ભારતીય મહિલા ટીમે મલેશિયામાં ચાલી રહેલી બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને 3-0થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારત આ સ્પર્ધામાં પ્રથમ વખત ઓછામાં ઓછું કાંસ્ય ચંદ્રક નિશ્ચિત છે.
પ્રથમ સિંગલ્સ મેચમાં ભારતની પીવી સિંધુએ હોંગકોંગની લો હસીન યાનને 21-7,16-21, 21-12થી પરાજય આપ્યો હતો જ્યારે તનિષા ક્રાસ્ટો અને અશ્વિની પોનપ્પાની જોડીએ યુંગ ન્ગા ટીંગ અને યુંગ પુઈ લામને 21-10, 21-14થી હરાવ્યા હતા. ભારતે બીજી સિંગલ્સ મેચ પણ જીતી લીધી જ્યારે અસ્મિતા ચલિનાએ યેંગ સુમ યીને 21-12,21-13થી હરાવ્યું.
હવે ભારતનો મુકાબલો જાપાન અને ચીન વચ્ચે રમાનારી બીજી ક્વાર્ટર ફાઈનલના વિજેતા સાથે થશે.


