મુખ્ય સામગ્રી પર જાઓ

ગાંધીનગર મનપા ચૂંટણીમાં આપ ઉમેદવારોની નામાંકન યાત્રા યોજાઈ

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સ્થાનિક સ્વરાજ્યની મહાનગરપાલિકા ચૂંટણીના સંદર્ભમાં સોમવારના રોજ આમ આદમી પાર્ટી દ્વારા એક ભવ્ય અને વિશાળ નામાંકન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પથિકાશ્રમથી લઈને કલેક્ટર કચેરી સુધીના માર્ગો પર હજારોની સંખ્યામાં ઉત્સાહી કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા હતા.

ગાંધીનગર મનપા ચૂંટણીમાં આપ ઉમેદવારોની નામાંકન યાત્રા યોજાઈ

અમદાવાદ / ગાંધીનગર | આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટેના ઉમેદવારોની ભવ્ય નામાંકન યાત્રા યોજાઈ હતી, જેમાં પથિકાશ્રમથી કલેક્ટર કચેરી સુધી હજારો કાર્યકર્તાઓ જોડાઈને 'આપ' ના નારા લગાવ્યા હતા અને અત્યાર સુધી પાર્ટી દ્વારા ૨૯ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે બાકીના નામ ટૂંક સમયમાં જાહેર કરાશે. આ નામાંકન યાત્રા અને આગામી ચૂંટણી પ્રચારમાં પક્ષના શીર્ષ નેતૃત્વની ઉપસ્થિતિ જોવા મળી હતી, જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ સંગઠન મંત્રી અને મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઇ તેમજ વિદ્યાર્થી નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ યુવરાજસિંહ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આ તકે મિડીયા સાથે વાત કરતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ હતુ કે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી એક વખત આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી મેદાને ઊતરી છે. આજે અમારા આમ આદમી પાર્ટીના સૌ ઉમેદવારો, કાર્યકર્તાઓ, સમર્થકો અને ગાંધીનગરની જનતાની હાજરીમાં 'ગાંધીનગર પરિવર્તન યાત્રા' કાઢી છે અને આ પરિવર્તન યાત્રાના માધ્યમથી એક મોટો જનસંદેશ ગાંધીનગર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. 

ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આજે અમારા સૌ ઉમેદવારોનો ચૂંટણી ઉમેદવારી પત્રક ભરવાનો દિવસ છે. આપ જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં અને જનતામાં કેટલો ઉત્સાહ અને કેટલી ઊર્જા જોવા મળી રહી છે. જે રીતે પાછલા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને ગાંધીનગરમાં પણ ભાજપની મહાનગરપાલિકાને લગભગ દસ વર્ષ થવા આવ્યા છે, છતાંય ગાંધીનગરની અંદર જો પીવાના પાણીની, સ્ટ્રીટ લાઇટની, ગટરની કે સાફ-સફાઈની સમસ્યાઓ હોય, તો ગુજરાતના છેવાડાના માણસોની તો વાત જ શું કરવી? એટલા માટે સારા શાસન, યોગ્ય નેતૃત્વ અને સુદ્રઢ વ્યવસ્થા માટે આમ આદમી પાર્ટીના 'ઝાડૂ' પર બટન દબાવીને સૌ AAP ને તક આપે તેવી લાગણી વ્યક્ત કરી હતી. ગાંધીનગરની સૌ જનતા 'ઝાડૂ' નું બટન દબાવશે, એટલે મને વિશ્વાસ છે કે મતોનું વિભાજન નહીં થાય પણ ભાજપ અને કોંગ્રેસ બંને સાફ થઈ જશે. એટલા માટે જનતાને એક જ વિનંતી છે કે આ વખતે એકમાત્ર 'ઝાડૂ' નું બટન દબાવી નાના માણસને મોટું કામ કરી બતાવવાની એક તક આપવામાં આવે. કેમ કે મોટા માણસોને ચૂંટણીમાં મત આપ્યા તો તેમણે કામ ખોટા કર્યા, પણ જો નાના માણસોને મત આપશો તો તેઓ કામ મોટા કરશે એવી અમારી લાગણી છે અને એટલે આ વખતે તમામ જનતાનો એક જ સંકલ્પ છે કે "હવે તો બદલાવ", અને બદલાવ એટલે આમ આદમી પાર્ટી.

આમ આદમી પાર્ટી  ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી ગાંધીનગર ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી ગુજરાત રાજ્ય મહાનગરપાલિકા ચૂંટણી

સંબંધિત સમાચાર