મુખ્ય સામગ્રી પર જાઓ

જિલ્લા કલેક્ટર શ્રી ગંગા સિંઘની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી નર્મદાની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટર શ્રી ગંગા સિંઘની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી નર્મદાની ગવર્નિંગ બોડીની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી, આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા તથા ફિલ્ડ લેવલના પડકારો અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર શ્રી ગંગા સિંઘની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી નર્મદાની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ

રાજપીપળા : જિલ્લા કલેક્ટર શ્રી ગંગા સિંઘની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી નર્મદાની ગવર્નિંગ બોડીની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી, આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા તથા ફિલ્ડ લેવલના પડકારો અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. હેતલ ચૌધરીએ પીપીટીના માધ્યમથી જિલ્લાના આરોગ્ય માળખા, હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોફાઇલ, આરોગ્ય માનવ સંસાધન, આરોગ્યના મહત્વપૂર્ણ એકમો તથા ઉપલબ્ધ સાધન-સામગ્રી અંગે વિગતવાર રજૂઆત કરી હતી. આ ઉપરાંત સગર્ભા બહેનોને આપવામાં આવતી સારવાર અને તમામ સગર્ભા બહેનોનું સોનોગ્રાફી જીમર્સ મેડિકલ કોલેજ રાજપીપલામાં થાય તેમજ વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ઇન્ચાર્જ આર.સી.એચ.ઓ. ડૉ. ઝંખનાબેન વસાવાએ ફિલ્ડ લેવલ પર આવતી ખામીઓ અને પડકારો અંગે માહિતી આપી હતી. તેમજ ટીબી નોટિફિકેશન અને હાંસલ થયેલી સિદ્ધિઓ, ન્યુટ્રિશન કીટની જરૂરિયાત, તાલુકાવાર એનસીડી સ્ક્રીનિંગ કામગીરી, સારવાર હેઠળના હાયપરટેન્શન (HT) દર્દીઓના ફોલોઅપ અને નિયંત્રણ કામગીરી, PMJAY, સિકલ સેલ તથા ANC કેમ્પ સહિતની વિવિધ આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર શ્રી ગંગા સિંઘે નર્મદા જિલ્લાના નાગરિકોને જરૂરી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સારવાર જિલ્લામાં જ મળી રહે તે માટે જરૂરી ખૂટતી સેવાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે અધિકારીઓને નિયમિત ફિલ્ડ લેવલ મુલાકાતો યોજી વાસ્તવિક પરિસ્થિતિ અને લોકોની સમસ્યાઓ જાણવા તેમજ દર્દીઓને સમયસર અને યોગ્ય સારવાર મળી રહે તેની પૂરતી કાળજી રાખવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા કલેક્ટરશ્રીએ અતિભારે વરસાદની આગાહી દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા સમયસર દર્દીને હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ સરાહનીય કામગીરીની પ્રશંસા કરી આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા તથા જરૂરિયાતમંદ નાગરિકો સુધી આરોગ્યલક્ષી સેવાઓ અસરકારક રીતે પહોંચાડવા પર ભાર મૂક્યો હતો.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી.વાળા, મેડિકલ અધિકારીશ્રીઓ-ડોકટર્સ, સંબધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં. 

Tags: જિલ્લા કલેક્ટર ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી

સંબંધિત સમાચાર