અમદાવાદ /ગાંધીનગર / ગુજરાત | ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂરી મજબૂતી આગળ વધી રહી છે. ગતરોજ આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર ખાતે એક સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરની ચૂંટણીમાં મજબૂતીથી આગળ વધવા અને ચૂંટણી જીતવા મુદ્દે પ્રદેશ પ્રભારી, સહ પ્રભારી, સંગઠન મહામંત્રી સહિતના નેતાઓનો સંવાદ કાર્યક્રમ આમ આદમી પાર્ટીના ગાંધીનગરના ઉમેદવારો તથા ગાંધીનગરની ટીમ સાથે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ તથા કિસાન મોરચા પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, મહિલા મોરચા પ્રદેશ પ્રમુખ પાયલ સાકરીયા, પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ, પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવે, પ્રદેશ સંગઠન મંત્રી તથા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.કરન બારોટ, વિદ્યાર્થી પાંખ ASAP ના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકીયા તથા આમ આદમી પાર્ટીના ગાંધીનગરના કોર્પોરેટર તુષાર પરીખ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આમ આદમી પાર્ટી ખેડૂતો, યુવાનો, મહિલાઓ, નાના વેપારીઓ, મધ્યમવર્ગ, ગરીબ વર્ગ, વંચિત, શોષિત વર્ગના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગાંધીનગરની ચૂંટણીના મેદાનમાં ઉતરી છે અને આગામી સમયમાં વધુમાં વધુ સીટો પર વિજય મેળવીને પ્રજાલક્ષી કામ કરવા માટે કટિબદ્ધ છે. આમ આદમી પાર્ટીએ યુવાનોને આ ચૂંટણીમાં પ્રાથમિકતા આપી છે અને યુવાનો નેતૃત્વ કરે એ રીતની આમ આદમી પાર્ટી હંમેશા વિચારધારા ધરાવે છે. આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. શહેરની ગલીઓ ગલીઓમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે અને પ્રજા તરફથી આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોને જબરદસ્ત આવકાર મળી રહ્યો છે, પ્રેમ મળી રહ્યો છે અને દેખાઈ રહ્યું છે કે આ વખતે આમ આદમી પાર્ટી અને ગાંધીનગરની જનતા સાથે મળીને ગાંધીનગરમાં નવો ઇતિહાસ રચશે અને આશા રાખીએ છીએ કે ગાંધીનગરના લોકો આમ આદમી પાર્ટીને જંગી બહુમતીથી જીતાડશે અને આમ આદમી પાર્ટીના ગાંધીનગરમાં મેયર બનશે.
આમ આદમી પાર્ટી ગુજરાત