મુખ્ય સામગ્રી પર જાઓ

"ગુજરાતમાં સલામતીના ફક્ત દાવાઓ, દીકરીઓ દિવસેને દિવસે પીંખાઈ રહી છે": પાયલ સાકરીયા

મૃતક દીકરીના પરિવારને મળ્યા બાદ આપ નેતાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઉઠાવ્યા સવાલો.

"ગુજરાતમાં સલામતીના ફક્ત દાવાઓ, દીકરીઓ દિવસેને દિવસે પીંખાઈ રહી છે": પાયલ સાકરીયા

અમદાવાદ / ગાંધીનગર / સુરત / ગુજરાત : કલોલમાં જે દીકરી સાથે દુષ્કર્મની ઘટના ઘટી અને ત્યારબાદ તે મોતને ભેટી, તે મૃતક પીડિતાના પરિવારની મુલાકાતે આજે આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ પાયલ સાકરીયા પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા.  પાયલ સાકરીયાએ મૃતક દીકરીના માતા-પિતા અને પરિજનો સાથે મુલાકાત કરી અને તેમને સાંત્વના આપી હતી. સાથે સાથે એ દીકરીને ન્યાય અપાવવા માટે હંમેશા આમ આદમી પાર્ટી તેમની સાથે રહેશે એવું આશ્વાસન પણ આપ્યું. ત્યારબાદ આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ પાયલ સાકરીયાએ વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, કલોલમાં જે દીકરી સાથે દુષ્કર્મ થયું અને તેણે પોતાના છેલ્લા શ્વાસ હોસ્પિટલમાં લીધા તેના પરિવારની મુલાકાતે હું ગાંધીનગરની ટીમ સાથે આવી હતી. ગુજરાતમાં સલામતીના દાવાઓ તો થતા હોય છે પરંતુ ગુજરાતની આપણી બહેન દીકરીઓ અને મહિલાઓ દિવસેને દિવસે પીંખાઈ રહી છે. જે દીકરી સાથે દુષ્કર્મ થયું અને એણે પોતાનો જીવ ગુમાવ્યો, અમે આજે એના પરિવારને મળ્યા. એમના મમ્મી પપ્પા અને બાને મળ્યા અને અમે જણાવી પણ ન શકીએ એટલું દુઃખ છે. આજે આપણા ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત નથી. આ દીકરીનું 7 તારીખે મૃત્યુ થયું હતું અને આજે 11 તારીખ થાય છે પરંતુ હજુ પણ એ દીકરીના પિતાજી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે. તેમની દીકરી સાથે શું થયું છે એનો હજુ સુધી પણ એમને ખ્યાલ નથી આવી રહ્યો.

વધુમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, આ દીકરીને છેલ્લી વખત તેના માઁ બાપે હોસ્પિટલમાં જોઈ, ત્યારે તે બેભાના અવસ્થામાં હતી, અને શરીરમાં તમામ જગ્યાએ નળીઓ લગાવી હતી અને તેને ખૂબ જ બ્લિડિંગ થઈ રહ્યું હતું. મતલબ કે તેઓ પોતાની દીકરી સાથે છેલ્લી વખત વાત પણ નથી કરી શક્યા. ખૂબ જ મોટુ પ્રશાસન છે પરંતુ હજુ સુધી સીસીટીવી કેમેરા ચેક થયા નથી. આજે એ દીકરીના પિતાને બોલાવવામાં આવ્યા છે સીસીટીવી જોવા માટે પરંતુ અમારો સવાલ છે કે સીસીટીવી ચેક કરવામાં આટલો બધો સમય કેમ લાગ્યો? દીકરીના મા-બાપને શંકા છે કે આમાં ફક્ત એક વ્યક્તિ સંડોવાયેલો નથી, આમાં બીજા લોકો પણ સંડોવાયેલા હોઈ શકે છે. તો અમારી માંગ છે કે આ ઘટના મુદ્દે દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ પણ હેવાન સપનામાં પણ કોઈ દીકરી સાથે આવું કરવાનું ન વિચારી શકે એવો ડર આ હેવાનોની અંદર આવે અને ભવિષ્યમાં ફરીથી આવી કોઈ ઘટના ન બને. સરકાર સમક્ષ અમારી માંગ છે કે કોઈપણ વ્યક્તિને છોડવામાં ન આવે અને કોઈપણ પ્રકારના પ્રેશર વગર કાર્યવાહી કરવામાં આવે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: digital political news India official news website Gujarat daily news portal Gujarat safety and security issues

સંબંધિત સમાચાર