ગાંધીનગર | ભારતના અગ્રણી બસ અને કોચ ઉત્પાદકોમાંના એક, એમજી ગ્રૂપે ગુરુવારે 'પ્રવાસ 2026' માં તેના નેક્સ્ટ જનરેશનના પ્રીમિયમ કોચ પ્લેટફોર્મ, 'સ્ટાર્ઝ'નું અનાવરણ કર્યું, જે એન્જિનિયરિંગ ઉત્કૃષ્ટતા, ઉન્નત સુરક્ષા, શ્રેષ્ઠ પેસેન્જર આરામ અને ટકાઉ ઉત્પાદન દ્વારા પેસેન્જર મોબિલિટીને આગળ વધારવા માટેની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
આ ત્રિ-દિવસીય પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ શ્રીમતી મીરાબેન પટેલ, માનનીય મેયર, ગાંધીનગર અને શ્રી કૌશિક જૈન, માનનીય ધારાસભ્ય, દરિયાપુર, ગુજરાતની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જેમણે ગેસ્ટ ઓફ ઓનર તરીકે આ પ્રસંગની શોભા વધારી હતી. આ ઉદ્ઘાટન સાથે નવીનતા, ઉત્પાદન પ્રદર્શન, વ્યાપારી જોડાણ અને ઉદ્યોગ સહયોગના ત્રણ દિવસનો પ્રારંભ થયો.
‘સ્ટાર્ઝ’નું લોકાર્પણ એમજી ગ્રૂપની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને ભવિષ્ય માટે તૈયાર મોબિલિટી સોલ્યુશન્સ વિકસાવવાના કંપનીના દ્રષ્ટિકોણને ખુબ સારી રીતે દર્શાવે છે, જે ફ્લીટ ઓપરેટર્સ, OEM ભાગીદારો અને મુસાફરોની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરે છે. વ્યાપક ગ્રાહક સંપર્ક અને બજારના અભ્યાસ દ્વારા વિકસિત, ‘સ્ટાર્ઝ’ પ્રીમિયમ કોચ સેગમેન્ટમાં નવા માપદંડો સ્થાપિત કરવા માટે આધુનિક ડિઝાઇન, અદ્યતન એન્જિનિયરિંગ અને ઓપરેશનલ કાર્યક્ષમતાનું સંયોજન કરે છે.
એમજી ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી અનિલ મોહન કામતે જણાવ્યું હતું કે "ભારતનું પેસેન્જર ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્ર સુરક્ષા, આરામ, વિશ્વસનીયતા અને ટકાઉપણાની ઉચ્ચ અપેક્ષાઓને કારણે એક મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. સ્ટાર્ઝ બજારની આ બદલાતી પરિસ્થિતિઓ પ્રત્યેનો અમારો પ્રતિભાવ છે. તે દાયકાઓની ઉત્પાદન કુશળતા, ગ્રાહકોની ઊંડી સમજ અને નવીનતા પરના સતત ધ્યાનને પ્રદર્શિત કરે છે. વધુ મહત્ત્વની વાત એ છે કે, તે એવા મોબિલિટી સોલ્યૂશન્સ બનાવવા માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે જે ઓપરેટરો માટે લાંબા ગાળાનું મૂલ્ય પ્રદાન કરવાની સાથે મુસાફરો માટે પ્રવાસના અનુભવને વધુ ઉચ્ચ બનાવે છે."
બસ અને કોચ ઉત્પાદનમાં ત્રણ દાયકાથી વધુની કુશળતા સાથે, એમજી ગ્રૂપે અગ્રણી OEMs (ઓઈએમ), સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ્સ (STUs), ખાનગી ફ્લીટ ઓપરેટર્સ અને સંસ્થાકીય ગ્રાહકોને સેવા આપતા એક વિશ્વસનીય મોબિલિટી સોલ્યુશન્સ પ્રોવાઈડર તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી છે. આ ગ્રૂપ ઇકોનોમી, પ્રીમિયમ અને લક્ઝરી ટ્રાન્સપોર્ટેશન સેગમેન્ટ્સમાં પ્રોડક્ટ ડિઝાઇન, એન્જિનિયરિંગ, કમ્પોઝિટ્સ, ઉત્પાદન અને એન્ડ-ટુ-એન્ડ મોબિલિટી સોલ્યૂશન્સને આવરી લેતી સંકલિત ક્ષમતાઓ પ્રદાન કરે છે.
