મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

ગિફ્ટ સિટીના વિકાસ વચ્ચે હોમ ઈન્ટીરિયર ક્રાંતિ: ગાંધીનગરમાં ડિઝાઈનકેફેનું બીજું સેન્ટર શરૂ

ભારતની અગ્રણી હોમ ઈન્ટીરિયર બ્રાન્ડ ડિઝાઈનકેફે (DesignCafe) એ ગાંધીનગરમાં પોતાનું નવું પ્રીમિયમ એક્સપીરિયન્સ સેન્ટર લોન્ચ કર્યું છે. અમદાવાદ-ગાંધીનગર રેસિડેન્શિયલ કોરિડોર અને ગિફ્ટ સિટીના ઝડપી વિકાસને ધ્યાનમાં રાખીને આ સેન્ટર શરૂ કરાયું છે.

ગિફ્ટ સિટીના વિકાસ વચ્ચે હોમ ઈન્ટીરિયર ક્રાંતિ: ગાંધીનગરમાં ડિઝાઈનકેફેનું બીજું સેન્ટર શરૂ

ગાંધીનગર : ભારતની અગ્રણી ડિઝાઈન પ્રેરિત હોમ ઈન્ટીરિયર્સ બ્રાન્ડ ડિઝાઈનકેફે દ્વારા ગાંધીનગરમાં નવું એક્સપીરિયન્સ સેન્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ તેનું બીજું એક્સપીરિયન્સ સેન્ટર છે અને એકંદર સંખ્યા 22 થઈ ગઈ છે. આ લોન્ચ સાથે અમે બ્રાન્ડ હવે ભારતનાં 14 શહેરોમાં હાજરી ધરાવે છે. 2300 ચોરસફૂટમાં પથરાયેલા એક્સપીરિયન્સ સેન્ટરમાં મોડ્યુલર કિચન્સ, વોડરોબ્સ, બેડરૂમ્સ અને લિવિંગ સ્પેસીસ સાથે સંપૂર્ણ ડિઝાઈન કરાયેલું એપાર્ટમેન્ટ વોકથ્રુની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ઘરમાલિકો અસલ, કાર્યશીલ સેટિંગ્સમાં
ઈન્ટીરિયર્સ વિઝ્યુઅલાઈઝ કરી શકશે. આ જગ્યામાં ઘણી બધી કિચન ફોર્મેટ્સ છે, જે એસ્થેટિક્સ, પરફોર્મન્સ અને રોજબરોજની પ્રેક્ટિકાલિટીને એકત્ર લાવે છે.

“ગુજરાત કળાકારીગરી અને કમર્શિયલ સ્પષ્ટતાના શક્તિશાળી સંયોજન નિર્માણ થયું છે અને આ ઉદ્યોજકતા, શાંત પચરંગીપણું અને મૂલ્યઆધારિત સંવેદનશીલતાઓ ઘરમાલિકો કરે તે ડિઝાઈનની પસંદગીઓમાં જોવા મળે છે. અમદાવાદ- ગાંધીનગર પ્રદેશમાં હવે વધુ ને વધુ એવા ઈચ્છનીય ઘરમાલિકો જેઓ અગાઉ કરતાં વધુ ડિઝાઈન સતર્ક બની ગયા છે, જે વૈશ્વિક એસ્થેટિક્સથી પ્રભાવિત હોવા સાથે વ્યવહારુ, લાંબા ગાળાની વિચારશક્તિમાં મૂળિયાં ધરાવે છે. આ સંવેદનશીલતા ડિઝાઈનકેફે સાથે ઉત્તમ રીતે સુમેળ સાધી છે, જેમાં અમારા હાર્દમાં પર્સનલાઈઝેશન અને મટીરિયલ્સ તથા ફિનિશીઝની વ્યાપક પસંદગી છે, જેથી અમે ગ્રાહકોને સ્પષ્ટતા સાથે વિવિધ કિંમતે વિકલ્પો આપી રહ્યા છે અને તેઓ તેમના પરિવાર, તેમની જીવનશૈલી અને તેમના ઘર માટે યોગ્ય મહેસૂસ કરી શકે તેવી વિશ્વસનીય પસંદગી બનાવે છે,” એમ ડિઝાઈનકેફેના સહ- સંસ્થાપક અને સીઈઓ ગીતા રામાનને જણાવ્યું હતું.

