અમદાવાદ / ગાંધીનગર / દેવભૂમિ દ્વારકા / ગુજરાત | આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તથા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.કરન બારોટે એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અંતર્ગત આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ 23 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી હતી. આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીના છ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે છે. ગાંધીનગરના વોર્ડ નંબર 2 થી ઈશ્વરભાઈ વાઘેલા અને વિલાસબેન મકવાણા, વોર્ડ નંબર 4 થી સીરીનબાનુ મન્સૂરી, શરીફ મકરાણી અને લાલભાઈ વણઝારા તથા વોર્ડ નંબર 5 થી જય વાઘેલાનું નામ જાહેર કરવામાં આવે છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ડૉ.કરન બારોટે જણાવ્યું હતું કે સાથે સાથે પેટા ચૂંટણી પણ આવી રહી છે તેને અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની સીટ ભાડથર માટે વીરાભાઈ કંદોરીયાનું નામ જાહેર કરવામાં આવે છે. તો કુલ મળીને ગાંધીનગરમાં અગાઉ 23 ઉમેદવારો જાહેર કરાયા હતા અને હવે 6 ઉમેદવારો જાહેર કરાયા છે એમ કુલ 29 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આવનારા સમયમાં વધુ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. આ ઉમેદવારો એ લોકો છે જે સતત લોકોની વચ્ચે રહ્યા, લોકોના મુદ્દાઓ ઉઠાવતા રહ્યા અને લોકો માટે લડતા રહ્યા તો હવે ગાંધીનગર સહિત ગુજરાતના તમામ નાગરિકોને અમે અપીલ કરીએ છીએ કે આમ આદમી પાર્ટીની બદલાવની રાજનીતિમાં આમ આદમી પાર્ટીને સહકાર આપો.
આમ આદમી પાર્ટી ગુજરાત