ગુરુગ્રામ : હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ આજે નવી XL750 ટ્રાન્સએલ્પ ની ભવ્ય લૉન્ચની જાહેરાત કરી. સિમાંતની બહારની સ્વતંત્રતાની શોધમાં રહેલા રાઇડર્સ માટે ડિઝાઇન કરેલી XL750 ટ્રાન્સએલ્પ શહેરની ડેઈલી કમ્યુટથી લઈને લંબાયેલી ક્રોસ-કન્ટ્રી સફરો અને આકરી ઓફ-રોડ એડ્વેન્ચર્સ સુધી બધું જ સરળતાથી પાર કરી શકે છે. નવી 2025 હোન્ડા XL750 ટ્રાન્સએલ્પ ની કિંમત ₹10,99,990 રાખવામાં આવી છે (એક્સ-શોરૂમ, ગુરુગ્રામ, હરિયાણા). બુકિંગ હવે ખુલ્લાં છે અને હોન્ડાની ઓલ ઇન્ડિયા બિગવિંગ ડિલરશિપ્સમાં ઉપલબ્ધ છે. ગ્રાહકોને ડિલિવરી જુલાઇ 2025થી શરૂ થશે.
લૉન્ચની જાહેરાત કરતી વખતે શ્રી ત્સુત્સુમુ ઓટાની, મેનેજિંગ ડિરેક્ટર, પ્રમુખ અને CEO, હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા, જણાવ્યું કે, “અમે ભારતમાં નવી XL750 ટ્રાન્સએલ્પ રજૂ કરીને ખૂબ જ આનંદિત છીએ. ટ્રાન્સએલ્પે તેની શરૂઆતથી વિશ્વભરના એડવેન્ચર પ્રેમીઓમાં વિશ્વસનીય રાઇડિંગનો પ્રતિક બનીને સ્થાન મેળવ્યું છે. આધુનિક સુવિધાઓ અને ઉદ્દેશપૂર્વકના ડિઝાઇન સાથેના આ અપડેટેડ મોડલની રજૂઆતથી, અમે વિશ્વાસ રાખીએ છીએ કે નવી XL750 ટ્રાન્સએલ્પ ભારતીય એડવેન્ચર બાઈક પ્રેમીઓમાં નવી ઊર્જા ભરી દેશે. આ બાઈક આપણા વૈશ્વિક આઈકોન્સને ભારતીય બજારમાં લાવવાની પ્રતિબદ્ધતાને ફરી દૃઢ કરે છે.”
આ જાહેરાત પર પ્રતિસાદ આપતાં શ્રી યોગેશ માથુર, ડિરેક્ટર – સેલ્સ એન્ડ માર્કેટિંગ, હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા, જણાવ્યું કે, “ભારતમાં એડવેન્ચર મોટરસાયકલ સેગમેન્ટ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે. અમારી હાલની ADV લાઈન-અપ માટે આપણા ગ્રાહકોમાં પહેલેથી જ ઊંચી ઉત્સુકતા જોવા મળી છે. હવે અપડેટેડ XL750 ટ્રાન્સએલ્પ ની સાથે, અમે એડવેન્ચર ટૂરીંગ માટેના ધોરણો વધારે ઊંચા સ્તરે લઈ જઈ રહ્યા છીએ. પહાડો બોલાવી રહ્યા છે — અને ટ્રાન્સએલ્પ તેના સ્ટાઇલ, પર્ફોર્મન્સ અને ઉદ્દેશ સાથે તેના જવાબ માટે અહીં હાજર છે. બુકિંગ હવે ખુલ્લાં છે, અને અમને જુલાઇ 2025થી ડિલિવરી શરૂ કરવાની આતુરતા છે.”


