Germany Stabbing Attack: જર્મનીના મેનહેમ શહેરમાં એક પાગલ વ્યક્તિએ ઘણા લોકો પર ચાકુ વડે હુમલો કર્યો છે. હુમલા અંગે પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, છરીના હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસે હુમલાખોર પર ગોળીબાર કર્યો હતો જેમાં તે પણ ઘાયલ થયો હતો. પોલીસે જણાવ્યું કે આ ઘટના સવારે 11.30 વાગ્યા પછી બની હતી.
પોલીસ તપાસ કરી રહી છે
હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચાકુથી હુમલો મેનહેમના ડાઉનટાઉન વિસ્તારમાં એક ચોકડી પર થયો હતો. લગભગ 300,000 લોકોની વસ્તી ધરાવતું આ શહેર ફ્રેન્કફર્ટની દક્ષિણે આવેલું છે.