મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

GTU વુડબોલ સ્પર્ધા: નીયો ટેક કોલેજે બંને વિભાગમાં શાનદાર પ્રદર્શન – SVIT બહેનો વિજેતા

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) આંતર કોલેજ વુડબોલ સ્પર્ધામાં નીયો ટેક કોલેજે ભાઈઓની કેટેગરીમાં ચેમ્પિયનશિપ અને SVIT કોલેજે બહેનોની કેટેગરીમાં વિજય મેળવ્યો. વિરોદ-વડોદરા ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન! વિજેતાઓ, આયોજન અને વિગતો અહીં વાંચો.

GTU વુડબોલ સ્પર્ધા: નીયો ટેક કોલેજે બંને વિભાગમાં શાનદાર પ્રદર્શન – SVIT બહેનો વિજેતા

તાજેતરમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) આંતર કોલેજ વુડબોલ સ્પર્ધાનું આયોજન નીયો ટેક કોલેજ, વિરોદ – વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જીટીયુ સંલગ્ન વિવિધ કોલેજોના ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સ્પર્ધામાં મુખ્ય પંચ તરીકે દેવાંગ શાહ, સેક્રેટરી – નેશનલ વુડબોલ એસોસિએશન તથા તેમની ટીમે મહત્વપૂર્ણ સેવાઓ આપી હતી.

બહેનોની સ્પર્ધામાં SVIT કોલેજની બહેનોની ટીમ વિજેતા રહી હતી, જ્યારે નીયો ટેક કોલેજની બહેનોની ટીમ ઉપવિજેતા રહી હતી. ભાઈઓની સ્પર્ધામાં નીયો ટેક કોલેજના ભાઈઓએ ચેમ્પિયનશિપ મેળવી હતી, જ્યારે SVIT કોલેજની ભાઈઓની ટીમ ઉપવિજેતા રહી હતી.

સમગ્ર સ્પર્ધાનું સુચારુ આયોજન અને સંચાલન નીયો ટેક કોલેજના સ્પોર્ટ્સ ઓફિસર શ્રી જયદીપસિંહ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.

સ્પર્ધાના અંતે વિજેતા ખેલાડીઓને નીયોટેક કોલેજના આચાર્ય ડૉ. પ્રણવ ભાંગાવકર, દેવાંગ શાહ તથા અન્ય ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે નીયોટેક કોલેજના આચાર્ય ડૉ. પ્રણવ ભાંગાવકર વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યુનિવર્સિટી દ્વારા યોજાતી રમતગમતની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી તથા વિદ્યાર્થીઓને આંતર યુનિવર્સિટી સ્પર્ધાઓમાં પણ ઉત્તમ પ્રદર્શન કરી જીટીયુ માટે મેડલ અને ટ્રોફી જીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ, ઉપાધ્યક્ષશ્રી શંભુભાઈ પટેલ, મંત્રી શ્રી ભાવેશભાઈ પટેલ,  ખજાનચીશ્રી કિશોરભાઈ પટેલ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દિપકભાઈ પટેલ, આચાર્ય ડૉ.  ડી. પી. સોની,   ડૉ.વિકાશ અગ્રવાલ (ડાયરેક્ટર ફિઝિકલ એજ્યુકેશન) અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરિવાર તરફથી વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

fashion

સંબંધિત સમાચાર

travel