અમદાવાદ - ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સે ICICI પ્રુ સ્માર્ટ ઇન્સ્યોરન્સ પ્લાન પ્લસ લોન્ચ કર્યો છે, જે એક માર્કેટ-લિન્ક્ડ પ્રોડક્ટ છે જે ગ્રાહકોને લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવા સક્ષમ બનાવવા માટે વિકસાવાયો છે.
આ પ્રોડક્ટ ફક્ત ₹1000 ના માસિક પ્રીમિયમથી ખરીદી શકાય છે, જે યુવા ગ્રાહકોના મોટા વર્ગને વ્યવસ્થિત રીતે રોકાણ કરવા અને તેમના લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે છે. પ્રોડક્ટનું લાઈફ કવર, કોઈ અનિચ્છિત ઘટનાના સંજોગોમાં પરિવાર આર્થિક રીતે સુરક્ષિત રહે તે બાબત સુનિશ્ચિત કરે છે.
ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સના ચીફ પ્રોડક્ટ અને ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર શ્રી અમિત પાલ્ટાએ જણાવ્યું હતું કે, “તાજેતરમાં, ભારતે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ ઉપરાંત, દેશ સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે અને મોર્ગન સ્ટેનલી મુજબ 2028 સુધીમાં તેનું લક્ષ્ય ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાનું છે. ભારતની વિકાસગાથા મોટાભાગે યુવાનો દ્વારા આગળ ધપાવાઈ રહી છે જે વસ્તીના લગભગ 65% છે અને આ સેગમેન્ટને ધ્યાનમાં રાખીને, અમે ICICI પ્રુ સ્માર્ટ ઇન્સ્યોરન્સ પ્લાન પ્લસ રજૂ કર્યો છે.
યુલિપ્સ એક અસરકારક સંપત્તિ સર્જનનું સાધન છે, જે યુવાનોને વહેલા રોકાણ શરૂ કરવા અને લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કરે છે. અમે ICICI પ્રુ સ્માર્ટ ઇન્સ્યોરન્સ પ્લાન પ્લસ લોન્ચ કર્યો છે. આ ખર્ચ-અસરકારક અને કર-કાર્યક્ષમ પ્રોડક્ટ પ્રથમ નોકરી કરનારાઓ અથવા સામાન્ય રીતે યુવાનોને દર મહિને ₹1000 જેટલા ઓછા સસ્તા રોકાણ સાથે વહેલા શરૂઆત કરવાની સુવિધા આપે છે. આ પ્રોડક્ટ યુવાનોને ભારતની વૃદ્ધિની ગાથામાં ભાગ લેવાનો અને તેનો લાભ લઈ લાંબાગાળા માટે તેમની સંપત્તિનું સર્જન કરવામાં મદદ કરશે.
પ્રોડક્ટના ટાર્ગેટ સેગમેન્ટ તથા બ્રાન્ડ્સ અને પ્રોડક્ટ સાથે તેમને ડિજિટલ રીતે જોડાવાની તેમની પસંદગીને ધ્યાનમાં રાખીને, અમે સંપૂર્ણ ડિજિટલ ખરીદીની સુવિધા ઉપલબ્ધ બનાવી છે.
અમારું માનવું છે કે સંપત્તિનું સર્જન એક લાંબા ગાળાની પ્રક્રિયા છે અને ગ્રાહકોએ શિસ્તબદ્ધ અભિગમ અપનાવવો જરૂરી છે. ICICI પ્રુ સ્માર્ટ ઇન્સ્યોરન્સ પ્લાન પ્લસ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે જે ગ્રાહકોને તેમના ઇચ્છિત નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નિયમિત પ્રીમિયમ ચુકવણી કરવા માટે પ્રેરિત કરે છે. ઉલ્લેખનીય છે કે, ગ્રાહકો પ્રીમિયમ વેઈવર એડ-ઓન લાભ પસંદ કરી શકે છે જે પોલિસીધારકની ગેરહાજરીમાં પણ લાંબા ગાળાની બચતનું લક્ષ્ય સુનિયોજિત રહે તે સુનિશ્ચિત કરે છે.
શ્રી પાલ્ટાએ વધુમાં જણાવ્યું હતું કે, "આ પ્રોડક્ટનું લોન્ચિંગ ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરતા ઉત્પાદનો વિકસાવવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. તે એક ખર્ચ-અસરકારક સાધન છે જે લોકોને તેમના ભવિષ્ય માટે પોતાની શરતોએ, સુગમતા, સ્પષ્ટતા અને માનસિક શાંતિ સાથે આયોજન કરવા માટે સક્ષમ બનાવે છે."