અમદાવાદ/દેવભૂમિ દ્વારકા/જામનગર/ગુજરાત
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દ્વારકા અને ખંભાળિયા વિસ્તારમાં આવનારી મોટી વીજળીની લાઈનોના મુદ્દે એક વીડિયો મારફતે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જાગો દ્વારકાવાસીઓ જાગો. દ્વારકા અને ખંભાળિયામાં ફરીથી મોટી લાઈનો આવી રહી છે અને એ આપણા સૌ માટે ચિંતાજનક છે. ખંભાળિયા અને દ્વારકામાં નોટિસ આવી છે જેમાં એસીએમઈ (ACME) સન પાવર પ્રાઇવેટ લિમિટેડ ૨૨૦ કેવીની મોટી વિદ્યુત લાઈન લઈને આવે છે. લાઈન આવે છે એના માટેનું નોટિફિકેશન સપ્ટેમ્બર ૨૬, ૨૦૨૬ના રોજ બહાર પાડ્યું છે. ચિંતાની વાત એ છે કે ગ્રામવાસીઓને આ બાબતે કોઈ જ ખબર નથી. જે આપણા પોલિટિકલ આગેવાનો છે, જે આમાંથી ધંધા અને કોન્ટ્રાક્ટ લેવાના છે, એ આપણને ખબર પડવા દેશે નહીં. એટલા માટે હું વિનંતી અને અપીલ કરું છું કે એક-એક ગામમાં આ વિડિયો પહોંચાડો. આ પ્રકાશિત થયા પછી બે મહિનાની અંદર આપણે વાંધા અરજી લખવી પડશે. જો બે મહિનામાં વાંધા અરજી નહીં કરીએ તો એ સમજી લેશે કે આપણને કોઈ વાંધો નથી. આપણા નેતાઓ જે આમાં મલાઈ ખાવાના છે એ આપણને ખબર નહીં પડવા દે અને પછી કહેશે કે આ તો ઉપરથી આવ્યું છે. પછી પોલીસ ભાડે બોલાવીને આપણને તગેડી મૂકશે, એટલા માટે મારે આ વિડિયો બનાવવાની જરૂર પડી છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતુ કે, આ લાઇન ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના અનેક ગામડાઓમાંથી પસાર થવાની છે. ખંભાળિયા તાલુકાના ગામડાઓમાં કોટા, કોલવા, ભાટગામ, શક્તિનગર, કાંડોરના, તથિયા, માનજા, માનઝા, લલિયા, ભાંખોખરી, રામનગર, ભિંડા, વિંજલપર, મોતી ખોખરી, ભરા બેરાજા, ભરા બેરાજા મોટી, ખોખરી, જુવાનગઢ, કેશોદ, ખજુરિયા, મધુપુર, ઠાકર શેરડી, ભડથર, પીપરીયા, ગોલન શેરડી, ભાટેલ, મોવાન, સિદ્ધપુર, શેડા ભડથર, શેડા ભડ્થર, કોટડિયા, દત્રાણા, હંજદાપર, હડાપુર, તાલુકા, સોનારદી, નવા તથિયા, વિરમદાદ, નવા વિરમદાદ, રામગઢનો સમાવેશ થાય છે. આટલા ગામડાના લોકોએ વાંધા અરજી આપી દેવી એવું નોટિફિકેશનમાં છે, પણ આપણને ખબર જ નથી કે શેની લાઇન આવે છે, શું આવે છે, કેટલામાં આવે છે કે કઈ રીતે વાંધા અરજી આપવી. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના પણ ગામો છે, જેમાં કનકપુર, કનકપર શેરડી, કનકપરશેરડી, કનપર શેરડી, કનપરશેરડી, ચપર, મેઘપુર ટીટોડી, ગોકુલપર, ધૂમથર, ધુમથલ, જામપર, માનપર, સિદસરા, લહેરગઢ, ગઢકા, ગઢકા, જામ ગઢકા, ઉદેપુર, ઉદયપુર, પાટેલકા, ભોપાલકા, ભોપાલકા આર એસ, ખાબરદા, જુવાનપુર, જુવાનપર, નંદાના, કેનેડી, રણ, માદી, લિમ્બડી, મંગરિયા, ભાટિયા, ગાગા, રણજીતપુર, મહાદેવિયા, મેવાસા, પિંડારા, ગુર્ગઢ, બામનાસા, ગોકુલપર, ભટવડિયા, નવી મોવાન, ખિઝડાદ, નવા ખિઝડાદ, શિવનગર, દમણગર, વટુડિયા, ધર્મશાલા, શ્રીનગર, ચૂર, હરિપર, કબીરનગર સહિતના ગામો છે. મારી આપને વિનંતી છે કે હું, ઈસુદાનભાઈ તમારી સાથે ઊભા છે, કોઈ ગામે ચિંતા કરવાની જરૂર નથી. આ ગામો વચ્ચેથી લાઈનો નીકળશે તેમાં ભાજપવાળા તો કોઈ બોલવાના નથી, કારણ કે એમને તો મલાઈ મળવાની છે અને એ તો રાહ જુએ છે કે “લાઈનો આવવા દો, આપણા વાલા ભલે પીડાય પણ અમને માલ મળશે.”
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતુ કે, તમારે ચિંતા કરવાની જરૂર નથી, આમાં વાંધા અરજી આપવાની છે. વાંધા અરજી માટેનું નામ, નંબર અને ઈમેલ એડ્રેસ પણ આપેલું છે. વાંધા અરજી માટે તમે કદાચ ઈમેલ નહીં કરી શકો, નહીં થાય તો કોઈ ચિંતા ન કરતા. હું પણ કેટલાક ગામોમાં આવવાનો છું. તમે બધા લોકો જાગૃત થાઓ, જે ગામ આવે છે એના વિડીયો બનાવો અને નક્કી કરો. એ ગામમાં આપણે ટેબલ નાખીને પોતે વાંધા અરજી સાઈન કરીને મોકલાવીશું અને મોકલાવવાની જવાબદારી તમારા વતી મારી છે. આ લોકોનું ષડયંત્ર જુઓ કે આ બે મહિનામાં આપણે ખબર જ નથી પડવા દેવાના. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમારી ટીમો આવશે. જરૂર પડે હવે મોબાઈલ નંબર પણ ગામ દીઠ આપીશું કે આ વ્યક્તિને તમારે વાંધા અરજી લખાવી આવવાની. વાંધા અરજી આપણે તૈયાર કરી દેશું અને તમારા ગામમાં આવીને પણ ભરીશું. ૨૨૦ કેવી સિંગલ સર્કિટ લાઈન ખંભાળિયા અને દ્વારકામાં મોટા ભાગના ગામડાઓમાં કરોળિયાના જાળાની જેમ લાગવાની છે. આપણે સૌ એક થઈએ, વાંધા અરજીઓ આપીએ. આપણી ટીમ આવે ત્યારે ફેસબુક અને સોશિયલ મીડિયાથી કનેક્ટ રહેજો. વાંધા અરજીઓ સરકાર અને કંપનીઓને પહોંચાડીશું.
આમ આદમી પાર્ટી ગુજરાત