મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન આયોજિત થયેલ પખવાડિક મેગા બ્લડ ડોનેશન કેમ્પ

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) મહાજન સંકલન ટાસ્કફોસ દ્વારા તેના સંલગ્ન સભ્ય સંગઠનો સાથે મળીને તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. 

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન આયોજિત થયેલ પખવાડિક મેગા બ્લડ ડોનેશન કેમ્પ

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) મહાજન સંકલન ટાસ્કફોસ દ્વારા તેના સંલગ્ન સભ્ય સંગઠનો સાથે મળીને તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર પખવાડિક કેમ્પના આયોજનમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તેમજ જાણીતા વિશાખા ગ્રુપ નો ખુબ સુંદર સહકાર પ્રાપ્ત થયો હતો. 

ઉપરોક્ત પખવાડિક કેમ્પના ઉપલક્ષ્યમાં સમગ્ર રાજ્યમાં, અલગ અલગ સ્થળોએ વિવિધ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને પરિણામે GCCIના સંલગ્ન સંગઠનોના સભ્યો અને અન્ય નાગરિકોએ ૧૪00 યુનિટથી પણ વધુ રક્તદાન કરેલ છે. GCCI દ્વારા આયોજિત થનાર આ નિયમિત પ્રવૃત્તિ અન્વયે જાન્યુઆરી ર0રપ ના કેમ્પની સરખામણીમાં આ વર્ષના દાતાઓમાં લગભગ 40% જેટલો નોંધપાત્ર વધારો થયેલ છે જે સામાન્ય જનતાની આ અંગે જાગૃતિ નો પરિચય કરાવે છે. 

GCCIના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે બધા જ સંલગ્ન સંગઠનોની તેઓ દ્વારા આપવામાં આવેલ ઉત્સાહપૂર્ણ પ્રતિભાવ માટે ખૂબ પ્રશંસા કરી હતી. તેઓએ બધા રક્તદાતાઓને પણ તેઓની સામાજિક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે બિરદાવ્યા હતા. આ પ્રસંગે GCCIના સીનીઅર ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ ગાંધીએ વિશ્વ રક્તદાન દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત આ રક્તદાન પખવાડિકમાં સહયોગ આપવા માટે તેમજ તે થકી જરૂરતમંદોને મદદરૂપ થવા માટે વિવિધ સંલગ્ન એસોસિએશનને બિરદાવ્યા હતા. 

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના સંયોજન થી રક્તદાન પ્રક્રિયાની કાર્યક્ષમતા વધારવા માટે સંસ્થાના સંપૂર્ણ ડિજિટલાઇઝેશન અને નવી તકનીકોના ઉપયોગ બાબતે માહિતી પૂરી પાડી હતી. તેમણે ખાસ કરીને થેલેસેમિયા થી પીડિત બાળકો માટે રક્તદાનની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. ભાગ લેનારા વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ શિબિરમાં તેમની ભાગીદારી બાબતે ખુબ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો
તેમજ ભવિષ્યમાં માનવતાના આ સુંદર કાર્ય માટે સંપૂર્ણ સમર્થન ની ખાતરી આપી હતી.  

GCCI ના વાઇસ પ્રેસિડેન્ટશ્રી અપૂર્વભાઈ શાહ તેમજ માનદ મંત્રીશ્રી ગૌરાંગભાઈ ભગતે પણ વિવિધ એસોસિએશનના સહયોગ તેમજ રક્તદાતાઓની નિષ્ઠાને બિરદાવતા સુંદર પ્રતિભાવ આપ્યો હતો.  

આ મેગા બ્લડ ડોનેશન કેમ્પના જેઓનો નોંધનીય સહકાર પ્રાપ્ત થયેલ તેવા સંલગ્ન સંગઠનોની યાદી નીચે મુજબ છે.

1 એસ્ટ્રલ લિમિટેડ
2 વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
3 અમદાવાદ ફર્નિચર એસોસિએશન
4 શ્રી પંચકુવા કાપડ મહાજન
5 નરોડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન
6 અખિલ ગુજરાત હાર્ડવેર એસોસિએશન
7 મેઘમણિ ઓર્ગેનિકસ લિમિટેડ
8 અમદાવાદ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન
9 ચાંદખેડા વેપરી સંગઠન
10 જીતો અમદાવાદ ચેપ્ટર
11 RATA - રેફ્રિજરેશન એન્ડ એર-કન્ડિશનિંગ ટ્રેડ્સ એસોસિએશન લિમિટેડ
12 ISHARAE - અમદાવાદ ચેપ્ટર ઓફિસ
13 ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન
14 શ્રી માણેકચોક સોના ચાંડી દાગીના એસોસિએશન
15 જીસીસીઆઈ: યુથ કમિટી
16 જીસીસીઆઈ: બિઝનેસ વુમન કમિટી
17 સ્પોર્ટ્સ ક્લબ
18 ઓલ ઇન્ડિયા મોબાઇલ રિટેલ એસોસિએશન
19 ન્યુ ક્લોથ માર્કેટ
20 મસ્કતી ક્લોથ માર્કેટ મહાજન
21 અમદાવાદ ઓપ્ટિકલ એસોસિએશન
 

fashion

સંબંધિત સમાચાર

travel