ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે રાજભવનમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીરામનાથ કોવિંદ, શ્રીમતી સવિતા કોવિંદ અને પુત્રી સ્વાતિ કોવિંદ સાથે ગુજરાત પધાર્યા છે.
આજે સાંજે ગાંધીનગર પધારેલા શ્રીરામનાથ કોવિંદ અને પરિવારજનોને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉષ્માપૂર્વક આવકાર્યા હતા.


