મુખ્ય સામગ્રી પર જાઓ

જો સરકારને ખેડૂતો માટે લાગણી હોય તો 15 મી ઓક્ટોબર પહેલા જ દુષ્કાળ જાહેર કરી દો: રામજીભાઈ પરમાર

ભાડથર જિ. પં.ની ચૂંટણીમાં ભાજપને ખેડૂતો તરફથી સમર્થન મળતું હોય એવું કંઈ દેખાતું ન હોઈ, માટે જામખંભાળિયાના ભાજપના ધારાસભ્ય ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. જો ભાજપ સરકારમાં ખેડૂતો માટે લાગણી હોત તો AAP એ દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ કરવાની જરૂર પડી ન હોત: રામજીભાઈ પરમાર, દ્વારકા જિલ્લા પ્રમુખ AAP

જો સરકારને ખેડૂતો માટે લાગણી હોય તો 15 મી ઓક્ટોબર પહેલા જ દુષ્કાળ જાહેર કરી દો: રામજીભાઈ પરમાર

અમદાવાદ / દેવભૂમિ દ્વારકા / ગુજરાત | આમ આદમી પાર્ટીના દ્વારકા જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમારે એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાડથર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને ખેડૂતો તરફથી સમર્થન મળતું હોય એવું કંઈ દેખાતું ન હોય, ત્યારે જામખંભાળિયાના ભાજપના ધારાસભ્ય દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં  આવી રહ્યા છે. હું એમને કહેવા માગું છું કે આમ આદમી પાર્ટીએ ખેડૂતો માટે દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ કર્યો, ત્યારબાદ આમ આદમી પાર્ટીએ ગામડે ગામડે જઈને ખેડૂતો પાસે ફોર્મ ભરાવ્યા છે. જ્યારે બીજી બાજુ તમારી સરકાર ખેડૂતોને સાંભળવા માંગતી નથી અને ખેડૂતો માટે કોઈ પણ લાગણી રાખી નથી. હું આ ધારાસભ્યને કહેવા માગું છું કે જો તમારી સરકારમાં ખેડૂતો માટે લાગણી હોત તો અમારે દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ કરવાની જરૂર પડી ન હોત, તમે સીધી ખેડૂતોને સહાય આપી દેતા.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા રામજીભાઈ પરમારે જણાવ્યું હતું કે, હું ભાજપના ધારાસભ્યને કહેવા માગું છું કે તમે ચૂંટણી જીતવા ખેડૂતોને ખોટા દિલાસા આપીને ગેરમાર્ગે ન દોરો. આગામી 15મી ઓક્ટોબરે આમ આદમી પાર્ટી ખેડૂતોને લઈને વિધાનસભા પહોંચશે. અને જો સરકારને ખેડૂતો માટે લાગણી હોય તો 15મી ઓક્ટોબર પહેલા જ દુષ્કાળ જાહેર કરી દો. ભાડથર જિલ્લા પંચાયત સીટના તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના તથા સમગ્ર ગુજરાતના ખેડૂતોને હું કહેવા માગું છું કે ભાજપ સરકારની નીતિ ખેડૂતોના હિતમાં નથી. અત્યારે ભાજપના નેતાઓ ગીધના ટોળાની જેમ ભાડથર જિલ્લા પંચાયતમાં ઉતરી પડ્યા છે પરંતુ એ લોકોની વાતોમાં કોઈ ખેડૂતો આવે નહીં. આ ચૂંટણી ગુજરાતના 54 લાખ ખેડૂત પરિવારોની લડાઈ છે, માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિનુભાઈ કંડોરીયાને આપનો કિંમતી અને પવિત્ર મત આપીને વિજય બનાવો અને ખેડૂતોનો ડંકો વગાડો.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: ભાજપ આમ આદમી પાર્ટી ગુજરાત રામજીભાઈ પરમાર જામખંભાળિયા

સંબંધિત સમાચાર