મુખ્ય સામગ્રી પર જાઓ

રથયાત્રા દરમ્યાન પડી શકે છે વરસાદ, જાણો શું કરી હવામાન વિભાગે આગાહી?

અમદાવાદ શહેરમાં રથયાત્રા સમયે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. રાજયમાં બિપરજોય વાવાઝોડા બાદ વરસાદી માહોલ જામ્યો છે.

રથયાત્રા દરમ્યાન પડી શકે છે વરસાદ, જાણો શું કરી હવામાન વિભાગે આગાહી?

આવતીકાલે અમદાવાદ શહેરમાં 146મી રથયાત્રાની ધામધૂમથી ઉજવણી થવા જય રહી છે. શહેરમાં રથયાત્રાના સમયે જીણો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બિપરજોય વાવાઝોડા બાદ વરસાદી માહોલ પણ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. 

બિપોરજોય વાવાઝોડાના કારણે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારો સહિત ઉત્તર ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. બિપરજોય વાવાઝોડું હાલ રાજસ્થાનમાં તબાહી મચાવી રહ્યું છે.  હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  જો કે ભારે વરસાદના હાલ કોઈજ સંભાવના જોવા મળતી નથી. 

રાજ્યના 24 તાલુકામાં વરસાદ પડ્યો

રાજયમાં બિપરજોય વાવાઝોડાની અસરો હજુ પણ જોવા મળી રહી છે. 24 કલાકમાં રાજ્યના 24 તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમજ બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 
 

સંબંધિત સમાચાર