મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

ગ્રો મલ્ટીકેપ ફંડની ધમાકેદાર પર્ફોર્મન્સ, મલ્ટીકેપ કેટેગરીમાં નંબર 1

ગ્રો મલ્ટીકેપ ફંડે એક વર્ષમાં 8.01% રિટર્ન આપીને મલ્ટીકેપ કેટેગરીમાં ટોચ પર પહોંચ્યું. બેન્ચમાર્કને પાછળ છોડી લીડર બન્યું.

ગ્રો મલ્ટીકેપ ફંડની ધમાકેદાર પર્ફોર્મન્સ, મલ્ટીકેપ કેટેગરીમાં નંબર 1

ડિસેમ્બર 2024માં લોન્ચ કરવામાં આવેલા ગ્રો મલ્ટિકેપ ફંડે એક વર્ષ પૂર્ણ કર્યું છે. બજારમાં મોટા ઉછાળા, આવકમાં અસમાન રિકવરી અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે આ એક વર્ષમાં મલ્ટી-કેપ કેટેગરીમાં આ ફંડ લીડર તરીકે ઉભરી આવ્યું છે. એક વર્ષના સમયગાળા દરમિયાન, મુખ્ય ઇક્વિટી સૂચકાંકોએ સામાન્ય વળતર આપ્યું છે. નિફ્ટી 50માં 4.83%નો વધારો થયો, જ્યારે વધુ વ્યાપક નિફ્ટી 500માં ફક્ત 0.93%નો વધારો થયો છે. પર્ફોમન્સ માર્કેટ- કેપ કર્વથી પણ નીચે આવ્યું છે, નિફ્ટી મિડકેપ 100માં 0.45%નો વધારો થયો છે, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 250માં 10.99%નો ઘટાડો નોંધાયો. આ સ્થિતિ હોવા છતા, ગ્રો મલ્ટીકેપ ફંડે તેના બેન્ચમાર્ક, નિફ્ટી 500 મલ્ટીકેપ 50-25-25 ઇન્ડેક્સ (+0.29%)ને પાછળ રાખીને એક વર્ષમાં 8.01%નું વળતર આપ્યું છે. ફંડે એક
વર્ષથી અત્યાર સુધીના ધોરણે 8.62%ના વધારા સાથે મલ્ટીકેપની કેટેગરીમાં પણ આગેવાની લીધી હતી.

ફંડના પ્રથમ વર્ષનો ભેટો બજારની બદલાતી પરિસ્થિતિઓ સાથે થયો છે, જેમાં RBIના વ્યાજદરમાં ઘટાડાનું ચક્ર, યુએસ ટેરિફની જાહેરાતો અને ભારતીય નિકાસો પર વધારાની ડ્યુટી જેવા વૈશ્વિક વેપારના પરિબળોની અસર તેમજ ભૂ-રાજકીય અનિશ્ચિતતામાં વધારાના સમયગાળાનો સમાવેશ થાય છે. આ પડકારો છતાં, ફંડે તેના પહેલા વર્ષ દરમિયાન નિરીક્ષણના બહુવિધ સમયગાળા દરમિયાન મલ્ટીકેપ શ્રેણીમાં ટોચના ચતુર્થકોમાં સતત સ્થાન મેળવ્યું હતું.

પોર્ટફોલિયોના દૃષ્ટિકોણથી, આ ફંડની સ્થિતિ એવી છે કે તેને ભારતીય અર્થતંત્રમાં પસંદગીની માળખાકીય થીમ્સનો લાભ મળી રહે, જેમાં પ્રીમિયમાઇઝેશન, મૂડી ખર્ચ અને માળખાગત સુવિધા અને નાણાકીયકરણનો સમાવેશ થાય છે. આ થીમ્સ ઓટોમોબાઇલ કંપનીઓ, કેપિટલ ગુડ્ઝ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સંબંધિત શેરો, તેમજ પસંદગીની બેંકો, વીમા કંપનીઓ અને નોન-બેંકિંગ ફાઈનાન્શિયલ કંપનીઓના રોકાણ દ્વારા પ્રતિબિંબિત થાય છે.

બીજા વર્ષમાં પ્રવેશ કરતાં ગ્રો મલ્ટીકેપ ફંડ બજાર મૂડીકરણમાં ઉચ્ચ-ગુણવત્તાયુક્ત તકોની ઓળખ કરવા અને શિસ્તબદ્ધ, મૂલ્યાંકન પ્રત્યે સભાન રોકાણની વ્યૂહરચના દ્વારા ભારતના લાંબા ગાળાના વિકાસમાં ભાગ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સ્કીમનું સંચાલન શ્રી અનુપમ તિવારી અને શ્રી સપ્તર્ષી ચેટર્જી દ્વારા કરવામાં આવે છે.


 

fashion

સંબંધિત સમાચાર

travel