સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક સમગ્ર વિશ્વમાં સ્થગિત થઈ ગયું છે. આ ઉપરાંત ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબની સેવાઓ પણ બંધ છે. લોકો તેમના એકાઉન્ટમાં લૉગિન કરી શકતા નથી. યુઝર્સ સતત ચિંતામાં રહે છે. લાખો યુઝર્સે આ અંગે જાણ કરી છે. ફેસબુક ભારતીય સમય અનુસાર 8.52 મિનિટે બંધ થઈ ગયું.
દુનિયાભરના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ફેસબુકની પેરન્ટ કંપની મેટા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હજારો લોકો ટ્વિટર પર આ સમસ્યા વિશે પોસ્ટ કરી રહ્યા છે. આઉટેજને કારણે યુઝર્સ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ એક્સેસ કરી શકતા નથી.
કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ફેસબુકે થોડા સમય માટે સમગ્ર ભારતના એકાઉન્ટ લોગઆઉટ કરી દીધા છે. ફેસબુક ધારકો નોંધ લે, ફેસબુક છેલ્લા કેટલાક સમયથી કોઈપણ માહિતી વિના ડાઉન છે. ટૂંક સમયમાં ફેસબુક તેના અપડેટ સાથે પાછું આવશે.