બે વિશ્વસ્તરીય મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝમાં એન્જિનિયરિંગ ઉત્કૃષ્ટતા જોવા મળશે
એમજી ગ્રૂપની મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમનો મુખ્ય આધાર વ્યૂહાત્મક રીતે સ્થિત બે સુવિધાઓ છે, જે કર્ણાટકના બેલાગવી અને તેલંગાણાના ઝહીરાબાદમાં તેની ફ્લેગશિપ કંપની, એમજી ઓટોમોટિવ્સ (બસ એન્ડ કોચ) પ્રા. લિ. દ્વારા સંચાલિત થાય છે.
બેલાગવી: પ્રીમિયમ કોચ મેન્યુફેક્ચરિંગ માટે 'સેન્ટર ઓફ એક્સેલન્સ'
બેલાગવી ફેસિલિટી પ્રીમિયમ અને સુપર-પ્રીમિયમ કોચના ઉત્પાદન માટે એમજી ગ્રૂપના ફ્લેગશિપ સેન્ટર તરીકે કાર્ય કરે છે. અદ્યતન ફેબ્રિકેશન સિસ્ટમ્સ, પ્રિસિઝન વેલ્ડિંગ ટેક્નોલોજીઓ, આધુનિક પેઇન્ટિંગ સુવિધાઓ, ઇન્ટિગ્રેટેડ ટ્રિમિંગ લાઇન્સ અને ક્વોલિટી એશ્યોરન્સ પ્રક્રિયાઓથી સજ્જ આ ફેસિલિટી એવા કોચનું ઉત્પાદન કરે છે જે ગુણવત્તા, સુરક્ષા અને વિશ્વસનીયતાના વિશ્વસ્તરીય માપદંડોને પૂર્ણ કરે છે.
બેલાગવી એમજી ગ્રૂપની પ્રીમિયમ મોબિલિટી પહેલનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે અને એવા નવીન કોચ પ્લેટફોર્મ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે જે શ્રેષ્ઠ રાઇડ ક્વોલિટી (મુસાફરીની ગુણવત્તા), મુસાફરો માટે વધુ આરામ, પ્રીમિયમ ઇન્ટિરિયર્સ અને ઓછા લાઇફસાઇકલ ખર્ચ (જીવનચક્ર ખર્ચ) પ્રદાન કરે છે.
ઝહીરાબાદ: હાઈ-વોલ્યૂમ મેન્યુફેક્ચરિંગ હબ
ઝહીરાબાદ ફેસિલિટી એમજી ગ્રૂપના મેન્યુફેક્ચરિંગ નેટવર્કનો એક મુખ્ય સ્તંભ બની રહી છે, જે OEM અને રિટેલ ગ્રાહકો બંને માટે સ્કૂલ બસ, સ્ટાફ ટ્રાન્સપોર્ટેશન વાહનો, મોફ્યુસિલ (પ્રાદેશિક) એપ્લિકેશન્સ, સંસ્થાકીય મોબિલિટી સોલ્યૂશન્સ અને ઇકોનોમી કોચ સેગમેન્ટ્સમાં મોટા પાયે ઉત્પાદનને સમર્થન આપે છે.
એમજી ગ્રૂપ વધતી જતી બજારની માંગને પહોંચી વળવા માટે મેન્યુફેક્ચરિંગ કાર્યક્ષમતા, પ્રોસેસ એક્સેલન્સ , લાઇટવેઇટ કમ્પોઝિટ્સ, વર્કફોર્સ ડેવલપમેન્ટ અને ઇન્ટિગ્રેટેડ પ્રોડક્શન સિસ્ટમ્સમાં રોકાણ દ્વારા આ ફેસિલિટીને વધુ મજબૂત કરવાનું ચાલુ રાખે છે.
