IND vs SL 1st T20I મેચ લાઇવ: ભારતીય ટીમ 3 મેચની T20 શ્રેણી રમવા માટે શ્રીલંકા પહોંચી છે. આ સીરીઝમાં ટીમ ઈન્ડિયાના સુકાનીની જવાબદારી સૂર્યકુમાર યાદવ સંભાળી રહ્યા છે. T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીત્યા બાદ આ ફોર્મેટમાં ભારતીય ટીમની આ બીજી સિરીઝ છે.
બંને ટીમો વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ પલ્લેકેલેના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં શ્રીલંકન ટીમની કેપ્ટનશીપ કરી રહેલા ચારિથ અસલંકાએ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન સૂર્યકુમાર યાદવે 58 રનની ઇનિંગ રમી હતી, જ્યારે રિષભ પંતે 49 રનની ઇનિંગ રમી હતી જ્યારે યશસ્વી જયસ્વાલે 40 રનની ઇનિંગ રમી હતી. શ્રીલંકા તરફથી બોલિંગમાં મથિશા પથિરાનાએ 4 વિકેટ ઝડપી હતી.


