અમદાવાદ / જૂનાગઢ / ગાંધીનગર | આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે અત્યારે ગુજરાતના હજુ પણ અમુક જિલ્લાઓની અંદર દુષ્કાળની પરિસ્થિતિ છે, ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે. ગુજરાતમાં ઠેર ઠેર વીજલાઇનના થાંભલાઓને લઈને આંદોલન ચાલી રહ્યા છે. ત્યારે ગુજરાતના ખેડૂતોને અપેક્ષા હતી કે ગુજરાતની આ ભાજપ સરકાર દુષ્કાળની જાહેરાત કરશે, એના માટે યોગ્ય વળતર આપશે, વીજલાઇનના થાંભલાઓ માટે સરકાર યોગ્ય વેતન આપશે, પરંતુ ગુજરાતની આ ભાજપ સરકારે કોથળામાંથી બિલાડું કાઢ્યુ છે. ખેડૂતો માટે જાહેરાત કરી છે કે ભાજપનો કિસાન સેલ ગુજરાતના તાલુકા તાલુકા, ગામડે ગામડે જશે, એ ખેડૂતો સાથે મીટિંગ કરશે અને મીટિંગની અંદર પ્રાકૃતિક ખેતીની વાતો કરશે, ખેડૂતોને સરકારથી જે લાભો મળ્યા છે એમના વિશે ચર્ચાઓ કરશે. તમને શરમ પણ નથી આવતી? જ્યારે ગુજરાતનો ખેડૂત પીડાઈ રહ્યો છે ત્યારે એની પાસે જઈને મીટિંગો કરી એને પ્રાકૃતિક ખેતીની વાતો કરવાની? ગુજરાતના ખેડૂતો દુષ્કાળ જાહેર કરવીની માંગ કરી રહ્યા છે, તમે શું આપી રહ્યા છો? પ્રાકૃતિક ખેતીની વાતો. શું પ્રાકૃતિક ખેતીની વાતો કરવાથી ખેડૂતોનો ઊભો પાક જે સુકાયેલો છે એ પાછો આવી જશે, એ નુકસાની પાછી આવી જશે? પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતને લઈ જવા એ સારી વાત છે, પણ અત્યારે ખેડૂતોને જે પ્રશ્નો ઊભા થયા છે તેનું નિરાકરણ તો કરો. ગુજરાતનો ખેડૂત નુકસાનીના વળતરનો ચેક માંગી રહ્યો છે અને તમે મીટિંગની તારીખ આપી રહ્યા છો? આ તો કેવી વાત? તમે ક્યાં મોઢે મીટિંગ કરો છો ? મને એ સમજાતુ નથી.
પ્રવીણ રામે વધુમાં જણાવ્યુ હતુ કે આ તો એના જેવી વાત છે કે દવાખાનાની અંદર કોઈ દર્દી છે, જે સીરિયસ છે અને તેનું ઓપરેશન કરવું પડે એમ છે અને ત્યાં ડોક્ટર આવી અને સ્વાસ્ સારું રહે એના માટે બે કલાક લેક્ચર આપે, તમને શરમ પણ નથી આવતી? જો હકીકતમાં તમે ગુજરાતના ખેડૂતોનું હિત ઇચ્છતા હોવ, તો તમે દુષ્કાળ જાહેરાત કરો , યોગ્ય વળતર આપો. તમને ચોક્કસમાં ગુજરાતના ખેડૂતની પડી હોય તો જ્યાં વીજલાઇનના થાંભલા આવે છે ત્યાં જે ખેડૂતોની માંગણી છે, કે ચાર ગણી રકમ આપો તે રકમના ચેક આપો. ખેડૂતોની વર્ષોથી માંગણી છે કરજ માફીની, દેવા માફીની, એ દેવા માફીની જાહેરાત કરો. તમારે એ કઈ નથી કરવું, તમારે તાયફા કરવા છે, તમારે ખોટી ખોટી વાતો કરી અને ગુજરાતના ખેડૂતને અત્યારે જે પીડા છે એના તરફથીએ નું ધ્યાન ડાયવર્ટ કરવું છે. પણ મને વિશ્વાસ છે કે ગુજરાતનો ખેડૂત પણ સમજદાર છે, એનું ધ્યાન ડાયવર્ટ નહીં થાય, અને તમે જે ધરતીનો સાથ કિસાન સંવાદની વાતો કરી રહ્યા છો એમાં તમને ખબર પડી જશે કે ગુજરાતનો ખેડૂત કેટલો દુઃખી છે, કેટલો આક્રમક છે. ગુજરાતનો ખેડૂત સંવાદ નથી માંગી રહ્યો, ગુજરાતનો ખેડૂત સમાધાન માંગી રહ્યો છે.
આમ આદમી પાર્ટી ગુજરાત