બેંગલુરુ : એમેઝોને આજે સૌથી વધુ રાહ જોવાઇ રહેલી પ્રાઇમ ડે 2026ની ડીલ્સ અને લોન્ચ જાહેર કર્યા હતા, જે પ્રાઇમ સભ્યો માટે વિશેષ રીતે ઉપલબ્ધ છે. 4થી જુલાઇના રોજ રાત્રે 12:00 વાગ્યાથી શરૂ થઈને 6ઠ્ઠી જુલાઇના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી ચાલનારો આ પ્રાઇમ ડે પ્રાઇમ સભ્યોને 72 કલાક સુધી આકર્ષક ડીલ્સ, નવા લોન્ચ અને બ્લોકબસ્ટર મનોરંજન ઓફર કરશે. 10 વર્ષના સીમાચિહ્નના ભાગ તરીકે, એમેઝોન પ્રાઇમ મેમ્બરશીપને માત્ર રૂ. 999 પર ફ્લેટ રૂ. 500ની છૂટ આપી રહી છે, જેમાં વર્ષદીઠ રૂ. 299 (શોપિંગ એડિશન) અને વર્ષદીઠ રૂ. 500 (પ્રાઇમ લાઇટ)થી શરૂ થતા પ્લાન્સ સામેલ છે. સભ્યો એસબીઆઇ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ, એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઇ વ્યવહારો પર 10% સુધીની બચત અને એમેઝોન પે આઇસીઆઇસીઆઇ બેંક ક્રેડિટ કાર્ડ સાથે અમર્યાદિત 5%નાં કેશબેક સાથે 10મી વર્ષગાંઠની ડીલ્સનો એક્સેસ મેળવે છે. આ પ્રાઇમ ડેમાં ટોચની ભારતીય અને વૈશ્વિક બ્રાન્ડ્સમાંથી 500થી વધુ નવી પ્રોડક્ટ્સને લોન્ચ કરવામાં આવી છે. ભારતમાં પ્રાઇમ ડેની 10 વર્ષની ઉજવણી કરવા માટે એમેઝોન 10મી વર્ષગાંઠની ડીલ્સ રજૂ કરી રહી છે – જેમાં સ્માર્ટફોન્સ, લેપટોપ્સ, હોમ એપ્લાયન્સિસ, ફેશન, બ્યુટી અને રોજિંદી વપરાશની આવશ્યક ચીજવસ્તુઓમાં 300થી વધુ ટોચની બ્રાન્ડની 15,000થી વધુ પ્રોડક્ટ્સમાં વર્ષની સૌથી મોટી બચત થશે.
Amazon.in પર, એઆઇ-સંચાલિત ટુલ્સ ખરીદીને ઝડપી, સ્માર્ટ અને વધુ સરળ બનાવી રહ્યા છે. વાતચીત કરતા એઆઇ આસિસ્ટન્ટ રુફસ ગ્રાહકોને વ્યક્તિગત ભલામણો, કિંમતની સમજ અને પ્રોડક્ટ્સની તુલના મારફતે પ્રોડક્ટ્સ શોધવામાં સહાય કરે છે. શરૂ કરવા માટે માત્ર રુફસને પૂછો, “પ્રાઇમ ડે પર મોબાઇલ ફોન ઓફર્સ કઈ છે ?”. લેન્સ એઆઇ જેવા ફિચર્સ વિઝ્યુઅલ સર્ચ સક્ષમ બનાવે છે, ઉદાહરણ તરીકે જો તમે તમને ગમતી સ્માર્ટ રિંગ દેખાઇ છે અને તેને માત્ર તમારા કેમેરાને તેના પર પોઇન્ટ કરીને એમેઝોન પર તરત જ શોધી લો છો, જ્યારે એઆઇ રિવ્યુ હાઇલાઇટ્સ ગ્રાહકોના હજારો રિવ્યુને કાપીને સેકન્ડોમાં સૌથી સુસંગત પ્રતિસાદને સામે લાવે છે. ક્વિક વ્યુ જટીલ ટેકનિકલ સ્પેસિફિકેશન્સને સરળ પ્રોડક્ટ સમજૂતીમાં વિભાજિત કરે છે, જેથી ગ્રાહકો તેમના સર્ચ પરિણામોને છોડ્યા વિના વિકલ્પોનું મૂલ્યાંકન કરી શકે છે. એક સાથે, આ નવીનીકરણ ગ્રાહકોને યોગ્ય પ્રોડક્ટ્સ ઝડપથી શોધવામાં અને વધુ આત્મવિશ્વાસ સાથે ખરીદી કરવામાં સહાય કરે છે.
પ્રાઇમ ડે 2026 ડીલ્સ* - એક ઝલક !
