મુખ્ય સામગ્રી પર જાઓ

IPL 2024 સીઝનની શરૂઆતની તારીખ જાહેર, આ દિવસે રમાશે પ્રથમ મેચ

ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન માટે ખેલાડીઓની હરાજી પ્રક્રિયા 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે, ત્યારે આગામી સિઝનની શરૂઆતને લઈને એક મોટું અપડેટ પણ સામે આવ્યું છે. IPL 2024 સીઝન માર્ચના છેલ્લા સપ્તાહમાં શરૂ થઈ શકે છે.

IPL 2024 સીઝનની શરૂઆતની તારીખ જાહેર, આ દિવસે રમાશે પ્રથમ મેચ

વર્ષ 2024માં રમાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સીઝન માટે 19 ડિસેમ્બરે દુબઈમાં ખેલાડીઓની હરાજી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવશે. તે જ સમયે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પણ આગામી સિઝનની શરૂઆતની તારીખને લઈને એક મોટું અપડેટ આપ્યું છે, જેમાં સત્તાવાર વિંડો 22 માર્ચથી મેના અંત સુધી રમવાની અપેક્ષા છે. જૂન મહિનામાં રમાનાર ICC T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ વખતે IPL સિઝન પણ વહેલી સમાપ્ત થઈ શકે છે.

સામાન્ય ચૂંટણીની તારીખ અનુસાર શેડ્યૂલ જાહેર કરવામાં આવશે

ભારતમાં આવતા વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે અને તેની અસર IPLના સમયપત્રક પર પણ પડવાની ધારણા છે. આ કારણોસર, IPLનું સંપૂર્ણ શિડ્યુલ હજી જાહેર કરવામાં આવ્યું નથી. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, જો બધું બરાબર રહ્યું તો 22 માર્ચથી મેના અંત સુધી IPL 2024નું આયોજન થઈ શકે છે. BCCIએ IPL 2024 માટે વિન્ડો નક્કી કરી છે. હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સમયપત્રક અંગેની તૈયારીઓ શરૂ થશે. જ્યારે કેટલાક દેશોના બોર્ડે તેમના ખેલાડીઓની ઉપલબ્ધતા વિશે માહિતી આપી છે, જ્યારે કેટલાક દેશોના બોર્ડે તેમના ખેલાડીઓની ઉપલબ્ધતા વિશે માહિતી આપી છે, ત્યારે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે તેના ખેલાડીઓ લીગમાં ભાગ લઈ શકે છે સિવાય કે તેઓ અનફિટ હોય અથવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સિરીજ ના રમવી હોય.

મિની ઓક્શન માટે 333 ખેલાડીઓ શોર્ટલિસ્ટ થયા

આઈપીએલની મીની પ્લેયર ઓક્શનની વાત કરીએ તો તેના માટે 1000થી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, ત્યારબાદ 333 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જો તમામ ટીમોના ખાલી સ્લોટને એકસાથે જોઈએ તો માત્ર 77 ખેલાડીઓ જ ખરીદવામાં આવશે, જેમાં વિદેશી ખેલાડીઓના 30 સ્લોટનો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર