ભારતનું સૌથી મોટું EV ચાર્જિંગ નેટવર્ક ધરાવતી ChargeZone® (15,000થી વધુ ચાર્જિંગ પોઇન્ટ્સ સાથે) એ આજે TATA.ev સાથે ભાગીદારીમાં ખાલાપુર ખાતે કો-બ્રાન્ડેડ મેગા ચાર્જિંગ હબ શરૂ કરવાની જાહેરાત કરી છે. મુંબઈ–પુણે એક્સપ્રેસવે પર આવેલ ફૂડમોલ ખાતે સ્થિત આ હબ ભારતના મહત્વપૂર્ણ હાઈવે કોરિડોર્સ પર હાઈ-સ્પીડ EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટેનો મહત્વપૂર્ણ પગલું છે. 2025માં શરૂ થયેલા TATA.ev મેગા ચાર્જિંગ હબ્સ ભારતના હાઈવે અને શહેરોમાં ઝડપી, સરળ અને વિશ્વસનીય ચાર્જિંગ સુવિધા પૂરી પાડવા માટેની એક વ્યૂહાત્મક પહેલ છે. 720 kW ક્ષમતા ધરાવતું ખાલાપુર હબ ChargeZone® અને TATA.ev વચ્ચેના સહયોગનો 75મો હબ છે. સહયોગનો હેતુ દેશભરના મહત્વપૂર્ણ હાઈવે પર 100થી વધુ મેગા ચાર્જિંગ હબ્સ સ્થાપિત કરવાનો છે, જે ઇન્ટરસિટી EV મુસાફરીને સરળ બનાવશે અને EV અપનાવને વેગ આપશે.
ભારતમાં EV અપનાવ વધતા, શહેરોની બહાર હાઈવે પર ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવું અત્યંત જરૂરી બની રહ્યું છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે, ChargeZone x TATA.ev મેગા ચાર્જિંગ હબ ઇન્ટરસિટી મુસાફરીને વધુ ઝડપી, સરળ અને વિશ્વસનીય બનાવે છે. આ હબ ભારતના સૌથી શક્તિશાળી પબ્લિક ચાર્જિંગ સ્ટેશનોમાંનું એક છે, જેમાં એક સાથે 10 EV ચાર્જ થઈ શકે છે, જેથી વેઇટિંગ સમય ઓછો થાય છે. હબમાં 5 ડિસ્પેન્સર્સ અને 10 ચાર્જિંગ પોઇન્ટ્સ છે, જે Boost Modeમાં 360 kW સુધીની અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ ક્ષમતા આપે છે. આ સ્થળ એક લોકપ્રિય હાઈવે પિટસ્ટોપ છે, જ્યાં પાર્કિંગ, ભોજન, સ્વચ્છ રેસ્ટરૂમ્સ અને રિટેલ સુવિધાઓ ઉપલબ્ધ છે. EV યુઝર્સ ચાર્જિંગ દરમ્યાન આરામથી ખાવા, આરામ કરવા અથવા ખરીદી કરી શકે છે, જે મુસાફરીને વધુ આનંદદાયક બનાવે છે. TATA.ev ગ્રાહકોને આ સ્ટેશન પર 25% સુધીનો વિશેષ ડિસ્કાઉન્ટ પણ મળશે.
આ પ્રસંગે ChargeZone®ના સ્થાપક અને CEO કાર્તિકેય હરિયાણી એ જણાવ્યું કે, “હાઈવે ચાર્જિંગ ઇન્ટરસિટી ઇલેક્ટ્રિફિકેશનનું મુખ્ય આધારસ્તંભ છે, અને તેને યોગ્ય રીતે અને મોટા પાયે વિકસાવવાની જરૂર છે. ખાલાપુર ખાતે 720 kW ક્ષમતા ધરાવતા આ મેગા ચાર્જિંગ હબનો લોન્ચ ભારતમાં જાહેર ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે. અમારો ફોકસ ઝડપી, વિશ્વસનીય અને નિરાંતે ઇન્ટરસિટી EV મુસાફરી સુલભ બનાવવાનો છે.”
TATA Passenger Electric Mobility Ltd.ના ચીફ કોમર્શિયલ ઓફિસર વિવેક શ્રીવત્સએે જણાવ્યું કે, “ભારતમાં ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રના નેતાઓ તરીકે, TATA.ev ઝડપી, વિશ્વસનીય અને સરળતાથી ઉપલબ્ધ ચાર્જિંગ નેટવર્ક નિર્માણ માટે પ્રતિબદ્ધ છે. દેશભરમાં 200થી વધુ સક્રિય મેગા ચાર્જિંગ હબ્સ સાથે, ખાલાપુર ખાતે ChargeZone સાથેનું આ લોન્ચ ઇન્ટરસિટી મુસાફરીને વધુ સરળ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.” ખાલાપુર ખાતે ChargeZone x TATA.ev મેગા ચાર્જિંગ હબનો લોન્ચ ભારતના ભવિષ્યમુખી અને મજબૂત EV ચાર્જિંગ નેટવર્ક નિર્માણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે, જે ઇલેક્ટ્રિક મોબિલિટીના આગામી તબક્કાને ટેકો આપે છે.