ભારત અને ઈટાલીની ટીમો આજે રાંચીમાં મહિલા ઓલિમ્પિક હોકી ક્વોલિફાયર મેચમાં સામસામે ટકરાશે. બંને ટીમોની આ છેલ્લી પૂલ મેચ હશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે.
યુએસએ સામે 1-0થી હાર્યા બાદ આ ટૂર્નામેન્ટમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ ટીમે બીજી મેચમાં ન્યૂઝીલેન્ડને 3-1થી હરાવીને શાનદાર વાપસી કરી હતી અને તે પણ સુનિશ્ચિત કર્યું હતું કે તે સેમિફાઇનલની રેસમાં છે. સેમિફાઇનલમાં ટોચની ત્રણ ટીમ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થશે. દરેક પૂલમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.
USA 6 પોઈન્ટ સાથે પૂલ Bમાં ટોચના સ્થાને છે જ્યારે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમોને એક જીત અને એક હાર સાથે 3 - 3 પોઈન્ટ મળ્યા છે. પરંતુ યજમાન ટીમ પાસે આજે પૂલમાં સૌથી નબળી ટીમને રમીને સફળતા હાંસલ કરવાની સારી તક છે.