મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

આરોગ્યની સભાનતા વધતા ભારતનું વોટર પ્યુરિફાયર માર્કેટ ચોમાસાની મોસમ દરમિયાન 32 ટકા વધ્યું

ચોમાસાની ઋતુમાં ગ્રાહકોએ પાણીની સુરક્ષા અને આરોગ્યની સલામતી પર ધ્યાન વધારતા ભારતનું વોટર પ્યુરિફાયર માર્કેટ અભૂતપૂર્વ વૃદ્ધિ જોઈ રહ્યું છે. સમગ્ર ભારતમાં લોકો આ બાબતને સૌથી વધુ પ્રાથમિકતા આપતા હોવાથી ક્રોમા ખાતે માંગમાં પણ આ પ્રકારનો વધારો જોવાઈ રહ્યો છે.

આરોગ્યની સભાનતા વધતા ભારતનું વોટર પ્યુરિફાયર માર્કેટ ચોમાસાની મોસમ દરમિયાન 32 ટકા વધ્યું

અમદાવાદ : ચોમાસાની ઋતુમાં ગ્રાહકોએ પાણીની સુરક્ષા અને આરોગ્યની સલામતી પર ધ્યાન વધારતા ભારતનું વોટર પ્યુરિફાયર માર્કેટ અભૂતપૂર્વ વૃદ્ધિ જોઈ રહ્યું છે. સમગ્ર ભારતમાં લોકો આ બાબતને સૌથી વધુ પ્રાથમિકતા આપતા હોવાથી ક્રોમા ખાતે માંગમાં પણ આ પ્રકારનો વધારો જોવાઈ રહ્યો છે. વાર્ષિક ધોરણે લગભગ 35 ટકા જેટલા વોટર પ્યુરિફાયરની ખરીદી ચોમાસા દરમિયાન થઈ છે. આ વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં મજબૂત ડબલ ડિજિટ વૃદ્ધિ સાથે વોટર પ્યુરિફાયર માટેની માંગમાં વધારો જોવા મળ્યો છે જે ચોમાસાની ઋતુ દરમિયાન કોલેરા, થાઇરોઇડ અને હિપેટાઇટિસ એ સહિતના પાણીજન્ય રોગો અંગે વધેલી જાગૃતિ દ્વારા સમર્થિત હતી.

આ કેટેગરીમાં ગ્રાહક વર્તણૂંકનો અભ્યાસ કરતા ક્રોમાના ઉદ્યોગ સંશોધન મુજબ નીચે મુજબના ટ્રેન્ડ્સ જોવા મળ્યા હતા

·         પ્રાદેશિક માંગઃ ઉત્તર ભારત 31 ટકા સાથે આરઓ ખરીદીની બાબતે અગ્રેસર છે જેના પછી દક્ષિણ (30 ટકા), પશ્ચિમ (25 ટકા) અને પૂર્વ (15 ટકા) આવે છે.
·         ટેક્નોલોજીને પ્રાથમિકતાઃ આરઓ ટેક્નોલોજી પ્રભુત્વ સ્થાપે છે જે ઇલેક્ટ્રિક વોટર પ્યુરિફાયરના વેચાણનો લગભગ 90 ટકા હિસ્સો ધરાવે છે. બાકીનો હિસ્સો યુવી મોડલ્સનો છે.
·         કલર ટ્રેન્ડ્સઃ તમામ પ્રદેશોમાં બ્લેક ટોચની પસંદગી રહી છે. વેચાયેલા આરઓ યુનિટ્સમાં 62 ટકા અને યુવી યુનિટ્સમાં 53 ટકા હિસ્સો ધરાવે છે. વ્હાઇટ કલરનો હિસ્સો લગભગ 30 ટકા જેટલો છે.
·         સુવિધાઓની લોકપ્રિયતાઃ અડધો અડધથી વધારે યુનિટ્સ યુએફ અને યુવી ફિલ્ટરેશન ધરાવે છે, 15 ટકા યુનિટ્સ આલ્કલાઇન સુવિધાઓ ધરાવે છે, આઠ ટકા મોડલ્સમાં કોપર ટેક્નોલોજી છે.
·         પ્રીમિયમ સેગમેન્ટ તરફનું વલણઃ ખનીજ તત્વો ઉમેરે તે પ્રકારના મોડલ્સ રૂ. 15,000થી વધુના મોડલ્સમાં લોકપ્રિય બની રહ્યા છે.
 
ક્રોમાએ તેના ગ્રાહક વર્તણૂંકમાં અભ્યાસ કર્યા બાદ જણાવ્યું હતું કે એપ્રિલ-જૂન, 2025ના ગાળામાં અગાઉના વર્ષે આ જ સમયગાળાની સરખામણીએ વેલ્યુમાં 12 ટકાનો અને વોલ્યુમમાં 11 ટકાનો પ્રભાવશાળી વધારો જોવા મળ્યો છે. માસિક ડેટામાં પણ સતત પ્રગતિ જોવાઈ છેઃ એપ્રિલમાં વોલ્યુમ 8 ટકા અને વેલ્યુમાં 10 ટકાનો વધારો થયો હતો, મેમાં વોલ્યુમ 12 ટકા અને વેલ્યુમાં 14 ટકાનો વધારો જોવાયો હતો અને જૂન મહિનામાં વોલ્યુમ 13 ટકા વધ્યું હતું તથા 13 ટકા વેલ્યુ વૃદ્ધિ જોવા મળી હતી.
 