આ લોન્ચ એવા સમયે કરાયું છે જ્યારે અમદાવાદ- ગાંધીનગર પ્રદેશે ગિફ્ટ સિટીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિ અને વિકાસને ટેકો આપતાં એકધારી નિવાસી ગતિ જોવાનું ચાલુ રાખ્યું હોઈ સંગઠિત, પરિપૂર્ણ ઈન્ટીરિયર સમાધાન માટે માગણી પ્રેરિત કરે છે. “એક્સપીરિયન્સ સેન્ટર હોમ- ઈન્ટીરિયર પ્રવાસને વધુ નક્કર અને પારદર્શક બનાવવા માટે તૈયાર કરાયું છે, જેમાં લેઆઉટ્સ અને ફિનિશીઝની ખોજ કરવાથી બજેટ અને અમલબજાવણી સમયરેખા સમજવા સુધીનો સમાવેશ થાય છે. તે અચૂક ઉત્પાદન અને ગુણવત્તા તપાસના ટેકા સાથે અમારો માળખાબદ્ધ ડિલિવરી અભિગમ પ્રદર્શિત કરે છે, જેથી ગુજરાતમાં પરિવારો આત્મવિશ્વાસ સાથે ડિઝાઈન નિર્ણયોથી ઓન- ગ્રાઉન્ડ અમલબજાવણી સુધી આગળ વધી શકે છે,” એમ ડિઝાઈનકેફેના સહ- સંસ્થાપક અને સીઈઓ શેઝાન ભોજાણીએ જણાવ્યું હતું. 

ગાંધીનગર એક્‌સપીરિયન્સ સેન્ટર હવે મુલાકાતીઓ માટે ખૂલી ગયું હોઈ ઘરમાલિકોને ડિઝાઈનકેફેના ઈન્ટીરિયર સોલ્યુશન્સની ખોજ કરવા અને તેનો ડિઝાઈન પ્રવાસ ફર્સ્ટહેન્ડ અનુભવવાની તક આપે છે. 

ડિઝાઈનકેફે વિશે

એવોર્ડ વિજેતા આર્કિટેક્ટ્સ દ્વારા સંસ્થાપિત ભારતની એકમાત્ર હોમ ઈન્ટીરિયર્સ બ્રાન્ડ ડિઝાઈનકેફેએ મુખ્ય ભારતીય શહેરોમાં 15,000થી વધુ ઘરોની ડિલિવરી કરી છે. ડિઝાઈનકેફેના પ્રોજેક્ટને પ્રિસિશન જર્મન મશીનરી સાથે સુસજ્જ 65,000 ચો.ફૂટ ઉત્પાદન એકમનો ટેકો છે. દરેક ઘર ઘણી બધી ગુણવત્તા તપાસ હેઠળ પસાર થાય છે, ભરોસાપાત્ર મટીરિયલ પાર્ટનરનો ઉપયોગ કરે છે અને લાંબા ગાળાની વોરન્ટીનો ટેકો ધરાવે છે. બ્રાન્ડ પારદર્શક કિંમત, વિશ્વસનીય અમલબજાવણી અને ઉચ્ચ ગુણવત્તાની કળાકારીગરીના ટેકા સાથે પર્સનલાઈઝ્ડ, જગ્યા બચાવતા ઈન્ટીરિયર્સમાં નિપુણતા ધરાવે છે.

fashion

સંબંધિત સમાચાર

travel