મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

Infra.Marketએ IVAS સાથે બી2સીમાં પ્રવેશ કર્યો

ભારતની અગ્રણી ટેક-સક્ષમ કન્સ્ટ્રક્શન સોલ્યુશન્સ કંપની Infra.Marketએ તેની નેક્સ્ટ-ઇન-લાઇન બ્રાન્ડ IVAS સાથે કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ માર્કેટમાં મજબૂતાઇથી પ્રવેશ કરવાની જાહેરાત કરી છે. પ્રાઇવેટ લેબલ બ્રાન્ડ IVAS ટાઇલ્સ, સેનેટરીવેર, બાથ ફિટિંગ્સ, ઇલેક્ટ્રિકલ્સ, મોડ્લુયર કિચન એન્ડ ફર્નિચર તથા ડિઝાઇનર હાર્ડવેર સહિતની હોમ રિનોવેશન પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણીમાં નિષ્ણાંત છે.

Infra.Marketએ IVAS સાથે બી2સીમાં પ્રવેશ કર્યો

ભારતની અગ્રણી ટેક-સક્ષમ કન્સ્ટ્રક્શન સોલ્યુશન્સ કંપની Infra.Marketએ તેની નેક્સ્ટ-ઇન-લાઇન બ્રાન્ડ IVAS સાથે કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ માર્કેટમાં મજબૂતાઇથી પ્રવેશ કરવાની જાહેરાત કરી છે. પ્રાઇવેટ લેબલ બ્રાન્ડ IVAS ટાઇલ્સ, સેનેટરીવેર, બાથ ફિટિંગ્સ, ઇલેક્ટ્રિકલ્સ, મોડ્લુયર કિચન એન્ડ ફર્નિચર તથા ડિઝાઇનર હાર્ડવેર સહિતની હોમ રિનોવેશન પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણીમાં નિષ્ણાંત છે.

બ્રાન્ડે લોકપ્રિય બોલીવુડ અભિનેત્રી, ઉદ્યોગસાહસિક, વેલનેસ ઇન્ફ્લ્યુઅન્સર અને તેનાથી વિશેષ એક માતા શિલ્પા શેટ્ટી કુન્દ્રાને તેની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે, જે ગ્લેમર અને કરિશ્માનો એક સ્પર્શ જોડતા બ્રાન્ડની ઓળખ સાથે એકદમ સુસંગત છે. Infra.Marketના સહ-સંસ્થાપક આદિત્ય શારદાએ જણાવ્યું હતું કે, IVAS હોમ સોલ્યુશન્સ માટે ઇનોવેટિવ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી પ્રદાન કરીને વૃદ્ધિને બળ આપશે તથા અગ્રેસર રહેશે. અમે પ્રતિભાશાળી શિલ્પા શેટ્ટી કુન્દ્રાનું સ્વાગત કરતાં ઉત્સાહિત છીએ કે જેમની બેજોડ શૈલી અને વ્યક્તિત્વ તેમના દરેક પ્રયાસોમાં સ્પષ્ટ થાય છે. તેમની બેજોડ સિદ્ધિઓએ તેમના પ્રત્યેનો વિશ્વાસ સ્થાપિત કર્યો છે, જે IVAS દ્વારા મૂલ્યો જાળવી રાખવાના અમારા પ્રયાસોમાં જોવા મળે છે.

તેમણે ઉમેર્યું હતું કે, બ્રાન્ડ IVAS તરફથી હોમ સોલ્યુશન્સની સંપૂર્ણ શ્રેણી માહિતીસભર પસંદગીઓને પ્રોત્સાહન આપીને સ્થાયી જોડાણ દ્વારા ગ્રાહકોને સશક્ત કરે છે. ગ્રાહકોની અપેક્ષાઓ સાથે સુસંગત રહેતાં તેમની ઉપસ્થિતિ બ્રાન્ડની ઓળખમાં વધારો કરશે તથા ઉત્કૃષ્ટતા અને ભવ્યતા પ્રદાન કરવા માટેના અમારા અતૂટ સમર્પણનું ઉદાહરણ છે.

આ સહોયગ વિશે વાત કરતાં ભારતીય અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ જણાવ્યુ હતું કે, હું પ્રગતિશીલ બ્રાન્ડ IVAS સાથે ભાગીદારી કરતાં ઉત્સાહિત છું, જે હોમ ઇન્ટિરિયર લેન્ડસ્કેપમાં પ્રેરિત કરે છે તથા તેને પુનઃવ્યાખ્યાયિત કરે છે. કસ્ટમાઇઝ્ડ સ્પેસ વિકસાવવા માટે વિજ્ઞાન અને જીવનશૈલીને મિશ્રિત કરવાના તેમના અભિગમની હું પ્રશંસા કરું છું, જે ડિઝાઇનને ઉત્તેજન આપે છે. આ બ્રાન્ડનો હિસ્સો બનવું રોમાંચક છે જે માત્ર આકાંક્ષાઓને જ નહીં પરંતુ નવીનતાને પ્રોત્સાહન આપે છે. હું એક અગ્રણી સ્ટાર્ટઅપ Infra.Market સાથે આ સફર શરૂ કરવા અને IVASનું પ્રતિનિધિત્વ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.

આ જોડાણ ટેલીવિઝન, પ્રિન્ટ મીડિયા, ડિજિટલ પ્લેટફોર્મ્સ, આઉટ-ઓફ-હોમ ડિસ્પ્લે અને ઇન-સ્ટોર એક્સપિરિયન્સમાં જોવા મળશે, જે અંતર્ગત આ ભાગીદારીની સુંદરતા અને વિશ્વસનીયતા દર્શાવે છે.Infra.Market પાવર્ડ IVAS સંસ્કૃત શબ્દ NIVASમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યો છે અને તે હોમ રિનોવેશનને પ્રેરિત કરે છે. તે ફેન, લાઇટ્સ, ટાઇલ્સ, સેનેટરીવેર, બાથ ફિટિંગ્સ, ડિઝાઇનર હાર્ડવેર તેમજ મોડ્યુલર કિચન અને વોડ્રોબમાં પ્રીમિયમ ઓફરિંગ દ્વારા ઘર નિર્માણની સફરને ભાવનાત્મક બનાવે છે. IVAS ઘરમાં બદલાવની સફરને સરળ અને આનંદસભર બનાવવા કટીબદ્ધ છે.

fashion

સંબંધિત સમાચાર

travel