મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

સોમનાથ સ્વાભિમાન પર્વમાં રોશની: હમીરજી ગોહિલ પ્રતિમા, શંખ સર્કલ ઝળહળ્યા

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત વડાપ્રધાનના આગમન પૂર્વે આ ભવ્ય તૈયારીઓ ગુજરાતની સંસ્કૃતિ, ભક્તિ અને ગૌરવને દર્શાવે છે. દીવાળી જેવી રોશનીએ સોમનાથ અને વેરાવળને અલૌકિક બનાવી દીધા છે.

સોમનાથ સ્વાભિમાન પર્વમાં રોશની: હમીરજી ગોહિલ પ્રતિમા, શંખ સર્કલ ઝળહળ્યા

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત રોશનીથી ઝળહળ્યું સોમનાથનું જોડિયું શહેર વેરાવળ ટાવર ચોક, નગરપાલિકા સહિતના સ્થળોએ રોશની કરવામાં આવી.

પુરાણોમાં જેનો ઉલ્લેખ પ્રભાસ ખંડ તરીકે છે એવું સોમનાથ (પ્રભાસ પાટણ) સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો થકી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીને આવકારવા આતુર બન્યું છે.

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત વડાપ્રધાનશ્રીના આગમન પૂર્વે સોમનાથ (પ્રભાસ પાટણ)માં હમીરજી ગોહિલની પ્રતિમા, શંખ સર્કલ, લીલાવતી સહિતના સ્થળો રોશનીથી ઝળહળી રહ્યાં છે.
આ જ રીતે સોમનાથ (પ્રભાસ-પાટણ) સાથે જેની ઓળખ જોડિયા શહેરની છે, એવા વેરાવળના હાર્દ સમા વિસ્તાર ટાવર ચોક, નગરપાલિકા સહિતના સ્થળોએ રોશની કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે દિવાળીનો તહેવાર હોય છે ત્યારે વેરાવળની સટ્ટા બજાર સહિતના સ્થળો રોશનીથી ઝગમગી ઉઠતા હોય છે. આ રોશનીને જોવા માટે લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી પણ વેરાવળમાં આવતા હોય છે, એવી જ રીતે સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત કરવામાં આવેલી રોશની નિહાળવા માટે નાગરિકો ઉમટી પડ્યા છે.

fashion

સંબંધિત સમાચાર

travel