મુખ્ય સામગ્રી પર જાઓ

ગાંધીનગરમાં ભાજપ દ્વારા માલધારી સમાજના સંમેલનના આયોજન મુદ્દે AAP માલધારી સેલના પ્રદેશ પ્રમુખ કિરણભાઈ દેસાઈએ ભાજપ સરકારને ઘેરી

ભાજપે આ ઢોર નિયંત્રણ કાયદો શહેરીકરણમાં અમલીકરણ કર્યો અને આપણે લાયસન્સ લેવું પડે એવી પ્રક્રિયા શરૂ કરી, જેના કારણે ગાંધીનગર અને અમદાવાદના હજારો જેટલા માલધારીઓ ખતમ થઈ ગયા: કિરણ દેસાઈ

ગાંધીનગરમાં ભાજપ દ્વારા માલધારી સમાજના સંમેલનના આયોજન મુદ્દે AAP માલધારી  સેલના પ્રદેશ પ્રમુખ કિરણભાઈ દેસાઈએ ભાજપ સરકારને ઘેરી

અમદાવાદ / ગાંધીનગર / ગુજરાત | આમ આદમી પાર્ટીના માલધારી સેલના પ્રદેશ પ્રમુખ કિરણ દેસાઈ વેજલપુરે એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે હવે ભાજપના લોકોને માલધારી સમાજની યાદ આવી. હવે ભાજપ દ્વારા ગાંધીનગરમાં માલધારી સમાજનું સંમેલન બોલાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ફોટામાં કોઈ માલધારી સમાજના આગેવાનનો ફોટો પણ નથી. આમ પણ ભાજપના લોકો માલધારી સમાજના લોકોને ક્યાંય સ્થાન આપવાનું સમજતા નથી. જે લોકો આ કાર્યક્રમમાં જવાના હોય એ લોકો ભાજપના લોકોને પૂછજો કે 2022 માં તમે ઢોર નિયંત્રણ કાનૂન લાવ્યા અને આખો માલધારી સમાજ એક થયો અને તેનો વિરોધ કર્યો ત્યારે સરકારે બાંહેધરી આપી હતી કે આ ઢોર નિયંત્રણ કાયદો લાગુ કરવામાં આવશે નહીં. પણ હજારો સંતો-મહંતો અને માલધારી સમાજની આંખોમાં ધૂળ નાખવાનું કામ ભાજપે કર્યું છે. ભાજપે આ ઢોર નિયંત્રણ કાયદો શહેરીકરણમાં અમલીકરણ કર્યો અને આપણે લાયસન્સ લેવું પડે એવી પ્રક્રિયા શરૂ કરી જેના કારણે ગાંધીનગર અને અમદાવાદના હજારો જેટલા માલધારીઓ ખતમ થઈ ગયા.  આ લોકોને સવાલ પૂછજો કે ગાંધીનગરમાં ક્યાં ગૌચર જમીન છે? અને તમારી સરકાર અમને ક્યાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે એનો જવાબ આપો.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા કિરણ દેસાઈ વેજલપુરે  જણાવ્યું હતું કે, 2022 ની ચૂંટણીમાં આ લોકોએ આપણને ભોળવી લીધા અને મોટા શહેરોમાં માલધારીઓને ખતમ કરી દીધા. સતત માલધારી સમાજ પર અત્યાચાર થઈ રહ્યો છે. આ લોકો બીજા સમાજના નહીં પરંતુ માલધારી સમાજના સંમેલન એટલા માટે કરી રહ્યા છે કારણ કે અમને ખબર છે કે આવા સંમેલનો કરીને માલધારી સમાજને ભોળવી દઈશું. હાલ માલધારી સમાજ ખૂબ જ નારાજ છે એટલા માટે આપણને ટાર્ગેટ કરવામાં આવે છે. તો માલધારી સમાજના લોકોએ પોતાની નારાજગી બતાવવી પડશે અને ત્યાં કાર્યક્રમમાં બોલવું પડશે. ગાય માતા માટે ગૌચર જમીન માટે માલધારીઓના ફાયદાઓ માટે શું કામ કર્યું એ જવાબ લેજો. ફંડ ફાળા આપીને માલધારી સમાજને લોલીપોપ આપો છો.ગાંધીનગરમાં વસતા માલધારી સમાજના લોકોએ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં એવો મજબૂત જવાબ આપવો પડશે કે ભાજપના મૂળિયા સાફ થઈ જાય આખા ગુજરાતની નજર તમારા પર છે તો ભોળવાઈ જતા નહીં. અમદાવાદમાં હજારો ગાયો મૃત્યુ પામી, આપણી માતા બહેનોને  સરેઆમ ખેંચીને રોડ પર લાવવામાં આવ્યા હતા અને યુવાનોને જેલમાં નાખવામાં આવ્યા હતા એ દ્રશ્ય આપણે ભુલવાના નથી. આપણી સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો છે એનો બદલો લેવાનો છે ગાંધીનગરની ચૂંટણીમાં.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: ભાજપ ગાંધીનગર આમ આદમી પાર્ટી ગુજરાત કિરણ દેસાઈ

સંબંધિત સમાચાર