લોટસ કાર્સની ભારતમાં એન્ટ્રી લોટસ એલેટર આર લોન્ચ: લક્ઝરી અને સંપૂર્ણ ઇલેક્ટ્રિક એસયુવી કારનું ઉત્પાદન કરતી બ્રિટિશ કંપની લોટસ કાર્સ આખરે ભારતમાં પ્રવેશી છે. દિવાળી પહેલા તહેવારોની મોસમનો લાભ લેવા માટે, કંપનીએ ભારતમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક SUV કાર લોન્ચ કરી છે. કંપનીએ ભારતમાં Lotus Eletre R લોન્ચ કર્યો છે. કંપનીએ આ કારને 3 વેરિયન્ટમાં લોન્ચ કરી છે અને આ કારની શરૂઆતની કિંમત 2.55 કરોડ રૂપિયા છે અને ટોપ વેરિઅન્ટની કિંમત 3 કરોડ રૂપિયા સુધી જાય છે. આ સિવાય કંપની બીજી કારની એન્ટ્રી લાવવા જઈ રહી છે. આ કાર Lotus Emira હશે અને કંપની આ કારને વર્ષ 2024માં લોન્ચ કરી શકે છે.
Lotus Eletre R ભારતમાં લોન્ચ
કંપનીએ પ્રથમ કાર સાથે ભારતમાં પ્રવેશ કર્યો છે. કંપનીએ આ કારને 3 વેરિએન્ટ સાથે લોન્ચ કરી છે. કંપનીએ Lotus Eletre, Lotus Eletre S અને Lotus Eletre R લોન્ચ કર્યા છે. આ કારની શરૂઆતી કિંમત 2.55 કરોડ રૂપિયા છે. આ સિવાય Lotus Eletre S ની કિંમત 2.75 કરોડ રૂપિયા અને Lotus Eletre R ની કિંમત 2.99 કરોડ રૂપિયા છે.