વિથલાપુર: હોન્ડા મૉટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા એ આજે ગુજરાતના વિથલાપુર સ્થિત તેમની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં રંગીન કિડ્સ કાર્નિવલ સાથે બાળ મહિનાની ઉજવણી કરી. ‘સેફ્ટી એક્સપ્લોરર્સ: જર્ની થ્રુ ટ્રાફિક લેન્ડ’ થીમ ધરાવતું આ ઇવેન્ટ બાળકોને રોડ સેફ્ટી વિશે રસપ્રદ અને મઝાની રીતે શીખવવાનું ઉદ્દેશ રાખે છે અને નાના વયથી જ સલામત આદતો વિકસાવવાનું પ્રોત્સાહન આપે છે.
વિથલાપુરમાં યોજાયેલા કિડ્સ કાર્નિવલે 9 થી 15 વર્ષની વયના સ્કૂલ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું, જ્યાં ક્રિયેટિવિટી અને એજ્યુકેશનને જોડતો એક ઇમર્સિવ અનુભવ આપવામાં આવ્યો. બાળકો માટે ખાસ બનાવેલ ઝોન જેમાં ઝેબ્રા ક્રોસિંગ ઝોન, હેલ્મેટ હિલ્સ અને સિગ્નલ સિટીનો સમાવેશ હતો દ્વારા જરૂરી ટ્રાફિક સેફ્ટી નિયમો મઝાની અને યાદ રહી જાય એવી રીતથી શીખવાયા.
ઇવેન્ટમાં રોડ સેફ્ટી ક્વિઝ, ક્રિયેટિવ ડિસ્પ્લે અને અનેક ઇન્ટરએક્ટિવ એક્ટિવિટીઝ પણ રાખવામાં આવી હતી, જેનાથી શીખવાની પ્રક્રિયા જીવંત અને રોચક બની અને બાળકોને તેમના પરિવાર અને સમાજમાં સલામત ડ્રાઇવિંગ આદતોના એમ્બેસેડર બનવા પ્રોત્સાહન મળ્યું.
સરકારી અને પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ટ્રાફિક નિયમો, રોડ સાઇન્સ અને જવાબદાર રોડ વર્તન વિશે પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું.
આ જ પ્રકારની પ્રવૃત્તિઓ એચએમએસઆઈ ની તમામ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ, 10 ટ્રાફિક ટ્રેનિંગ પાર્ક્સ (TTPs) અને 6 સેફ્ટી ડ્રાઇવિંગ એજ્યુકેશન સેન્ટર્સ (SDECs) માં સતત યોજાઈ રહી છે. મનેસર અને ટાપુકરા પ્લાન્ટ્સમાં કિડ્સ કાર્નિવલ પહેલેથી જ સફળતાપૂર્વક યોજાઈ ચૂક્યો છે, જ્યારે વિથલાપુર એ આ ઉજવણીમાં જોડાયેલું સૌથી તાજેતરનું સ્થાન છે. આ કાર્યક્રમો દ્વારા એચએમએસઆઈનો હેતુ તમામ સ્થળોને મળીને 2,600 કરતાં વધુ ભાગીએદારો સુધી પહોંચવાનો છે.
હોન્ડાનો વૈશ્વિક સેફ્ટી સૂત્ર ‘સેફ્ટી ફોર એવરિવન’ કંપનીના એ વિશ્વાસને દર્શાવે છે કે દરેક વ્યક્તિની સુરક્ષા વધારવાથી આખું સમાજ વધુ સુરક્ષિત બને છે. હોન્ડાએ 2050 સુધીમાં વિશ્વભરમાં હોન્ડાની બાઇક અથવા કાર સંકળાયેલા ટ્રાફિક અકસ્માતોમાં શૂન્ય મૃત્યુદર હાંસલ કરવાનો લક્ષ્ય જાહેર કર્યો છે. આ પહેલ હોન્ડાના વિશાળ મિશનનો ભાગ છે, જે ‘ઝીરો ટ્રાફિક કોલિઝન સોસાયટી’ સર્જવા તરફ પ્રયત્નશીલ છે સામાજિક જવાબદારી તરીકે પણ અને ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવવા માટે પણ.
એચએમએસઆઈનું રોડ સેફ્ટી એજ્યુકેશન પ્રોગ્રામ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલા મોડ્યુલ્સ પર આધારિત છે, જેમાં થિયરી સાથે પ્રેક્ટિકલ લર્નિંગનું સંયોજન કરવામાં આવ્યું છે. તેના ટ્રાફિક ટ્રેનિંગ પાર્ક્સ (TTPs) અને 6 સેફ્ટી ડ્રાઇવિંગ એજ્યુકેશન સેન્ટર્સ (SDECs) પર એચએમએસઆઈ રોજિંદા સેશન ચલાવે છે, જેમાં વર્ચ્યુઅલ રાઇડિંગ સિમ્યુલેટર્સ, ઇન્ટરએક્ટિવ ગેમ્સ અને ડેન્જર પ્રેડિક્શન ટ્રેનિંગનો ઉપયોગ કરીને શીખવાની અસરને વધુ મજબૂત બનાવવામાં આવે છે. આજ સુધી એચએમએસઆઈની રોડ સેફ્ટી પહેલો ભારતભરમાં 1 કરોડથી વધુ લોકોને પહોંચીને પ્રભાવિત કરી ચૂકી છે.