10મી વર્ષગાંઠની ડીલ્સના ભાગ રૂપે પ્રાઇમ સભ્યો માટે દાયકાની શ્રેષ્ઠ ડીલ્સ સાથે 10 વર્ષની ઉજવણી
10મી વર્ષગાંઠની ડીલ્સ એવી બ્રાન્ડ્સમાંથી તૈયારકરવામાં આવી છે, જે પ્રાઇમ સભ્યોને સૌથી વધુ ગમેછે – સેમસંગ ગેલેક્સી એસ25 અલ્ટ્રારૂ. 84,999 (રૂ. 15,000નું ડિસ્કાઉન્ટ), 9-મહિનાના નો-કોસ્ટઇએમઆઇ સાથે; વનપ્લસ 13 રૂ. 49,999થી શરૂ; આઇફોન 17 સિરિઝ સૌથી આકર્ષક ડીલ્સની સાથે. ફેશનમાં, નાઇકી રનિંગ શૂઝ રૂ. 3,799થી શરૂ (60%+ ડિસ્કાઉન્ટ), ટાઇટન વૉચ, મેબલિન, લોરિયલ, લુઇસ ફિલિપ અને બિબામાંથીદરેક માટે સ્ટાઇલ 30% છૂટસાથે ઉપલબ્ધ. ટેક ઉત્સાહીઓ રૂ. 54,999થી શરૂથતા આઇપેડ એર એમ3ને રૂ. 3,000 સુધીનાં ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટની સાથે ખરીદી શકે છેઅને જેબીએલ બાર 800 પ્રો 7.1.2 ચેનલ ટ્રુલી વાયરલેસ સાઉન્ડબાર માત્ર રૂ. 49,999માં (50% ડિસ્કાઉન્ટ) ખરીદી શકે છે. ટીવી પર, સોની બ્રાવિયા 2 55” રૂ. 52,999+ 12 મહિનાના નો કોસ્ટ ઇએમઆઇ (રૂ. 4,416/મહિનાપર શરૂ) અનેટીએલસી ક્યુએલઇડી ટીવી રૂ. 38,999માં આકર્ષકડીલ્સ. પ્રાઇમ સભ્યો રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ પર ‘સબસ્ક્રાઇબ એન્ડ સેવ સાથે 10%ની છૂટ’ અને ‘બાય 3, ગેટ 5%’ છૂટનો પણ આનંદલઈ શકે છે એમેઝોનની 10મી વર્ષગાંઠની ઉજવણીના ભાગ રૂપે, ગ્રાહકો હોમ, કિચનઅને આઉટડોર્સમાં કેટલીક શ્રેષ્ઠ ડીલ્સ અનલોક કરી શકેછે, જેમાં રૂ. 39,990માં નરવાલરોબોટિક વેક્યુમ ક્લિનર અને રૂ. 99,700માં હીરો મોટોકોર્પ એક્સ્ટ્રીમ 125 સામેલ છે, આનીસાથે સાથે ફર્નિચર, રમકડાં અને ઘણાંપર આકર્ષક ડીલ્સ પણ છે. |
એમેઝોન નાઉ
આ પ્રાઇમ ડે પર, એમેઝોન નાઉ હજારો રોજિંદી વપરાશની ચીજવસ્તુઓ પર મોટી બચત લાવી રહ્યું છે, જેમને મિનિટોની અંદર અલ્ટ્રા-ફાસ્ટ ડિલિવર કરવામાં આવશે. પ્રાઇમ સભ્યો એમેઝોન નાઉ પર કરિયાણાં પર 50% સુધીની છૂટ સહિત આકર્ષક ડીલ્સ મેળવી શકે છે. ગ્રાહકો કરિયાણાની વ્યાપક પસંદગીઓ શોધી શકે છે, જેમાં તાજા ફળો અને શાકભાજી, ફ્રોઝન ફૂડ્સ, પીણાં, ઘર વપરાશની આવશ્યક ચીજવસ્તુઓ, પર્સનલ કેર, ફેશન અને બ્યુટી, નાના એપ્લાયન્સિસ, હોમ અને કિચન સહિત ઘણું બધુ સામેલ છે. તમારા પિનકોડ પર સેવા ઉપલબ્ધ છે કે નહીં તે તપાસવા માટે તમારી એમેઝોન શોપિંગ એપ પર જાઓ અને ટોચનાં સ્થાને ‘નાઉ’ બેનર જુઓ.
પ્રાઇમમાં અત્યારે જ જોડાઓ
એમેઝોન પ્રાઇમ તમારા જીવનને દરેક દિવસે વધુ સારું બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે એક જ મેમ્બરશીપમાં શ્રેષ્ઠ ખરીદી, બચત અને મનોરંજન પૂરું પાડે છે. ભારતમાં, સભ્યો પસંદગીનાં શહેરોમાં મિનિટોની અંદર ડિલિવરી, 10 લાખ પ્રોડક્ટ્સ પર સેમ-ડે અમર્યાદિત ફ્રી ડિલિવરી, 40 લાખ પ્રોડક્ટ્સ પર નેક્સ્ટ-ડે ડિલિવરી અને સૌથી વધુ વેચાતી 40,000થી વધુ પ્રોડક્ટ્સ પર 4-કલાકમાં ડિલિવરી મેળવે છે. પ્રાઇમ સભ્યો જ્યારે તેઓ એમેઝોન નાઉ પર ખરીદી કરે છે ત્યારે વિશેષ ઓફર્સ મેળવે છે, જેમાં તેઓ જ્યારે રૂ. 99ની ખરીદી કરે છે ત્યારે ફ્રી ડિલિવરી અને રૂ. 1,300થી વધુની ખરીદી કરે છે ત્યારે રૂ. 200નું વધારાનું કેશબેક સામેલ છે. તેઓ વિશેષ ડીલ્સનો એક્સેસ, શોપિંગ ઇવેન્ટ્સનો વહેલો એક્સેસ, પ્રાઇમ ડેનો વિશેષ એક્સેસ અને પ્રાઇમ વિડિયોનો અમર્યાદિત એક્સેસ, એમેઝોન મ્યુઝિકનો એક્સેસ, પ્રાઇમ રિડિંગ સાથે 3,000થી વધુ પુસ્તકો, મેગેઝિન અને કોમિક્સનું ફ્રી રોટેટિંગ સિલેક્શન અને પ્રાઇમ ગેમિંગ સાથે માસિક ફ્રી ઇન-ગેમ લાભ પણ પ્રાપ્ત કરે છે. પ્રાઇમ સભ્યો એમેઝોન પે આઇસીઆઇસીઆઇ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને Amazon.in પર તમામ ખરીદીઓ પર અમર્યાદિત 5%નું કેશબેક પણ મેળવે છે.