સ્ટાર્ઝ: પ્રીમિયમ પેસેન્જર મોબિલિટીની નવી વ્યાખ્યા
ગ્રાહકો, ફ્લીટ ઓપરેટર્સ અને OEM ભાગીદારો સાથેના વ્યાપક પરામર્શ (ચર્ચા-વિચારણા) પછી ડિઝાઇન કરવામાં આવેલ, સ્ટાર્ઝને માલિકી અને મુસાફરીનો એક અલગ જ અનુભવ પ્રદાન કરવા માટે એન્જિનિયર કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ આધુનિક સ્ટાઇલ, સ્પેસનો બુદ્ધિપૂર્વકનો ઉપયોગ, ઉન્નત સુરક્ષા, મુસાફરો માટે શ્રેષ્ઠ આરામ, ઑપ્ટિમાઇઝ્ડ રાઇડ ડાયનેમિક્સ (શ્રેષ્ઠ સવારી અનુભવ) અને સુંદર ઓપરેશનલ કામગીરીનું સંયોજન કરે છે.
લાઇફસાઇકલ ખર્ચ ઘટાડવા અને ફ્લીટ અપટાઇમને મહત્તમ કરવા પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવા સાથે, સ્ટાર્ઝ ઓપરેટરોને પ્રીમિયમ સર્વિસના ધોરણો જાળવી રાખીને વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવે છે. ઇન્ટરસિટી , સ્ટાફ ટ્રાન્સપોર્ટેશન, ટુરિઝમ અને પ્રીમિયમ ફ્લીટ ઓપરેટરોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સ્ટાર્ઝને બહુવિધ કન્ફિગરેશન્સમાં ઓફર કરવામાં આવશે. આ પ્લેટફોર્મ ડીઝલ અને વૈકલ્પિક-ઇંધણ પાવરટ્રેન વિકલ્પોમાં ઉપલબ્ધ હશે, જે ગ્રાહકોને તેમની ઓપરેશનલ જરૂરિયાતો અને ટકાઉપણાના લક્ષ્યો માટે સૌથી યોગ્ય કન્ફિગરેશન પસંદ કરવામાં સક્ષમ બનાવશે.
સ્ટાર્ઝને (કન્ફિગરેશન અને એપ્લિકેશન/ઉપયોગના આધારે) અંદાજિત 39 લાખ રૂપિયાથી શરૂ થતી કિંમત સાથે ગ્રાહકોના વિશાળ વર્ગની જરૂરિયાતો પૂરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ્સ (STUs), ખાનગી ફ્લીટ ઓપરેટર્સ, કોર્પોરેટ મોબિલિટી પ્રોવાઇડર્સ અને સંસ્થાકીય ટ્રાન્સપોર્ટેશન સેગમેન્ટ્સનો સમાવેશ થાય છે. સ્ટાર્ઝ પ્લેટફોર્મ માટેનું બુકિંગ જુલાઈ 2026થી શરૂ કરી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ ગ્રાહકોને ડિલિવરી આપવાનું શરૂ કરવામાં આવશે. 'પ્રવાસ-2026' ખાતે અમારા લોન્ચિંગ બાદ, અમે 50 યુનિટના ઓર્ડરની પુષ્ટિ કરી છે."
શ્રી કામતે વધુમાં ઉમેર્યું કે "સ્ટાર્ઝ માત્ર એક નવું કોચ પ્લેટફોર્મ નથી; તે પેસેન્જર મોબિલિટી માટેના અમારા લાંબા ગાળાના દ્રષ્ટિકોણનું પ્રતિબિંબ છે, અમારું લક્ષ્ય હંમેશા એન્જિનિયરિંગની સચોટતા સાથે ડિઝાઇન ઉત્કૃષ્ટતાનો સમન્વય કરવાનું રહ્યું છે. સ્ટાર્ઝ દ્વારા, અમે એક એવું ઉત્પાદન પ્રદાન કરી રહ્યા છીએ જે દેખાવમાં આકર્ષક, પરિચાલનમાં કાર્યક્ષમ અને પરિવહન ઉદ્યોગની ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સક્ષમ છે."
