાં રાખતાં મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ એ વડનગર રેલવે સ્ટેશનનું તળસ્પર્શી નિરીક્ષણ કર્યું. તેમણે સ્ટેશન સંકુલ, યાત્રી સુવિધાઓ, સ્વચ્છતા, સંરક્ષા તથા કાર્યક્રમથી સંબંધિત વ્યવસ્થાઓની સમીક્ષા કરી. 

ડીઆરએમ એ સંબંધિત અધિકારીઓને યાત્રી સુવિધાઓને વધુ ઉત્તમ બનાવવા, સ્ટેશન સંકુલમાં સ્વચ્છતા જાળવી રાખવા તથા રેલવે સંરક્ષા પરિમાણોને સુદ્રઢ કરવાના જરૂરી નિર્દેશ આપ્યા. 

અમદાવાદ મડળ દ્વારા પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા, યાત્રી સુવિધાઓ અને રેલવે સંકુલોના સમગ્ર વિકાસ માટે સતત વિવિધ પહેલો કરવામાં આવી રહી છે. વડનગર રેલવે સ્ટેશન પર આયોજિત થનાર આ વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ આ જ દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે પર્યાવરણ સંરક્ષણની સાથે-સાથે સામાજિક સહભાગીતા અને સમાવેશનનો સંદેશ પણ આપશે. 

Tags: DRM વેદ પ્રકાશ વડનગર રેલવે સ્ટેશન મંડળ રેલ પ્રબંધક

સંબંધિત સમાચાર