પ્રાદેશિક સ્તરે મહારાષ્ટ્ર ક્રોમાનું સૌથી મોટું માર્કેટ રહ્યું છે જે વોટર પ્યુરિફાયરના વેચાણમાં 25 ટકાનો હિસ્સો ધરાવે છે જેના પછી કર્ણાટક 15 ટકા અને ગુજરાત 12 ટકાએ છે. તેલંગાણા 8 ટકાનું યોગદાન આપે છે જ્યારે ઉત્તર પ્રદેશ અને દિલ્હી પ્રત્યેક કંપનીના વોટર પ્યુરિફાયરના વોલ્યુમમાં 6 ટકા હિસ્સો ધરાવે છે.
 
શહેરી કેન્દ્રો માંગને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે, જેમાં પુણે અને મુંબઈ જેવા શહેરો વપરાશ પેટર્નમાં અગ્રણી છે. ક્રોમા જણાવે છે કે ટિયર-1 શહેરોમાં પ્રીમિયમ રિટેલ સ્થાનો ખાસ કરીને મજબૂત પ્રદર્શન જોઈ રહ્યા છે, જે શહેરી ગ્રાહકોની ખરીદ શક્તિ અને આરોગ્ય સભાનતા દર્શાવે છે.
 
રિસર્ચમાં જોવા મળેલું એક નોંધપાત્ર વલણ એ છે કે અંડર-ધ-કાઉન્ટર (યુટીસી) પ્યુરિફાયર ઇન્સ્ટોલેશનમાં વાર્ષિક ધોરણે 30 ટકા વૃદ્ધિ થઈ છે. સિંકની નીચે ફિટ થતી આ દેખાય નહીં તેવી સિસ્ટમ્સ વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે કારણ કે તે આધુનિક ગ્રાહકની ન્યૂનતમ સુંદરતા અને ક્લટર-ફ્રી કિચન કાઉન્ટરટોપ્સની માંગને પૂર્ણ કરે છે. જો કે, આધુનિક કિચન ડિઝાઇનમાં યુટીસી પ્યુરિફાયર ઇન્સ્ટોલેશન વધી રહ્યા છે, ત્યારે 95 ટકાથી વધુ ગ્રાહકો હજુ પણ સ્ટાન્ડર્ડ વોટર પ્યુરિફાયર ખરીદે છે.
 
એક્સટેન્ડેડ વોરંટી પ્લાન્સ પસંદ કરતા ગ્રાહકોમાં પણ વધારો થયો છે. સમગ્ર વર્ષ દરમિયાન આવા સરેરાશ 10 ટકા કિસ્સા જોવા મળ્યા છે, પરંતુ નાણાંકીય વર્ષ 2026માં અંદાજિત 12.3 ટકાની સરખામણીમાં નાણાંકીય વર્ષ 2025ના ચોમાસાની ઋતુ દરમિયાન તે વધીને 13.4 ટકા થયા છે.
 
ક્રોમા-ઇન્ફિનિટી રિટેલ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જેમ જેમ વરસાદ પાણીની સલામતી પર પ્રકાશ પાડે છે, તેમ તેમ વધુ પરિવારો કેવળ એપ્લાયન્સિસ ખરીદવા જ નહીં પણ વાસ્તવિક જવાબો શોધવા માટે ક્રોમા આવી રહ્યા છે. અમારા નિષ્ણાંતો શબ્દો ચોર્યા વિના દરેક ગ્રાહકને અદ્યતન ફિલ્ટરેશન જરૂરિયાતોથી લઈને જગ્યા બચાવે તેવી ડિઝાઇન સુધી, તેમના ઘર માટે ખરેખર યોગ્ય શું છે તે શોધવામાં મદદ કરે છે. અમને ગર્વ છે કે અમે એવા વિશ્વસનીય ભાગીદાર છીએ જેના પર પરિવારો વિશ્વાસ મૂકે છે, ખાસ કરીને આવી ઋતુઓમાં. આગળ જતા ઉદ્યોગમાં 17-18ના સીએજીઆરની વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે, ત્યારે ક્રોમાએ નાણાંકીય વર્ષ 2026માં તેના વોટર પ્યુરિફાયર સેગમેન્ટ માટે 20-22 ટકાના સીએજીઆરનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે, જે ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં વિસ્તરણ, સતત પ્રોડક્ટ નવીનતા અને વ્યૂહાત્મક રિટેલ ભાગીદારી દ્વારા સંચાલિત છે.

fashion

સંબંધિત સમાચાર

travel