સુરક્ષા અને રેગ્યુલેટરી એક્સેલન્સમાં નેતૃત્વ
એમજી ગ્રૂપની પ્રોડક્ટ ડેવલપમેન્ટ ફિલોસોફીના કેન્દ્રમાં સુરક્ષા રહેલી છે. બદલાતી નિયમનકારી જરૂરિયાતોમાં આગળ રહેવા માટે કંપનીએ એન્જિનિયરિંગ વેલિડેશન, ટેસ્ટિંગ અને કમ્પ્લાયન્સમાં સતત રોકાણ કર્યું છે.
સુરક્ષિત અને વધુ વિશ્વસનીય પરિવહન સોલ્યૂશન્સ સુનિશ્ચિત કરવા માટે, તેના કોચ મજબૂત માળખા, ફાયર સેફ્ટી, પેસેન્જર ઇવેક્યુએશન સિસ્ટમ્સ, ડ્રાઇવર માટે સાનુકૂળતા, વાહનની સ્થિરતા અને ગુણવત્તા ચકાસણીની સઘન પ્રક્રિયાઓ પર વિશેષ ભાર આપીને ડિઝાઇન કરવામાં આવ્યા છે.
ઈનોવેશન દ્વારા સસ્ટેનેબલ મોબિલિટીને વેગ આપવો
એમજી ગ્રૂપ લાઇટવેઇટ એન્જિનિયરિંગ, એડવાન્સ્ડ કમ્પોઝિટ્સ, ટકાઉ ઉત્પાદન પ્રથાઓ એટલે કે સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ, ડિજિટલ એન્જિનિયરિંગ ક્ષમતાઓ અને ભવિષ્ય માટે તૈયાર મોબિલિટી પ્લેટફોર્મ્સમાં રોકાણ કરવાનું ચાલુ રાખે છે. આ પહેલનો ઉદ્દેશ્ય ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા, પર્યાવરણીય અસર ઘટાડવા અને ગ્રાહકો માટે લાંબા ગાળાનું મૂલ્ય પ્રદાન કરવાનો છે.
જેમ જેમ ભારતની ટ્રાન્સપોર્ટેશન ઇકોસિસ્ટમ વિકસિત થઈ રહી છે, તેમ કંપની ઉદ્યોગને વધુ સુરક્ષિત, સ્માર્ટ અને વધુ ટકાઉ મોબિલિટી સોલ્યૂશન્સ તરફના પરિવર્તનમાં ટેકો આપવા માટે પ્રતિબદ્ધ રહે છે.
ભવિષ્ય માટેનો દ્રષ્ટિકોણ
શ્રી કામતે જણાવ્યું હતું કે,"ભારત વિશ્વના સૌથી ગતિશીલ પેસેન્જર મોબિલિટી માર્કેટ્સમાંનું એક બનવા માટે તૈયાર છે. ભવિષ્ય નવીનતા, સુરક્ષા, ટકાઉપણું અને ગ્રાહક-કેન્દ્રિતતા દ્વારા વ્યાખ્યાયિત થશે. એમજી ગ્રૂપ ટેક્નોલોજી, મેન્યુફેક્ચરિંગ ઉત્કૃષ્ટતા અને વ્યૂહાત્મક ભાગીદારીમાં સતત રોકાણ દ્વારા આ પરિવર્તનનું નેતૃત્વ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમારું લક્ષ્ય એવા મોબિલિટી સોલ્યૂશન્સ બનાવવાનું છે જે માત્ર આજની જરૂરિયાતોને જ પૂર્ણ ન કરે પરંતુ આવતીકાલની માંગ માટે પણ તૈયાર હોય."
'પ્રવાસ 2026' માં સ્ટાર્ઝનું લોન્ચિંગ પેસેન્જર ટ્રાન્સપોર્ટેશનના ભવિષ્યને આકાર આપવાના એમજી ગ્રૂપના લાંબા ગાળાના દ્રષ્ટિકોણને અને ભારતની મોબિલિટી ક્રાંતિમાં એક અગ્રણી ભાગીદાર તરીકેની તેની સ્થિતિને મજબૂત બનાવે છે.