મુખ્ય સામગ્રી પર જાઓ

IRCTC દ્વારા અમદાવાદથી કેરળની આ ખાસ ટૂરનું આયોજન

IRCTC પશ્ચિમ ઝોન (અમદાવાદ) દ્વારા પ્રવાસીઓ માટે કેરળની સુંદરતા માણવા માટે એક ખાસ ટૂર પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રવાસ વિશેની સંપૂર્ણ માહિતી માટે વધુમાં વાંચો.

IRCTC દ્વારા અમદાવાદથી કેરળની આ ખાસ ટૂરનું આયોજન

IRCTC પશ્ચિમ ઝોન, અમદાવાદના રીજનલ મેનેજરના માર્ગદર્શન હેઠળ, દેખો અપના દેશ હેઠળ 5 રાત્રિ/6 દિવસની કેરળ ટૂરનું આયોજન કરવામાં આવ્યું છે, જે 13 સપ્ટેમ્બર, 2026 ના રોજ અમદાવાદથી ફ્લાઈટ દ્વારા કોચી-ત્રિવેન્દ્રમ માટે રવાના થશે અને 18 સપ્ટેમ્બર, 2026 ના રોજ અમદાવાદ પરત ફરશે. IRCTC સમગ્ર પ્રવાસ દરમિયાન નાસ્તો, રાત્રિભોજન, હોટેલ અને ટ્રાન્સપોર્ટ સુવિધા પૂરી પાડશે. આ પ્રવાસમાં કોચી, મુન્નાર, થેક્કડી, કુમારાકોમ અને ત્રિવેન્દ્રમ માં શ્રી પદ્મનાભસ્વામી મંદિર સામેલ છે.

આ માહિતી આપતા, IRCTC પશ્ચિમ ઝોનના પ્રવક્તા જિતેન્દ્ર કુમાર જયંતે જણાવ્યું હતું કે IRCTCનો મુખ્ય ઉદેશ્ય આ ટૂર દ્વારા ભારતના લોકોને ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને સુંદરતાનો પરિચય કરાવવાનો છે. કેરળ ટૂરનો દર પ્રતિ વ્યક્તિ ₹49,700 નક્કી કરવામાં આવ્યો છે. IRCTC આ પ્રવાસ માટે LTC સુવિધા પણ આપી રહ્યું છે.

IRCTC દ્વારા શરૂ કરાયેલા ટૂર પેકેજો માટે બુકિંગ શરૂ થઈ ગયું છે. "EMI દ્વારા પેકેજો બુક કરો" સુવિધા ફક્ત ઓનલાઈન બુકિંગ માટે જ ઉપલબ્ધ છે. તમે IRCTC વેબસાઇટ (www.irctctourism.com) પર લોગ ઇન કરી શકો છો અને ટૂર પેકેજો ઓનલાઈન બુક કરાવી શકાય છે. વધુ માહિતી અને બુકિંગ માટે, IRCTC પ્રાદેશિક કાર્યાલય, ૫૦૨, ૫મો માળ, પેલિકન બિલ્ડીંગ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, આશ્રમ રોડ, અમદાવાદ, પિન કોડ: ૩૮૦૦૦૯ અથવા IRCTC ટુરિસ્ટ ફેસિલિટેશન સેન્ટર, પ્લેટફોર્મ નંબર ૧, વડોદરા રેલ્વે સ્ટેશનનો સંપર્ક કરી શકો છો.

Tags: IRCTC

સંબંધિત સમાચાર